લંડનમાં ક્રિસ્ટીઝના ઓક્શનમાં બલ્ગારીની રૂબી અને ડાયમંડની વિંટીની ઊંચી કિંમત મળી

ક્રિસ્ટીઝના જવેલ્સ ઓનલાઈન ધ લંડન એડિટ ઓક્શન આ પીસની જીબીપી 250,000 થી જીબીપી 350,000ની પ્રિસેલ કિંમત કેટેગરી હતી.

Bulgari ruby and diamond ring fetches high prices at Christies auction in London-1
ફોટો : બલ્ગારી 12.38-કેરેટ રૂબી અને હીરાની વીંટી. (ક્રિસ્ટીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં લંડન ખાતે યોજાયેલી ક્રિસ્ટીઝનું જ્વેલરી ઓક્શન સફળ રહ્યું હતું. આ ઓક્શનમાં બલ્ગારીની રૂબી અને ડાયમંડની વીંટી સૌથી ઊંચી કિંમતે વેચાઈ હતી. તેના અંદાજ કરતા ચાર ગણી કિંમત મળી હતી.

કુશન આકારનો આ 12.38 કેરેટનો ટુકડો બર્મીઝ રૂબીથી બન્યો હતો. તેના મધ્યમાં ગોળાકાર અને બેગુએટ કટ હીરા હતા. તે 1.6 મિલિયન ડોલરમાં જીબીપીમાં વેચાયો છે. જવેલ્સ ઓનલાઈન : ધ લંડન એડિટ ઓક્શન આ પીસની જીબીપી 250,000 થી જીબીપી 350,000ની પ્રિસેલ કિંમત કેટેગરી હતી. 14 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ચાલેલા આ ઓક્શનમાં ઓક્શન હાઉસે કુલ જીબીપી 6.9 મિલિયનની આવક મેળવી હતી.

હરાજીમાં કેટલીક ટોચની આઈટમ્સે તેમના હાઈએસ્ટ ભાવ કરતા વધુ કિંમત મેળવી હતી. ક્રિસ્ટીઝે ચોપાર્ડ, ગ્રાફ, કાર્ટિયર, વેન ક્લીફ અને આર્પેલ્સ તેમજ હેરી વિન્સ્ટનની જ્વેલરી વેચાણમાં મુકી હતી.

ઓક્શનમાં મુકાયેલી ટોચની પાંચ જ્વેલરી

આ બાઉશેરોન રીંગમાં ઓક્ટાગોનલ સ્ટેપ કટના 12.39 કેરેટ કોલોમ્બિયન એમરલ્ડ ટ્રીલીયન ડાયમંડ બ્રેકેટ્સ સાથે છે. 1980ના દાયકામાં બનાવેલા આ રીંગ 1.1 મિલિયન ડોલર આવક મેળવી હતી. જે તેના 350,000 ડોલરના અંદાજ કરતા ત્રણ ગણી વધારે છે.

ચોપાર્ડના માર્કિઝ બ્રિલિયન્ટ કટ 10.13 કેરેટના ડી રિંગ ધરાવતા ફ્લોલેસ આઈઆઈએ પ્રકારના હીરાની અંગૂઠી 378,000 ડોલરમાં વેચાઈ જે તેના 400,000 ડોલરના અંદાજ કરતા ઓછી હતી.

ક્રિસ્ટીઝના આ ચોપાર્ડ હીરાના ઝૂમખા, હાર અને બ્રેસલેટનો આખો સેટ 201,600 જીબીપીમાં વેચાયો હતો, જે તેના અંદાજ 200,000થી થોડો વધુ છે.

આ માર્કિઝ બ્રિલિયન્ટ કટ 8.76 કેરેટના એચ રંગ ધરાવતા વીવીએસ 1 ક્વોલિટીના હીરાની અંગૂઠીની કિંમત જીબીપી 189,000 છે જે જીબીપી 150,000ના ઉચ્ચ અંદાજથી વધુ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS