ચીનનું બજાર ડી બિયર્સ માટે ખૂબ મહત્ત્વનું : અલ કૂક

ચીનના બજારમાં રોકાણ વધારવું અને ચીનના વિકાસ સાથે સુમેળ સાધતી વૃદ્ધિ હાંસલ કરવી ડી બિયર્સ માટે વધુ મહત્ત્વપૂર્ણ છે : અલ કૂક

China market is very important for De Beers Al Cook-1
ફોટો : શાંઘાઈમાં ડી બીયર્સ જ્વેલરી સ્ટોર
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ચીન નિશંકપણે ડી બિયર્સ ડાયમંડ જ્વેલરી માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ બજાર છે. ચીનમાં નેચરલ ડાયમંડનું બજાર 2000ની સાલમાં 1 બિલિયન ડોલર કરતાં ઓછું હતું, પરંતુ વર્ષ 2014માં તે 10 બિલિયન ડોલરનો આંકડો વટાવી ગયું હતું.

ડી બિયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે ચીનની મુલાકાત દરમિયાન ફાયનાન્સિયલ ટાઈમ્સની ચાઈનીઝ આવૃત્તિને ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે, ડી બિયર્સ માટે ચાઈનીઝ માર્કેટ ખૂબ જ મહત્ત્વનું છે. ડી બીયર્સ શાંઘાઈમાં પાંચ બુટિક ધરાવે છે. સમગ્ર ચીનમાં ડી બિયર્સના બુટીસની સંખ્યા 20થી વધુ છે.

ડી બિયર્સ દ્વારા ચીનમાં પહેલો સ્ટોર 2011માં ખોલવામાં આવ્યો હતો, જેમાં ચીની ગ્રાહકોના મનમાં ડી બીયર્સને હીરાના સપ્લાયર તેમજ ખાણિયો તરીકે સ્થાન આપ્યું હતું.

કૂકે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષ ચીન સાથે વિકાસ કરવાની સારી તક હશે. તેથી ડી બીયર્સ ગ્રુપની જ્વેલરી માટે આ દુર્લભ તકનો લાભ ઉઠાવવો આવશ્યક છે. ચીનના બજારમાં રોકાણ વધારવું અને ચીનના વિકાસ સાથે સુમેળ સાધતી વૃદ્ધિ હાંસલ કરવી ડી બિયર્સ માટે વધુ મહત્ત્વપૂર્ણ છે.

ડી બીયર્સની પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકન માટે ટેકઓવર બિડના સમાચાર બહાર પડી ગયાના ત્રણ દિવસ પછી આ ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. તેમણે એ પણ નોંધ્યું કે ચીનમાં ઘણા લોકો માનતા હતા કે લેબગ્રોન હીરા એ કુદરતી હીરા જેવા જ છે અને તે એક મોટો પડકાર હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS