કપલ્સ એંગજમેન્ટ રીંગ માટે મોટા ડાયમંડ ખરીદી રહ્યા છે, તેમાંથી અડધા લેબગ્રોન પર પસંદગી ઉતારી રહ્યા છે

ધ નોટના રિયલ વેડિંગ્સ સ્ટડી અનુસાર છે, જેણે 9,000થી વધુ અમેરિકન યુગલોના મહત્ત્વના દિવસ સગાઈ માટેના તમામ પાસાઓ પર સર્વેક્ષણ કર્યું હતું.

Couples buying large diamonds for engagement rings Half of them are opting for lab grown
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુગલો તેમની એંગજમેન્ટ રીંગ માટે પહેલા કરતાં વધુ મોટા હીરા ખરીદી રહ્યાં છે, લગભગ અડધા લેબગ્રોન ડાયમંડ પર પસંદગી ઉતારી રહ્યા છે.

ધ નોટના રિયલ વેડિંગ્સ સ્ટડી અનુસાર છે, જેણે 9,000થી વધુ અમેરિકન યુગલોના મહત્ત્વના દિવસ સગાઈ માટેના તમામ પાસાઓ પર સર્વેક્ષણ કર્યું હતું.

ત્રણમાંથી એક સગાઈની વીંટી હવે 2.0 કેરેટથી વધુ વજન ધરાવે છે, જેમાં સાઈડ સ્ટોન અને એક્સેંટનો સમાવેશ થાય છે. જે 2019ના કોરાના મહામારી પહેલા કરતાં 10 ટકાનો વધારો છે.

અહેવાલમાં જણાવાયું છે કે, લેબગ્રોન ડાયમંડ વૃદ્ધિ આ વધારામાં ફાળો આપે છે કારણ કે તે સામાન્ય રીતે નેચરલ ડાયમંડ કરતાં ઓછા ખર્ચાળ હોય છે.

એકંદરે, 46 ટકા સેન્ટર સ્ટોન લેબગ્રોન ડાયમંડ હતા જે 2019 કરતાં લગભગ ચાર ગણા વધારે છે.

ડાયમંડ અત્યાર સુધીમાં સૌથી વધુ લોકપ્રિય પથ્થર છે (85 ટકા), ત્યારબાદ મોઝેનાઈટ આવે છે જે ખાસ કરીને GEN Z યુગલોમાં લોકપ્રિય છે.

2015ની સરખામણીમાં સોલિટેર ડાયમંડ10 ટકા વધુ લોકપ્રિય છે સાઈડ સ્ટોન – Accents 12 ટકા ડાઉન છે.

રાઉન્ડ સાઈઝ હજુ પણ સૌથી લોકપ્રિય આકાર છે અને 34 ટકા યુગલો દ્વારા પસંદ કરવામાં આવે છે, પરંતુ 2015થી આમાં 15 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે અંડાકાર 23 ટકા અને પિઅર-ટીઅરડ્રોપ 8 ટકા વધી રહ્યા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS