વેડિંગ રિસોર્સ The Knotએ ગયા સપ્તાહમાં બહાર પાડેલા સર્વેક્ષણમાં જણાવ્યું છે કે “સ્ટડીમાં ભાગ લેનારા ગ્રાહકોએ એન્ગેજમેન્ટ રીંગ પાછળ આ વર્ષે 5,800 ડોલરનો ખર્ચ કર્યો જે ગયા વર્ષે 6,000 ડોલરનો હતો. મતલબ કે ગયા વર્ષની સરખામણીએ એન્ગેજમેન્ટ પાછળ એવરેજ 200 ડોલરનો ખર્ચ ઓછો કર્યો હતો.
રિપોર્ટમાં ઘટાડાનું કારણ જણાવતા કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો વર્ષ 2022માં 36 ટકા લેબગ્રોન સેન્ટર સ્ટોનની ખરીદી થઇ. સ્ટડીમાં ભાગ લેનારા એક તૃત્યાંશ ગ્રાહકોએ એન્ગેજમેન્ટ રીંગ પાછળ 1,000 ડોલર થી 4,000 ડોલરનો ખર્ચ કર્યો હતો.”
Pandora, Blue Nile, Grown Brilliance જેવી મેજર જ્વેલરી બ્રાન્ડસે ગયા વર્ષે તેમના લેબગ્રોન ડાયમંડનું વિસ્તરણ કર્યું હતું. The Knotએ સમજાવ્યું હતું કે વધુ કપલ લેબગ્રોન ડાયમંડ પસંદ કરે છે, જેની કિંમત ઓછી હોય છે, ડેટા એ પણ બતાવે છે કે ઐતિહાસિક સ્તરોની તુલનામાં કેરેટની સાઇઝમાં વધારો થયો છે.
સૌથી વધુ લોકપ્રિય એન્ગેજમેન્ટ રીંગ સ્ટોન હતા ડાયમંડ, જે સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોમાંથી 85 ટકા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા, જે વર્ષ 2017ની સરખામણીએ 1 ટકો વધારે છે.
લગભગ 23 ટકા સ્ટોનનું વજન 2 કેરેટથી વધારે હતું. વર્ષ 2019ની સરખામણીએ 11 ટકા વધારે છે. The Knotએ સર્વેમાં જાણ્યું કે, લગભગ 42 ટકા લોકોએ વ્હાઇટ ગોલ્ડ પર પસંદગી ઉતારી હતી, જે પાંચ વર્ષ અગાઉની સરખામણીએ 19 ટકા ઘટાડો બતાવે છે.
એન્ગેજમેન્ટ રીંગ માટે સૌથી વધારે ખરીદાયેલા હીરામાં રાઉન્ડ હીરાનો મોટો ફાળો હતો, 37 ટકા કપલોએ રાઉન્ડ ડાયમંડ પસંદ કર્યા હતા. ઓવેલ ડાયમંડની લોકપ્રિયતા વધી છે. સર્વેમાં 21 ટકા લોકોએ ઓવેલ ડાયમંડ પસંદ કર્યા હતા જે વર્ષ 2017માં 7 ટકા હતી.
દરમિયાન, લગ્નનો સરેરાશ ખર્ચ વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 35,800 ડોલર થયો. સૌથી મોંઘા લગ્ન ન્યૂયોર્કમાં યોજાયા હતા, જેની સરેરાશ 60,000 ડોલર હતી, જ્યારે સૌથી ઓછા ખર્ચાળ ફોનિક્સ, એરિઝોનામાં હતા, જેની સરેરાશ 24,000 ડોલર હતી.
The Knot 2022માં લગ્ન કરનાર લગભગ 12,000 યુગલોનો સર્વે કર્યો હતો
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM