વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન (CIBJO)એ Kering ગ્રૂપ ઓફ લક્ઝરી બ્રાન્ડ્સ સાથે કેરિંગ જનરેશન એવોર્ડ X જ્વેલરી લૉન્ચ કરવા માટે ભાગીદારી કરી રહ્યું છે. આ એવોર્ડ લૉન્ચ કરવાનો હેતુ વિઝનરી ટેલન્ટને સપોર્ટ કરવાનો છે કે જેમનું કાર્ય જ્વેલરી ઉત્પાદનમાં સસ્ટેનેબલ ડિઝાઈન અને પ્રેક્ટિસમાં શ્રેષ્ઠતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય હરીફાઈનું સંકલન Poli.Design દ્વારા કરવામાં આવશે, જે ઇટાલીની અગ્રણી ટેકનિકલ યુનિવર્સિટી, Politecnico di Milanoનું એક કન્સોર્ટિયમ છે.
“Second Chance, First Choice,” થીમ હેઠળ લોન્ચીંગ, કચરાને સંસાધન તરીકે ફરીથી કલ્પના કરીને વેસ્ટ મટિરિયલમાંથી જ્વેલરી બનાવવા “કેરીંગ જનરેશન એવોર્ડ X જ્વેલરી” જ્વેલરી ડિઝાઈન સ્કૂલ અને ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ્સમાં વિદ્યાર્થીઓને આમંત્રિત કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય સર્જનાત્મક પુનઃઉપયોગની સંભવિતતાની શોધ કરીને કચરાના પરંપરાગત ખ્યાલને પડકારવાનો છે.
સહભાગીઓને એક જ્વેલ ડિઝાઈન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, પછી ભલે તે સિંગલ પીસ હોય કે કલેક્શન. કચરાને મૂલ્યવાન વસ્તુમાં રૂપાંતરિત કરે, અને આમ કરીને તેમની સર્જનાત્મકતાની અમૂર્ત શક્તિને બહાર કાઢે.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં 10 વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થશે જે જ્વેલરી અને સસ્ટેનીબિલીટી પર અભ્યાસક્રમો ઓફર કરે છે અને જ્વેલરીમાં પહેલેથી જ સક્રિય હોય તેવા સ્ટાર્ટ-અપ્સ સામેલ છે.
સબમિટ કરાયેલા તમામ પ્રોજેક્ટ્સમાંથી ચાર ફાઇનલિસ્ટ, બે વિદ્યાર્થીઓની કેટેગરીમાંથી અને બે સ્ટાર્ટ-અપ કેટેગરીમાંથી, આવતા વર્ષે જૂનમાં લાસ વેગાસમાં 2025 JCK શોમાં જ્યુરી સમક્ષ રજૂ કરવામાં આવશે.
CIBJO પ્રેસિડેન્ટ Gaetano Cavalieri જણાવ્યું હતું કે, CIBJO એ એવા પ્રોજેક્ટનો ભાગ હોવાનો ગર્વ અનુભવે છે જે આપણા ઉદ્યોગમાં તેમનું પ્રથમ પગલું પાડી રહેલા પ્રથમ જ્વેલર્સમાં ઇનોવેશન અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. અને તે જ સમયે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે એક ઉદ્યોગ તરીકેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, અને ખાસ કરીને જે પર્યાવરણોમાં આપણે રહીએ છીએ તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું લક્ષ્ય રાખે છે.
મિલાનની પોલિટેકનિકના જ્વેલરી હેડ અને એવોર્ડ માટે સાયન્ટિફિક કો-ઓર્ડિનેટર Professor Alba Cappellieriએ કહ્યું કે, “કેરિંગ જનરેશન એવોર્ડ X જ્વેલરી” ઇનોવેશન અને સસ્ટેનીબિલીટીના મૂલ્યોનું પ્રતીક છે. જે ભવિષ્યને આકાર આપવા માટે જરૂરી છે જ્યાં સુંદરતા નીતિશાસ્ત્ર સાથે સંરેખિત થાય છે.
વિશ્વભરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સમાંથી યુવા પ્રતિભાઓને એકસાથે લાવીને, અમે એક સહયોગી પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જે સર્જનાત્મકતા અને ટકાઉપણાની ઉજવણી કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube