DIAMOND CITY NEWS, SURAT
જાણીતા ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે પેરિસમાં યોજાયેલી હરાજીમાંથી 8 મિલિયન ડોલરની કમાણી કરી છે. જે આ વર્ષે ફ્રાન્સમાં જ્વેલરીની હરાજીમાં સૌથી વધુ છે. પેરિસમાં આ ઓક્શન 1 થી 15 ડિસેમ્બર વચ્ચે ચાલ્યું હતું.
આ જોએલેરી પેરિસ સેલમાં ટોચની આઈટમ તરીકે રાઉન્ડ બ્રિલિયન્ટ કટ 6.57 કેરેટના ડી કલર ફ્લોલેસ હીરામાંથી બનેલી રિંગ રહી હતી. તેની અંદાજીત કિંમત 385,476 ડોલર હતી. ક્રિસ્ટીઝે આ ઓક્શનમાં કુલ 87 લોટ ઓફર કર્યા હતા. જેમાં 24 દેશોમાંથી બિડર્સે ભાગ લીધો હતો. અંદાજીત રકમ કરતા વધુ કિંમતમાં જ્વેલરી વેચાઈ હતી.
પ્રખ્યાત જ્વેલરી હાઉસની કિંમતી ઘરેણાં જેમાં વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ, કાર્ટિયર, બાઉશેરોન અને હેરી વિન્સ્ટને પણ ખાનગી કલેક્શનમાંથી સારું પ્રદર્શન કર્યું હતું.
અહીં ટોચની 10 જ્વેલરી રજૂ કરાઈ છે.
રાઉન્ડ અને ઓવલ શેપ તેમજ બટન અને બેરલ આકારના મોતી અને સિંગલ કટ તેમજ રાઉન્ડ હીરા ધરાવતો ગળાનો હારને હરાજીમાં 302,984 ડોલરમાં વેચવા માટે મૂકવામાં આવ્યો હતો, જે તેના ઉચ્ચ અંદાજ કરતા બમણી કિંમતે વેચાયો હતો.
એમરલ્ડ કટનો 10.57 કેરેટનો આઈ કલર વીવીએસ 2ની ક્લેરિટી ધરાવતા ડાયમંડ સેન્ટર સ્ટોન સાથે ટેપર્ડ બેગ્યુટ કટ સાઈડ સ્ટોન્સ ધરાવતી આ રિંગ 234,124 ડોલરમાં વેચાઈ છે, જે તેની અંદાજીત 150,000 ડોલરની કિંમત કરતા વધુ હતી.
ક્રિસ્ટીઝના ઓક્શનમાં રાઉન્ડ બ્રિલિયન્ટ કટ 5.04 કેરેટ, ઈ કલરના ફ્લોલેસ હીરાની વીંટી તેના 163,952 અંદાજ કરતા વધુ 206,580 ડોલરમાં વેચાઈ છે.
વેન ક્લીફ આશરે 3.50 થી 4.50 કેરેટ અને 9.50થી 11.50 કેરેટ વજનના ગોળાકાર અને પિઅર કટ એમરલ્ડ તેમજ રાઉન્ડ અને ટેપર્ડ બેગ્યુટ કટ ડાયમંડ દર્શાવતા આર્પેલ્સ બ્રોચની કિંમત 165,264 ડોલર આંકવામાં આવી હતી, પરંતુ ઓક્શનમાં તે ચાર ગણી કિંમતે વેચાયો હતો.
રાઉન્ડ બ્રિલિયન્ટ કટ 5.28 કેરેટ એફ કલર વીવીએસ 1 ક્લેરિટીની ડાયમંડની વીટીએ તેની અંદાજિત 165,264 ડોલરની રકમ હાંસલ કરી હતી.
કુશન ફૅન્સી સ્ટેપ કટ સિલોન સેફાયર જડેલા અષ્ટકોણ આકારના ખૂબ સુંદર દેખાતા ઝૂમખાનું કુલ વજન 73.36 કેરેટ છે. તેમાં 8.69 કેરેટના વજન સાથે માર્કિવઝ અને પિઅર કટ ડાયમંડ છે. તેની 76,511 કિંમત અંદાજવામાં આવી હતી પરંતુ તેનાથી વધુ 151,492 ડોલરમાં તે વેચાયા હતા.
ડિઝાઈનર રોજર હેમન દ્વારા બનાવાયેલા એમરલ્ટ કટ 7.67 કેરેટના એચ કલર એસએન ક્લેરિટી ધરાવતી હીરાની વીંટી તેના 65,581ના ઉપલા અંદાજથી વધુ 151,492 ડોલરમાં વેચાઈ હતી.
ગોળાકાર બટન અને ઓવર ખારા પાણીના કુદરતી મોતીમાંથી બનેલો નેકલેસ ખુબ જ સુંદર હતો તેમાં જૂના કટ હીરા જડવામાં આવ્યા હતા. આ સુંદર નેકલેસની 54,651 ડોલર કિંમત અંદાજવામાં આવી હતી પરંતુ તે 137,720 ડોલરમાં વેચાઈ હતો.
કોલંબિયન એમરલ્ડમાંથી બનેલા પેન્ડન્ટમાં 19 અને 21 કેરેટના વજનના જૂના કાપેલા હીરા જડવામાં આવ્યા હતા. આ પેન્ડેન્ટે 87,441 ડોલરની અંદાજીત કિંમત કરતા વધુ 123,948 ડોલર મેળવ્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM