CIBJO released a pre-congress report giving guidance on jewellery marketing
© સીબ્જો
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જયપુરમાં સીબ્જો 2023 કોંગ્રેસના કાર્યક્રમની ઊંધું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ જોનાથન કેંડલની અધ્યક્ષતામાં સીબ્જો માર્કેટિંગ એન્ડ એજ્યુકેશન કમિશને પહેલા પ્રિ-કોંગ્રેસસ સ્પેશ્યિલ રિપોર્ટનું અનાવરણ કર્યું છે. આ રિપોર્ટ એવા ગતિશીલ પરિવર્તનો પર પ્રકાશ ફેંકે છે જેના લીધે જ્વેલરી માર્કેટિંગના લેન્ડસ્કેપને જ બદલી નાખ્યું અને ઉદ્યોગના ઉજ્જવળ ભાવિ માટે મૂલ્યવાન દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો છે.

વીતેલા પાંચ દાયકામાં જ્વેલરી સેક્ટરની માર્કેટિંગ સ્ટ્રેટજીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ફક્ત સમૃદ્ધિ અને લક્ઝરીને પ્રોત્સાહન આપવાથી માર્કેટ દૂર રહ્યું છે. તેના બદલે જ્વેલરી ઇન્ડસ્ટ્રી વધુ ભાવનાત્મક રીતે માર્કેટિંગ કરતું થયું છે. ઈમોશન્સ પ્રત્યે વધુ ધ્યાન આપ્યું છે. કેન્ડલના મતે આધુનિક માર્કેટિંગ કેમ્પેઈન હવે ગ્રાહકોના વિકસતા મૂલ્યો અને પ્રાથમિકતાઓ સાથે મેળ ખાતા થયા છે. નવી માર્કેટિંગ સ્ટ્રેટજી ગ્રાહકો સાથે પર્સનલ રિલેશન બનાવે છે.

જ્વેલરી માર્કેટિંગમાં સફળતાની ચાવી ગ્રાહકોની પસંદગીને સમજવું અને બજારના ટ્રેન્ડ પ્રત્યે જાગૃત રહેવું છે. આ બંને બાબતો સમજી ટેક્નોલૉજીનો યોગ્ય લાભ ઉઠાવવામાં આવે તો સળતાથી જ્વેલરી વેંચી શકાય છે. જ્વેલર્સે માર્કેટિંગ સ્ટ્રેટજીમાં સ્ટોરીઝ કહેવા પર ભાર મુકવો જોઈએ. ગ્રાહકો સાથે મીનીંગફૂલ પાર્ટનરશિપ થાય તેવી સ્ટોરી આગળ લાવવી જોઈએ. ઓમ્ની ચેનલ અભિગમ અપનાવવો અને પર્સનલ એક્સપિરીયન્સ ઓફર કરવા જોઈએ. રિટેલર્સ અને બ્રાન્ડ બંને તેમના ટાર્ગેટ ઓડિયન્સ સાથે કાયમી સંબંધો સ્થાપિત કરી શકે છે.

સીબ્જો માર્કેટિંગ અને એજ્યુકેશન કમિશનના પ્રમુખે સીબ્જો કોંગ્રેસ સીબ્જો એકેડેમી ખાતે આગામી લોન્ચિંગની ઝલક પણ પૂરી પાડી હતી. આ નવતર પહેલનો ઉદ્દેશ્ય પ્રાથમિક સ્ત્રોત સામગ્રી તરીકે સીબ્જો બ્લુ બુક્સનો ઉપયોગ કરીને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો પ્રસાર કરવાનો છે. સીબ્જો એકેડેમીમાં સહભાગિતા અને તેના શૈક્ષણિક કાર્યક્રમો હાજરી આપનારને સીબ્જો દ્વારા પ્રમાણિત “જ્વેલરી ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ” તરીકે માન્યતા આપશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH