વીતેલા જૂન મહિનાના બીજા સપ્તાહમાં તા. 13 થી 16 જૂન દરમિયાન ચાઈના ફેશન ગાલા યોજાયો હતો. આ ગાલામાં સરકારનું રોકાણ એ બાબતનો સંકેત આપે છે કે ચાઈનીઝ જ્વેલરી ઈન્ડસ્ટ્રીના મુખ્ય બ્રાન્ડના સ્ત્રોત તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રોફાઈલ વધારવા માટે કટિબદ્ધ છે.
જૂનના મધ્ય સપ્તાહમાં ચાઈના ફેશન ગાલા યોજાયું હતું. આ ગાલામાં ચાઈનીઝ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને ડિઝાઈન કલાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૈશ્વિક સ્તરે ચાઈનીઝ જ્વેલરી બ્રાન્ડને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે અંગે કોન્ફરન્સ કરાઈ હતી.
જ્વેલરીના મુખ્ય બજાર એવા હોંગકોંગને અડીને આવેલા શૈનઝેનના બહુમાળી જ્વેલરી મેન્યુફેક્ચરીંગ હબમમાં યોજાયેલા જાંબોરીમાં યુરોપિયન નેતાઓના એક પ્રતિનિધિમંડળને આમંત્રિત કરાયું હતું. વૈભવી વાતાવરણમાં તેઓ સાથે ચર્ચા કરાઈ હતી. આ યુરોપિયન પ્રતિનિધિમંડળે જ્વેલરી ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાતા જોઉ લિયુ ફૂ અને એલોવેમાં મેન્યુફેક્ચરીંગ યુનિટની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે શેનઝેન જ્વેલરી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી, જે ચીનમાં જ્વેલરી એજ્યુકેશનમાં મજબૂત યોગદાન આપવાની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય છે.
ચાઈનીઝ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ હવે નવી ટેક્નોલૉજી અપનાવા માંડ્યા છે. પોલિશ્ડ હીરાને વધુ ચમકાવવા માટે નવા કટ વિકસાવી રહ્યાં છે. કારીગરોની કાર્યક્ષમતા સાથે ઉત્પાદન વધારવા તેમજ ખર્ચ ઘટાડવા માટે હવે ચાઈનીઝ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ AIને આ સમગ્ર પ્રક્રિયામાં કેવી રીતે જોડી શકાય તે દિશામાં સક્રિયપણે શોધ કરી રહ્યાં છે.
ચાઈના ફેશન ગાલાની ખાસિયત એ હતી કે અહીં ભવ્ય ડિનર તથા રનવે સ્પેક્ટેકલનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ વિદેશી પ્રતિનિધિમંડળો દ્વારા નક્કી કરાયેલા ચાઈનીઝ જ્વેલરી ડિઝાઈનરોને એવોર્ડ આપી ઉજવણી કરાઈ હતી. આ એવોર્ડ ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના એડીટર્સ, ઈનફ્લુએન્ઝર્સ, સિનિયર ટ્રેડ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર (રોન ટોટાહ, કો-ફાઉન્ડર) સામેલ હતા. આ સાથે કેટલાંક કન્સલ્ટન્ટસ પણ જોડાયા હતા.
આ ઈવેન્ટમાં આશરે ડઝન જેટલા ચાઈનીઝ ફેશન મોડલ્સ દ્વારા ચાઈનીઝ ડિઝાઈનરોના ઉભરતા નવી લહેરોમાંથી નવા, અદ્યતન જ્વેલરીના પીસ રજૂ કર્યા હતા. જેમાં સ્ટાર વોલિસ હોંગનો પણ સમાવેશ થાય છે. તેઓએ મે મહિનામાં જિનિવા ખાતે અપસ્કેલ જેમજીનેવ શોમાં મોટી અસર છોડી હતી. તે વિશ્વના અગ્રણી ફાઇન જ્વેલરી રિટેલર્સમાં ગણના પામે છે.
ચાઈના વિશ્વની સૌથી મોટી ઉત્પાદક અર્થવ્યવસ્થા છે અને તે સુંદર અને કિંમતી જ્વેલરી ઉત્પાદકો માટે બેસ્ટ માર્કેટ પ્લેસ છે. ચીનનું ડાયમંડ જ્વેલરી માર્કેટ આશરે 7 બિલિયન ડોલરનું હોવાનું અનુમાન છે.
ગઈ તા. 13 થી 16 જૂન દરમિયાન ચાઈના ફેશન ગાલા ઈવેન્ટનું રાજ્ય સરકારના સમર્થન દ્વારા ઝીણવટભર્યું આયોજન કરાયું હતું જે સંકેત આપે છે કે ચાઈનીઝ જ્વેલરી ઈન્ડસ્ટ્રી પ્રત્યે સરકાર ગંભીર છે. મેન્યુફેક્ચરર્સ પણ આંતરરાષ્ટીય સ્તરે પોતાનું કદ વિસ્તારવા માંગે છે.
સ્ટાન્ડર્ડ પર ધ્યાન આપવું
કોન્ફરન્સના છેલ્લા દિવસે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જ્વેલરી મેન્યુફેક્ચરીંગ, ડિઝાઈન અને બ્રાન્ડ્સને આગળ લઈ જવાની ઘણી પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્ટાન્ડર્ડને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં મેડ ઈન ચાઈનાને ઉચ્ચ ગુણવત્તાવાળા ગુડ્સ તરીકે ઓળખવામાં આવે તેવું નક્કી કરાયું હતું. સીબ્જો વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન, રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ અને WJI 2030 જેવા જવાબદાર જૂથો સાથે સંગઠનો વિકસાવવા પર ભાર મુકાયો હતો.
મૂળ ડિઝાઈનને પ્રોત્સાહન આપવું
આ કોન્ફરન્સમાં કારીગરોની કલાને સાચવવી તેમજ ચાઈનીઝ ડિઝાઈનર્સને વિકાસ કરવા માટે મોકળાશ આપવા મામલે ચર્ચા થઈ હતી. આર્કિટેક્ટ વાલિસ હોંગે મૂળ શ્રેષ્ઠ ડિઝાઈન કૌશલ્યોને જાળવી રાખવા સૂચન કર્યું હતું. ડિઝાઈનીંગ પરંપરા, વારસાને જાળવી રાખી ચાઈનીઝ જ્વેલરી વિશ્વભરમાં નવા જ્વેલરી એમ્બેસેડર તરીકે ઝડપથી વિકસી રહી છે, જે ચીની પ્રતિભાનું નવી વેવનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
ચાઈનીઝ જ્વેલરી એજ્યુકેશનમાં રોકાણ
આ કોન્ફરન્સમાં ચાઈનીઝ જ્વેલરી ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે જ્વેલરી એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો હતો. ઉત્પાદકો, ડિઝાઈનર્સ અને બ્રાન્ડે આગલી પેઢીને તૈયાર કરવા માટે ઈમાનદારીથી આ બાબતે વિચારવું જોઈએ. તેઓએ બજારના પુર્વાનુમાનોને સમજવા માટે આ ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ એમ નિષ્ણાતોએ સૂચન કર્યું હતું.
નવી ટેક્નોલૉજીમાં રોકાણ
પોતાના કૌશલ્યને સતત વિકસાવવા માટે તથા ઉત્તમ અને ઝડપી ઉત્પાદન મેળવવા માટે ટેક્નોલોજીનો સહારો લેવો આવશ્યક હોઈ આ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ જ્વેલરી ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણ કરવાની સલાહ આપી હતી. વૈશ્વિક સ્તરની સ્પર્ધા કરતી વખતે પ્રતિસ્પર્ધીથી આગળ નીકળવા માટે સર્વોચ્ચ શિલ્પ કૌશલ્ય અને નવા જ્વેલરી ગ્રાહકો દ્વારા નિર્ધારિત કડક નિયમોનું પાલન કરવા માટે સ્થિરતા આવશ્યક છે.
આંતરરાષ્ટ્રીય ભાગીદારી
કોઈ એકલું પ્રગતિ કરી શકે નહીં. વૈશ્વિક સ્તરે વિકાસ સાધવો હોય તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાગીદારી કરવી તેમજ સહયોગ મેળવવો આવશ્યક છે. અનુભવી ઉદ્યોગકારો પાસેથી શીખવા માટે પણ આ ખૂબ જરૂરી છે.
ટ્રૅકિંગ એન્ડ યુઝ
ઉત્પાદન ખર્ચ ઘટવા સાથે તેની કૅપેસિટી વધે તે માટે પણ ચાઈનીઝ ઉત્પાદકોએ ઘણું શીખવાનું છે. તે માટે ટ્રેક કરી તેનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ ક્ષેત્રમાં AIનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનું શીખવું હોય તો સતત તેને ટ્રેક કરી તેનો ઉપયોગ કરવો પડશે.
ચાઇનાના જ્વેલરી ઉદ્યોગ દ્વારા ભવિષ્યમાં નવીનતમ ઉત્પાદન તકનીકો અને ડિઝાઈન પ્રેરણા પ્રદર્શિત કરવા અને સમગ્ર વિશ્વમાં “મેડ ઇન ચાઇના” ઇનોવેશનની ઉજવણી માટે ઝુંબેશને આગળ ધપાવવા માટે સમાન ઇવેન્ટ્સનું આયોજન કરવાની અપેક્ષા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM