DIAMOND CITY NEWS, SURAT
કતારગામ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)માં એક એવી સેવા શરૂ થઇ છે જેને કારણે નાના જ્વેલર્સને ફાયદો થશે. સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખના હસ્તે આ સેવાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત સરકાર દ્વારા પ્રાયોજિત, ભારતમાં હીરા, જેમ્સ અને જ્વેલરીના ક્ષેત્રોમાં શિક્ષણની સ્વાયત્ત ઉચ્ચ સ્કૂલ છે આ સંસ્થા સુરતમાં આવેલી છે.
સુરતના નાના જ્વેલર્સોની અગવડતા દૂર કરવા કતારગામ IDI ખાતે IGI જેમોલોજીકલ સર્ટિફિકેશનની સેવાનો ગુરુવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુરત ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં સતત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સુરતના નાના જ્વેલર્સોને જ્વેલરીની શુદ્ધતા અને હીરા માટે IGI સર્ટિફિકેશનની ઘણા લાંબા સમયથી અગવડ પડી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને IGI દ્વારા કતારગામ સ્થિતિ IDI ખાતે સોનાની શુદ્ધતા અને જેમોલોજીકલ સર્ટિફિકેશનની સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે સુરતના નાના જ્વેલર્સને પણ ઈન્ટરનેશનલ માર્કેટનો લાભ મળી શકશે.
IDIના ચૅરમૅન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરતની ડિઝાઈનર જ્વેલરીની ડિમાન્ડ દિનપ્રતિદિન વધી રહી છે, પરંતુ નાના જ્વેલર્સને ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેશન વગર માર્કેટમાં સારો પ્રતિસાદ મળતો ન હતો. જેના પરિણામે નાના જ્વેલર્સને અગવડતા અનુભવી રહ્યા હતાં. IDI ખાતે જ્વેલરીની શુદ્ધતાની ચકાસણી કરી IGI સર્ટિફિકેશન આપવાની સર્વિસ અમલમાં જ હતી જેમાં 100 કેરેટથી વધુનો માલ હોય તો જ IGI દ્વારા સર્ટિફિકેશન કરવામાં આવતો હતો. જેથી તેનો લાભ માત્ર મોટો જ્વેલર્સોને જ મળતો નાના જ્વેલર્સ આ સર્ટિફેકેશનથી વંચિત રહેતા હતા. પરંતુ હવે કૂલ 100 કેરેટની જ્વેલરી હશે તો પણ IGI સર્ટિફિકેશન કરશે. જેથી નાના જ્વેલર્સ પણ હવે IGI સર્ટિફિકેશન દ્વારા તેમની જ્વેલરીનું દેશ દુનિયાના માર્કેટમાં વેચાણ કરી ધંધામાં ગ્રોથ મેળવી શકશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp