DIAMOND CITY NEWS, SURAT
મંદીમાં સંયમ જોવા મળતું હોય છે પરંતુ તેજીના સમયમાં ધીરજ, સંયમ જેવા સિદ્ધાંતો હાંસિયામાં ધકેલાઈ જાય છે અને વધુ કમાવી લેવાની લાલચ સાથે બજારમાં ઉત્પાદકો, ટ્રેડર્સ બધા જ નફા તરફ આંધળી દોટ મૂકે છે. પરિણામે વધુ પડતી ખરીદીનું વલણ જોવા મળે છે અને ઉદ્યોગ પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે. પરિણામે બજાર પોતાની સંવેદનશીલતા ગુમાવી દઈને મંદીની ગર્તામાં ધકેલાતું હોય છે.
હીરા ઉદ્યોગમાં દાયકાઓથી એક કહેવત પ્રચલિત છે. તમે કેવી રીતે વેચો છે તે નહીં પરંતુ કેવી રીતે ખરીદો છે તેની પર સફળતાનો આધાર રહેલો છે. તેનો અર્થ એવો કે ડાયમંડ અને જ્વેલરી માર્કેટ માટે સૌથી મોટી ચેલેન્જ સારા સમય દરમિયાન બજારની દોડ એ મોટી ચેલેન્જ છે. મંદીમાં સંયમ જોવા મળતું હોય છે પરંતુ તેજીના સમયમાં ધીરજ, સંયમ જેવા સિદ્ધાંતો હાંસિયામાં ધકેલાઈ જાય છે અને વધુ કમાવી લેવાની લાલચ સાથે બજારમાં ઉત્પાદકો, ટ્રેડર્સ બધા જ નફા તરફ આંધળી દોટ મુકે છે. પરિણામે વધુ પડતી ખરીદીનું વલણ જોવા મળે છે અને ઉદ્યોગ પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે. પરિણામે બજાર પોતાની સંવેદનશીલતા ગુમાવી દઈને મંદીને ગર્તામાં ધકેલાતું હોય છે.
ડાયમંડ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી હાલમાં ભારે દુર્દશાની સ્થિતિમાં છે. કોરોના મહામારી બાદ વર્ષ 2021 અને 2022ના પહેલાં ક્વાર્ટરમાં જ્યારે બજારમાં મજબૂત રિક્વરી જોવા મળી હતી ત્યારે ઉત્પાદકો, ઉદ્યોગકારોએ સમજદારીપૂર્વક ખરીદી કરી હોત તો વર્તમાન તણાવપૂર્ણ મંદીની સ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત.
રફના બજારમાં અનિવાર્ય પુલબેક હાલમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આક્રમક ખરીદી અને મોટા ભાગે કૃત્રિમ રીતે ઊંચે લઈ જવાયેલા રફના ભાવોના લીધે આ સ્થિતિ પરિણમી છે. આ વખતે જ્વેલરી સેગમેન્ટમાં પણ એવું જ કંઈ જોવા મળ્યું. જ્યાં રિટેલરોએ કોવિડ 19 પછીના સમયગાળા દરમિયાન વધુ પડતી ખરીદી કરી હતી. જોકે, અમને દુરંદેશીતાનો લાભ મળ્યો છે. જ્વેલર્સ અને ઉત્ાપદકો બંને જ પાછલા ડાયમંડ એન્ડ જ્વેલરી માર્કેટમાં ડાઉનફોલનો અનુભવનો લાભ ઉઠાવી પોતાની ઈન્વેન્ટરી પર નિયંત્રણ રાખી સતર્ક દ્રષ્ટિકોણ અપનાવી શકતા હતા, પરંતુ તેમ થયું નહીં.
હવે જ્યારે રિટેલ બજાર ઠંડું પડ્યું છે અને જ્વેલર્સને 2022ના મધ્યથી જ પોતાના ઓર્ડર ઓછા કરી દીધા છે, ત્યારે જૂની પરિચિત પેટર્ન સામે આવી છે. ઉત્પાદકો અને ડીલરો પાસે પોલિશનો મોટો સ્ટોક જમા થયો છે અને આ તરફ પોલિશની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
1 કેરેટ હીરાના ભાવો રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ અનુસાર વર્ષના પહેલાં સાત મહિનામાં 10.9 ટકા ઘટ્યા છે. 2022માં 10.7 ટકા ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ હવે જાન્યુઆરી 2020માં નોંધાયેલા તેના કોવિડ 19 પહેલાંના સ્તરથી 1.2 ટકા નીચે છે. દરમિયાન જે રિક્વરી જોવા મળી હતી તે લગભગ સમાપ્ત થઈ છે.
રેપી અનુસાર પ્રતિ કેરેટ 100 ડોલર સરેરાશ કિંમત છે. રેપનેટ પર વેચાણ માટે ઓફર કરવામાં આવેલા ટોચના 25 ગુણવત્તાવાળા રાઉન્ડ હીરા (ડીએચ, આઈએફ-વીએસટુ, જીઆઈએ ગ્રેડેડ, રેપસ્પેસ એ3 અને વધુ સારા) માંથી દરેક માટે 10 ટકા શ્રેષ્ઠ કિંમતના હીરા છે.
RAPI એ સો $/ct માં સરેરાશ પૂછવાની કિંમત છે. RapNet® પર વેચાણ માટે ઓફર કરવામાં આવેલા ટોચના 25 ગુણવત્તાવાળા રાઉન્ડ હીરા (D-H, IF-VS2, GIA-ગ્રેડેડ, RapSpec-A3 અને વધુ સારા)માંથી દરેક માટે 10% શ્રેષ્ઠ કિંમતના હીરા.
કદાચ ઉદ્યોગ મંદીની આગાહી કરી શક્યો ન હોત. છેવટે મંદી મોટા ભાગે યુએસની આર્થિક સમજદારીને લીધે છે. જેમાં લેબમાં તૈયાર થતા હીરાની સ્પર્ધા પણ ભાગ ભજવે છે. વધતા વ્યાજ દરો અને ફુગાવાએ ગ્રાહકોને બચત કરવા પ્રેર્યા છે તેથી ખર્ચ ઘટ્યો છે.
વધતી જતી સાવધાની
જ્વેલર્સે તાજેતરમાં વધુ સાવધાનીભર્યું વલણ અપનાવ્યું હોવાનું જોવા મળ્યું છે. યુએસમાં જ્વેલરી સેક્ટરની સૌથી મોટી સ્પેશ્યિાલિટી રિટેલર સિગ્નેટ જ્વેલર્સ કંપનીએ 2023ના બાકીના મહિનાઓ માટે તેમનો અંદાજ ઘટાડયો હતો. તાજેતરના ટ્રેન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે જે બીજા ક્વાર્ટરમાં પણ ચાલુ રહ્યો હતો. જેમાં અપેક્ષા કરતા મધર્ડ ડેની આવક નરમ રહી હતી. ગ્રાહકો પર મેક્રોઈકોનોમિકનું દબાણ વધ્યું છે. વધુ પ્રાઈસ પોઈન્ટ્સ પર અને જલદ સ્પર્ધાત્મક ડિસ્કાઉન્ટિંગના લીધે બજાર પર દબાણ વધ્યું છે. 8 જૂનના રોજ પ્રકાશિત અહેવાલમાં પ્રથમ ક્વાર્ટરના કમાણીના અહેવાલમાં બજારની તણાવભરી સ્થિતિનું વર્ણ કરાયું હતું.
અમેરિકન પરિવારો પાસે ખર્ચ માટે ઓછા પૈસા છે. યુએસ બ્યુરો ઓફ ઈકોનોમિક એનાલિસિસ (ગ્રાફ જુઓ) દ્વારા પ્રકાશિત થયેલા તાજેતરના ડેટા અનુસાર ખર્ચ કરવા લાયક આવક અને વ્યક્તિગત બચ જૂનમાં ઘટીને 4.3 ટકા થઈ ગઈ છે. 2022ની શરૂઆતથી આ આંકડો ઐતિહાસિક નીચલા સ્તરે છે. જ્યારે તે રોગચાળાના સમયગાળા દરમિયાન 33 ટકા સુધી વધ્યો હતો. જ્યારે અમેરિકન પરિવારોએ ટ્રાવેલિંગ પર ઓછો ખર્ચ કર્યો હતો અને મુશ્કેલ સમયમાં તેમને ગર્વમેન્ટ તરફથી રાત ચેક મળ્યા હતા તેનો ઉપયોગ લક્ઝરી આઈટમ્સ ખરીદવામાં કર્યો હતો.
બ્યુરો ઓફ ઈકોનોમિક એનાલિસિસના ડેટાના આધારે.
ફુલર વોલેટ્સ સાથે 2021માં પેન્ટ અપ ડિમાન્ડ રિલિઝ થઈ હતી. જેણે ગ્રાહકોને ઘરેણાં અને અન્ય મોંઘી ચીજો ખરીદવા પર વધુ ખર્ચ કર્યો હતો. ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિએ સમગ્ર ડાયમંડ અને જ્વેલરી માર્કેટની પાઈપલાઈનમાં જે ઈન્વેન્ટરીને આક્રમક રીતે ભરવા પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે કન્ઝુમર રોગચાળા દરમિયાન જે ખરીદવાનું ચૂકી ગયા હતા તેના માટે તેઓએ વધુ વળતર મેળવ્યું હતું. ત્યારે ઉદ્યોગે વેચાણમાં વૃદ્ધિને ઊંચી માંગને સામાન્ય નજરે જોઈ અને એવું માની લીધું હતું કે તે વધુ સમય સુધી ટકી રહેશે.
મધ્ય અમેરિકાને નુકસાન
રિટેલ માર્કેટમાં સેલ્સમાં ઘટાડો થયો છે. તેઓ ઓછામાં ઓછા 2019 પૂર્વેના કોરોના વાયરસના સ્તરથી ઉપર છે. તે સારી બાબત છે. જે ટોપ એન્ડીંગ લક્ઝરી માર્કેટ જેવા મજબૂત સેગમેન્ટ્સ દ્વારા સંચાલિત છે, પરંતુ ઉદ્યોગ તેના વર્તમાન સ્તરને ગ્રાન્ટેડ લઈ શકતો નથી. કોમર્સ ગુણવત્તાવાળા દાગીનાના વેચાણમાં ઘટાડો થયો છે. તે સ્વીટ સ્પોટ જે મધ્ય અમેરિકાને સર્વિસ આપે છે અને ફુગાવાથી સૌથી વધુ પ્રભાવિત છે.
સિગ્નેટે 29 એપ્રિલના રોજ પુરાા થયેલા પહેલાં નાણાંકીય ત્રિમાસિક સમયગાળા દરમિયાન ગ્રુપ વેચાણ 9 ટકા અને સમાન સ્ટોર વેચાણમાં 14 ટકા ઘટાડાની સાથે લગ્ન સિઝનમાં ધીમી ગતિનો રિપોર્ટ કર્યો હતો. સિગ્નેટે કહ્યું હતું કે ગ્રાહકોના વિવેકાધીન ખર્ચ પર ફુગાવાનું દબાણ અને લગ્નની સિઝનમાં અપેક્ષિત ઘટાડો નીચા સરેરાશ વ્યવહાર મૂલ્યોમાં ફાળો આપ્યો છે.
તેવી જ રીતે બ્રિલિયન્ટ અર્થ કંપની જે સ્પેશ્યિલ બજારને સ્ટોક પુરો પાડે છે. તેના વેચાણમાં 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કુલ ઓર્ડરમાં 10 ટકાનો વધારો સરેરાશ ઓર્ડર મુલ્યમાં 11 ટકાના ઘટાડા દ્વારા સરભર કરાયો હતો.
કેનેડા અને યુએસમાં સ્ટોર્સ ધરાવતી જ્વેલરી ચેઈન બિકર્સ ગ્રુપે 25 માર્ચે પુરા થયેલા તેના નાણાકીય વર્ષ દરમિયાન 10 ટકા નીચા વેચાણની જાણ કરી હતી અને ઉમેર્યું હતું કે ગ્રાહકોના ખર્ચ પર ઊંચા ફુગાવાનું દબાણ જોવા મળ્યું જેની અસર તેના ઈકોમર્સ બિઝનેસ પર પડી છે. જોકે, રિટેલમાં બ્રાઈટ સ્પોટ્સ જોવા મળ્યા છે.
વર્ષના પહેલાં અર્ધવાર્ષિક ગાળામાં એલવીએમએચની જ્વેલરી અને વોચ ડિવિઝનમાં વેચાણ 11 ટકા વધવા સાથે અને રિચેમોન્ટના જ્વેલરી મેઈન્સમાં 19 ટકાના વાધારા સાથે સતત ટોચ તરફ આગળ વધતા જોવા મળી રહ્યાં છે. હોંગકોંગ અને ભારતીય જ્વેલર્સે પોત પોતાના બજારોમાં રિક્વરીની નોંધ લીધી છે. ચાઉ તાઉ ફૂકે 30 જૂનના રોજ પુરા થયેલા ત્રણ મહિનામાં વેચાણમાં 29 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
એલવીએમએચ અને રિજમોન્ટ એ દરેક રિપોર્ટિંગ સમયગાળાના અંતે વિનિમય દર અનુસાર રેપાપોર્ટ રિસર્ચ રિપોર્ટ દ્વારા યુએસ ડોલરમાં રૂપાંતરિત સંખ્યાઓ સાથે ભારતીય ચલણમાં યુરો અને ટાઈટનમાં અહેવાલ આપ્યો હતો. 2019ના પહેલાં ક્વાર્ટર માટે બ્રિલિયન્ટ અર્થ સેલ્સ ડેટા ઉપલ્બ્ધ નથી. કારણ કે તેની સાર્વજનિક યાદી હજુ બહાર આવી નથી.
મિડ સ્ટ્રીમ દરમિયાન બજારમાં અભૂતપૂર્વ શાંતિનો અનુભવ થયો છે. જ્વેલર્સ પાસે તેમની ટૂંકા ગાળાની જરૂરિયાતોને સંતોષવા માટે પૂરતી ઈન્વેન્ટરી છે. તેના લીધે રિક્વરી દરમિયાન મોટા જથ્થાની ખરીદી કરી હતી અને તેઓ નીચા વેચાણ સાથે દલીલ કરે છે પરંતુ ટ્રેડિંગમાં મંદી રિટેલ મંદીને વટાવી રહી છે.
ટ્રેડિંગ શાંત
પોલિશ્ડ માર્કેટ રિટેલ સેગમેન્ટ કરતા વધુ માર્જિનથી ઘટ્યું છે. પહેલાં અર્ધવાર્ષિક ગાળામાં ભારતની પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટી છે, જે દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા મેન્યુફેક્ચરીંગ સેન્ટર અને પોલિશ્ડના સપ્લાયર તરીકેની સ્થિતિને કારણે વૈશ્વિક માંગ કેટલી હદે સંકોચાઈ છે.
ભારતના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટાના આધારે.
પોલિશ્ડ ઈન્વેન્ટરીનું સ્તર ઊંચું રહે છે. 8 ઓગસ્ટના રોજ રેપનેટ પર આશરે 1.75 મિલિયન રફની યાદી મુકવામાં આવી હતી. પ્રી કોવિડ 19 ના આંકડાથી તે વધુ હતી, જ્યારે 1 જાન્યુઆરી 2020ના રોજ 1.36 મિલિયન રેકોર્ડ કરાઈ હતી. ઉત્પાદકોએ તાજેતરના મહિનાઓમાં નીચી માંગને અનુરૂપ થવા માટે તેમના પોલિશ્ડ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે અને તેઓ તેમની રફની ખરીદી પર બ્રેક લગાવી છે.
ભારતની રફ આયાત વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 18 ટકા ઘટીને 8.14 બિલિયન ડોલર થઈ હતી. જોકે, તેની આયાતનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ હતું. ભારતની રફ આયાતની સરેરાશ કિંમત 18 ટકા ઘટી છે, જેની નીચી ગુણવત્તાના માલ તરફ વળવાનો સંકેત આપે છે. જેનું રિટેલ સેક્ટરમાં પણ વર્ણન કરવામાં આવ્યું હતું.
એ જ રીતે ડિ બિયર્સે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રફના વેચાણમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, જે 2.83 બિલિયન ડોલર થયો હતો, જ્યારે તેનું વેચાણ વોલ્યુમ સપાટ રહ્યું હતું. કંપનીએ 2023માં ઓછા મૂલ્યના રફ હીરાનું વેચાણ વધુ પ્રમાણમાં કર્યું હતું. તે દર્શાવે છે કે તેના રફ વેચાણની સરેરાશ કિંમતમાં ઘટાડા માટે મોટો ફાળો રહ્યો છે. જ્યારે ડિ બિયર્સનો સરેરાશ રફ પ્રાઈસ ઈન્ડેક્સ જેમ જેમના આધારે માપવામાં આવે છે તે માત્ર 2 ટકા ઘટ્યો હતો.
એંગ્લો અમેરિકન કમાણીના અહેવાલો પર આધારિત.
રિક્વરી દરમિયાન રફના ભાવમાં તેજી જોવા મળી હતી, પરંતુ તે પછી પોલિશ્ડ એટલી હદે નીચે આવી નથી, જ્યારે ડિ બિયર્સે છેલ્લી બે સાઈટના ભાવમાં ઘટાડો કર્યો હતો, ત્યારે કંપનીએ 2021-22 સુધી શક્ય તેટલાં લાંબા સમય સુધી અપવર્ડ ટ્રેન્ડિંગ માર્કેટમાં મુડી રોકાણ કર્યું હતું. પોલિશ્ડ કિંમતો ઘટી રહી હોવા છતાં પણ સ્થિર ભાવ જાળવી રાખ્યા હતા. પરિણામે રફ કિંમતો પોલિશ્ડની તુલનામાં ઊંચી રહે છે.
રેપાપોર્ટના અંદાજો અને ઈન હાઉસ ડેટાના આધારે.
અને ત્યાં જ વેપાર જૂની આદતોમાં પડી જાય છે, જ્યારે બજાર પોઝિટિવ હોય ત્યારે રફ માટે તેની ભૂખ વધે છે. તે માત્ર ત્યારે જ પાછી ખેંચાય છે જ્યારે માઈનીંગ સેક્ટર પાસેથી ખરીદી બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અત્યારે બજાર ફક્ત વધુ માલસામાનનો સમાવેશ કરી શકતું નથી.
આગળ એક નજર…
તો વેપાર માટેના આ મુશ્કેલ વર્ષમાં હીરા બજારનું ભવિષ્ય શું છે? ડિ બિયર્સે બીજા અર્ધવાર્ષિક ગાળા માટે તેના બજારનાઅંદાજમાં વ્યક્ત કરેલા સેન્ટિમેન્ટમાં સિગ્નેટનો પડઘો પાડ્યો હતો અને કહ્યું હતું કે મેક્રો ઈકોનોમિક સ્થિતિ નજીકના ગાળામાં પડકારરૂપ રહેવાની ધારણા છે, જે હીરાના દાગીના પરના ગ્રાહક ખર્ચને અસર કરશે. 2023ના બાકીના સમયગાળા દરમિયાન બજાર શાંત રહે તેવો અંદાજ છે. ઘણી બધી રજાઓની મોસમ પર બજાર ફરી ટકી રહેશે. કારણ કે સ્થિર વ્યાજ દરો અને સામાન્ય ફુગાવા સાથે 2024ની સંભાવનાઓ વધુ પોઝિટિવ દેખાય છે. આ દરમિયાન જ્વેલર્સ, ઉત્પાદકો અને માઈનર્સે તેમની ઈન્વેન્ટરીનું મેનેજમેન્ટ સાવચેતીપૂર્વક કરવું પડશે. કારણ કે બજાર ધીમે ધીમે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું સંતુલન પાછું મેળવી રહ્યું છે. 2024માં ઉપરના તરફ વળતરને સક્ષમ કરવા માટે ડિમાન્ડને ઉત્તેજીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. કદાચ કોવિડ 19માંથી રિક્વરીનું વચન આપેલા ઉચ્ચ વેચાણના નવા સામાન્ય સ્તર પર પાછા ફરવું જોઈએ. જ્યારે તે થાય છે ત્યારે હીરા અને દાગીનાનો વેપાર તે જે રીતે ખરીદે છે તે રીતે વધુ સમજદાર બની શકે છે, જેથી તેને અન્ય ડાઉન સાયકલનો ભોગ બનવું ન પડે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM