ભાગેડુ ભારતીય હીરાના વેપારી જતીન મહેતા અને તેમના પરિવારને તેમની 932 મિલિયન ડોલરની સંપત્તિ પર વિશ્વ વ્યાપી ફ્રીઝિંગ ઓર્ડર (WFO) હોવા છતાં, જીવન ખર્ચ માટે અઠવાડિયામાં 30,000 ડોલરથી વધુ ખર્ચ કરવાની મંજૂરી છે.
ભારતીય સમાચાર અને અર્થવ્યવસ્થા વેબસાઇટે કરેલી તપાસમાં બ્રિટિશ અદાલત દ્વારા નિર્ધારિત ખર્ચ મર્યાદાની વિગતો બહાર આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના માર્ચમાં કોર્ટના આદેશમાં, 1 બિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપી જતીન મહેતા અને પત્ની સોનિયા મહેતાને 64,000 ડોલર (50,000 પાઉન્ડ) અને તેમના પુત્ર સૂરજ મહેતાને 5 સપ્તાહના રોટેશનમાં ખર્ચવાની મંજૂરી આપે છે.
તેમનો બીજો પુત્ર વિશાલ મહેતા દર મહિને 55,000 ડોલર(43,333 પાઉન્ડ) ખર્ચી શકે છે.
તે ચાર જણના પરિવાર માટે અઠવાડિયાના 30,000 ડોલર કરતાં વધુ છે, જેમાં કાનૂની ખર્ચનો સમાવેશ થતો નથી.
ફેબ્રુઆરીમાં જતીન મહેતા WFOને હટાવવાની કાનૂની બિડમાં નિષ્ફળ ગયો હતો.
ભાગેડુ જતીન મહેતા પર 2013માં તેમની કંપનીઓ વિન્સમ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ અને ફોરએવર પ્રેશિયસ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડને આપવામાં આવેલા 1 બિલિયન ડોલર માટે 15 ધિરાણકર્તા બેંકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
મહેતા પર એવો પણ આરોપ છે કે તેણે તેના લેબમાં ઉગાડેલા હીરાના કારોબારને ફંડ આપવા માટે શ્રેણીબદ્ધ શેલ કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરી હતી. જતીન મહેતા તમામ આરોપોને નકારે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM