DIAMOND CITY NEWS, SURAT
સિન્થેટીક ડાયમંડ પ્રત્યે પ્રેમ ધરાવતા ગ્રાહકો માટે ચેતવણી જાહેર થઈ છે. છેલ્લાં કેટલાંક સમયથી સિન્થેટીક ડાયમંડના ભાવ તૂટી રહ્યાં છે. છતાં કેટલાંક રિટેલર્સ નેચરલ ડાયમંડની કિંમતો સાથે તેની સરખામણી કરીને તેની કિંમત ઊંચી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે. કન્ઝ્યુમર્સને લાગે છે કે તેમને સારો સોદો મળી રહ્યો છે પરંતુ તેવું નથી. સિન્થેટિક્સનો વેપાર નેચરલ ડાયમંડ માટે રેપાપોર્ટ રેટ ઈન્ડેક્સ કરતા 98 ટકા જેટલો નીચો છે.
સિન્થેટિક્સ ડાયમંડના ભાવો દરેક ઠેકાણે અલગ છે. વોલમાર્ટ 3 કેરેટ, રાઉન્ડ, એફ-જી, વીએસ1-વીએસ2, સિન્થેટીક ડાયમંડ સોલિટેર રિંગ 2,975 ડોલરમાં વેચે છે, જ્યારે સિગ્નેટની બ્લુ નાઈલ સમાન 3.00 કેરેટ, રાઉન્ડ, જી, વીએસ1 સિન્થેટીક ડાયમંડ સોલિટેર રિંગ 8,190 ડોલરમાં વેચે છે. તે સમાન રિંગ માટેની કિંમતમાં 275 ટકાનો તફાવત દર્શાવે છે.
કેટલાંક જ્વેલર્સ સિન્થેટીક ડાયમંડને બજારમાં આગળ મુકી રહ્યાં છે કારણ કે તેઓ મોટા નફાનું માર્જિન કમાઈ શકે છે. જોકે, આ લાંબુ ચાલશે નહીં. કારણ કે સિન્થેટીક ડાયમંડની કિંમતો કેરેટ દીઠ દસ ડોલર સુધી તૂટી રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે બજારમાં સિન્થેટીક ડાયમંડ્સનો પુરવઠો ખૂબ મોટી માત્રામાં ઉપલબ્ધ છે.
વેડિંગ, એંગેજમેન્ટ રિંગ તરીકે સસ્તાં હીરા ખરીદવા કે નહીં તે ગ્રાહકની પસંદગી છે. જોકે, સિન્થેટિક ડાયમંડ્સ પર હજારો ડોલરનો ખર્ચ કરનારા ગ્રાહકો ગંભીર રીતે વધુ ચૂકવણી કરી રહ્યાં છે. ગ્રાહકોએ ધ્યાન રાખવું જોઈએ કે સિન્થેટિક ડાયમંડ નેચરલ ડાયમંડ જેવા નથી. કારણ કે નેચરલ ડાયમંડ દુર્લભ અને મોંઘા હોય છે. સિન્થેટીક ડાયમંડ રિઅલ ડાયમંડ નથી, તેઓ કિંમત જાળવી રાખતા નથી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM