બીજા ક્વાર્ટરમાં ચાઉ તાઈ ફૂકના રિટેલ સેલ્સમાં 5.8 ટકાનો વધારો

રોગચાળા પહેલાં સ્તરના 80 ટકા સુધી પહોંચી ગઈ છે. હોંગકોંગ અને મકાઉમાં રિટેલ સેલ્સ ત્રણ મહિનામાં 54.1 ટકા વધ્યું હતું.

Chow Tai Fook's retail sales rose 5.8 percent in the second quarter
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી કંપની ચાઉ તાઈ ફૂકે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરના રિટેલ સેલ્સનો રિપોર્ટ જાહેર કર્યો છે. કંપની અનુસાર તેમના સેલ્સના મૂલ્યમાં 5.8 ટકાનો વધારો થયો છે, જે ચીન મેઈનલેન્ડથી હોંગકોંગ તરફ પ્રવાસીઓના ધસારાના કારણે છે.

જોકે, ચીનમાં વેચાણ જ્યાં કંપની  7200થી વધુ આઉટલેટ ધરાવે છે. ત્યાં માત્ર 0.6 ટકાની જ વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. ચીનમાં બીજા ક્વાર્ટર દરમિયાન વેચાણ સપાટ રહ્યું હતું.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં હોંગકોંગની મુલાકાત લેતા મેઈનલેન્ડ ચાઈનાના પ્રવાસીઓની સંખ્યા વધી છે. રોગચાળા પહેલાં સ્તરના 80 ટકા સુધી પહોંચી ગઈ છે. હોંગકોંગ અને મકાઉમાં રિટેલ સેલ્સ 30 સપ્ટેમ્બરથી ત્રણ મહિનામાં 54.1 ટકા વધ્યું હતું.

બજારની વર્તમાન પરિસ્થિતિ જોતા કંપનીએ જણાવ્યું હતું કે ક્વિક્સી અને નેશનલ ડેની રજાઓ (25 સપ્ટેમ્બર, 5 ઓક્ટોબર)ના તહેવારોના સમયગાળા દરમિયાન મેઈનલેન્ડ માર્કેટમાં ગતિશીલતા અને રિટેલ એક્ટિવિટીની નક્કર રિક્વરી જોવા મળી છે.

કંપની કહે છે કે તે તેની ભાવિ ગ્રોથ સ્ટ્રેટજીના ભાગરૂપે માર્જિન એક્સપાન્શન અને ઈક્વિટી તેમજ મૂડીમાં સુધારેલા વળતર સાથે કમાણી વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS