જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન (GJNRF)ને તેના 35 માં એવોર્ડ સમારોહમાં કાઉન્સિલ ફોર ફેર બિઝનેસ પ્રેક્ટિસ (CFBP) દ્વારા ચેરિટેબલ એસોસિએશન માટે જમનાલાલ બજાજ ઉચિત વ્યવહાર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહ તા. 16 મી મેના રોજ મુંબઈમાં યોજાયો હતો .
GJNRF તેની નૈતિક રીતે સંચાલિત પરોપકારી અને વાજબી વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઓળખાય છે. જીજેએનઆરએફના ચેરમેન અને જીજેઈપીસીના ભૂતપૂર્વ ચેરમેન સંજય કોઠારીએ મુખ્ય અતિથિ એચડીએફસી લિમિટેડના વાઇસ ચેરમેન અને સીઈઓ કેકી મિસ્ત્રી તેમજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બીએન શ્રીકૃષ્ણના હસ્તે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે હીરાઉદ્યોગના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
CFBP જમનાલાલ બજાજ એવોર્ડ સમારોહ ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર મુંબઈ ખાતે ગઈ તા. 16મી મેના રોજ યોજાયો હતો. આ સમારોહમાં ફેર બિઝનેસ પ્રેક્ટિસના પ્રણેતાઓને સન્માનિત કર્યા હતા. એવોર્ડ સમારોહમાં દર વખતે નાના-મોટા ઉદ્યોગકારો, ઉત્પાદકો અને ઉદ્યોગ સાહસિકોની ઉદ્યોગ જગતમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારોનો નિર્ણય ગ્રાહક સંતોષ, કર્મચારીની પ્રેરણા, પર્યાવરણીય સુરક્ષા, કાયદાનું પાલન અને CSR સહિતના પરિમાણોના આધારે કરવામાં આવે છે.
એવોર્ડ અંગે ટિપ્પણી કરતાં સંજય કોઠારીએ કહ્યું, હું GJNRF ના અગાઉના અધ્યક્ષ પ્રવીણશંકર પંડ્યા અને કેતન પરીખનો મારો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. ટ્રસ્ટના તમામ બોર્ડ સભ્યો અને GJEPC, GIA, BDB અને IGI જેવી ઉદ્યોગ સંસ્થાઓના સહકાર દ્વારા ખૂબ જ સારી રીતે ચલાવવામાં આવે છે. GJNRF ની રચના કરવાનો હેતુ જણાવતા તેઓએ કહ્યું કે, કંપનીઓ વ્યક્તિગત રીતે ચેરિટેબલ પ્રવૃતિઓ કરતી હોય છે, પરંતુ આ એવોર્ડ પ્રથાથી તે કંપનીઓ ઉદ્યોગનો ચહેરો હોવાનું અમે દર્શાવવા માગતા હતા.
કોઠારીએ અગ્રગણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્વીકારવા બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આ માન્યતા રત્ન અને આભૂષણ ઉદ્યોગ તેમજ મોટા પાયે સમાજમાં દૂરગામી અસર કરવા માટે GJNRFની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે ખૂબ જ ગર્વ સાથે કહ્યું કે, GJNRF ની આદરણીય માન્યતા રાષ્ટ્રના સર્વાંગી કલ્યાણ માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગના સમર્પણનો પુરાવો છે. ચેરિટી એ આપણા ઉદ્યોગના સિદ્ધાંતોનો અભિન્ન ભાગ છે, અને મોટાભાગના વ્યવસાયો તેમના નફાની નોંધપાત્ર ટકાવારી શાળાઓ, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમ ચલાવવા અને આફતો દરમિયાન મદદ પૂરી પાડવા માટે ખર્ચે છે.
ફાઉન્ડેશનના સ્થાપનાના દિવસોને યાદ કરતા કોઠારીએ જણાવ્યું કે કારગીલ યુદ્ધ પછી 1999 દરમિયાન કેટલાક વેપારી દિગ્ગજોએ GJNRF ટ્રસ્ટ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ ટ્રસ્ટ મુંબઈમાં નોંધાયેલ હતું, જેથી શહીદોના પરિવારો અને સંરક્ષણ માટે મદદ મળી શકે.
તેની શરૂઆતથી GJNRF એ ઘણી સખાવતી પ્રવૃત્તિઓ હાથ ધરી છે અને ચક્રવાત, ભૂકંપ, દુષ્કાળ, યુદ્ધો અને કોવિડ રોગચાળા જેવી કુદરતી આફતો દરમિયાન સમયસર સહાય અને ગતિશીલ સહાયની ઓફર કરી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM