DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં 1 કેરેટ વજન ધરાવતા લેબગ્રોન ડાયમંડ જીતવાની અનોખી સ્પર્ધા યોજાઈ હતી. ટેકો શેલ્સમાંથી ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડની એક કેરેટના ડાયમંડ જીતવાની સ્પર્ધાનું આયોજન મેક્સીકન બ્રાન્ડ ફાસ્ટ ફૂડ ચેઈન ટાકો બેલ દ્વારા આયોજન કરાયું હતું. ટાકો બેલ દ્વારા ટેકો શેલ ડાયમંડનું વિચિત્ર ઈનામ વિજેતા સ્પર્ધકોને આકર્ષવા માટે રાખવામાં આવ્યું હતું.
ટેકો શેલ ડાયમંડને લેબોરેટરીમાં ઉત્પાદિક કરાયા હતા જેમાં એક વર્ષનો સમય લાગ્યો હતો. ટોપ સિક્રેટ જણાવતા કંપની કહે છે કે બેસ્ટ ફ્રેન્ડની જોડી તરીકે આ નેકલેસ ઓફર કરવામાં આવ્યો છે.
ડાયમંડ ઈઝ ફોર એવર એન્ડ સો આર ફ્રેન્ડ્સ, એ ટેગલાઈન સાથે ટાકો ડાયમંડ બેસ્ટ ફ્રેન્ડ નેકલેસ સાથે અસાધારણ સેલિબ્રેશનની ઉજવણી કરે છે. કંપનીએ કેનેડામાં ગ્રાહકોને આકર્ષવા આ સ્પરધાનું આયોજન કર્યું છે, જેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી છે.
કંપનીએ કહ્યું કે અમે અમારા પ્રિય ટાકો શેલ લીધા અને લોકો માટે તેને કટ ડાયમંડમાં ફેરવી દીધા છે. 8 ડિસેમ્બરે બંધ થનારી હરીફાઈમાં બે જોડી નેકલેસ વિજેતાને મળશે. કંપની દ્વારા દરેક જોડીનું મૂલ્ય 15,000 યુએસ ડોલરથી ઓછું છે. તે 4સી વિગતો પૂરી પાડી ન હતી. હીરાનું લેબોરેટરીમાં કેવી રીતે ઉત્પાદન કરાયું તેની કોઈ માહિતી નથી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM