DAIMOND-CITY-ADHI-AKSHAR-369
- Advertisement -MASSIVE TECH LAB
  1. શું તમારી જિંદગી પણ ‘યંત્ર માનવ’ જેવી બની ગઈ છે?
  2. તમે તમારા મનની વાત પહોંચાડવા શું-શું કરો છો? (દા.ત. કોઈ આર્ટની મદદ લો છો કે કોઈ આવડતની?)
  3. શું તમે તમારી આદતોને છોડી શકો છો જે સરવાળે તમારા સહિત બધાને નુકશાન પહોંચાડનારી હોય!
  4. તમે વાણી-વર્તન-વ્યવહારમાં એકરૂપતા રાખી શકો છો?
  5. તમે વગરવાંકે પરિસ્થિતેઓના શિકાર બની શકો છો? તેમાંથી બાહર આવવા શું કરો છો!
  6. તમે મિત્રો મોભા માટે રાખો છો કે શોભા માટે કે લાગણીઓ સમજી-વિચારી જોવા માટે?
  7. તમારી પાસે એવા લોકો છે જે તમારા લક્ષ્યની નજીક લઈ જવા મદદ કરે?
  8. શું તમે પૈસા કમાવવાનું મશીન બનીને રહી ગયા છો?
  9. શું તમારી આસપાસ એવી વ્યક્તિઓ છે જે તમને તમારા લક્ષ્ય અથવા મકસદથી ભટકાવી દેનારી હોય?
  10. તમે કોઈને પોતાના પક્ષે કરવા શું-શું કરો?
  11. તમારે માટે મિત્રતા મોજમસ્તીની વસ્તુ છે કે કોઈ અન્ય?
  12. તમારા જેટલા સંબંધ છે, મોટાભાગે તે ક્યા કારણથી તમારી સાથે જોડાયેલા છે? કે બંધાયેલા છે?
  13. તમારી આવક ક્યાંથી આવે છે? તે ગૌરવનો વિષય છે કે ગીલ્ટનો?
  14. તમે તમારી આવક માટે કેવા પ્લાનીંગ કરો છો?
    (એક કરતા વધારે આવકની વાત કરીએ તો?)
  15. તમે સેવીંગમાં માનો છો? તમારી મૂડીનું વધારેમાં વધારે વળતર મળી રહે તે રીતે તમે પ્લાનીંગ કરી શકો છો?
  16. તમે સંપત્તિ વાપરતા પહેલાં શું-શું ધ્યાન રાખો છો?
  17. તમારી ઈન્કમનો સ્ત્રોત તમને સંતોષ આપે છે કે તમને ડંખે છે?
  18. તમારી કમાણીનો કેટલામો ભાગ દાન કે ત્યાગ માટે વપરાય છે?
  19. તમારી આવક તમારા જીવનની મહત્વપૂર્ણ પ્રાથમિકતામાં જ ખર્ચાઈ જાય છે કે તમે એવા ખર્ચા પણ સહેલાઈથી કરી શકો છો, જે આકસ્મિક હોય?
  20. તમારા વ્યવસાયમાં જોડાયેલા દરેક જણને લાયકાત મુજબ લાભ મળી રહે છે?
  21. જ્યારે ડીલ બે વ્યક્તિ કે ‘પાર્ટી’ વચ્ચે થવાની હોય ત્યારે બેનિફિટ વિશે તમારો એપ્રોચ કેવો રહે છે? (તમે વિન-વિન અવસ્થામાં માનો છો કે અન્ય?)
  22. ઈન્કમ જનરેટ કરવા તમે કોઈ સિદ્ધાંત રાખો કે કાયદાઓની પણ ઐસી કી તૈસી કરવામાં માનો?
  23. શું તમે તમારા શરીરનો અવાજ મન પર ધરો છો?
  24. શું તમે તમારા મનનો સાદ સાંભળો છો? તમે છેલ્લે તમારી અંતરઆત્માની અદાલતમાં ક્યારે ઊભા રહ્યાં હતા.
  25. તમે ડરની સાથે કેવી રીતે ડીલ કરો છો?
  26. તમારો ભગવાન ક્યા રહે છે? દુનિયા શા માટે બનાવવામાં આવી?
  27. તમે કઈ ઘટના બનવાના વિચારથી ડરી જાઓ છો?
  28. જો તમારા શહેરમાં ભૂકંપ જેવી સ્થિતિમાં બધુ પાયમાલ થઈ જાય તો તમે શું કરશો?
  29. તમે એવા પ્રદેશમાં જતા રહો જ્યાં તમારી વાત કે ભાષા સમજી શકનાર કોઈ ન હોય તો ત્યાં એક અઠવાડીયું કઈ રીતે ગુજરાન ચલાવો?
  30. તમે શારીરિક જરૂરીયાતોને કેટલી મહત્વપૂર્ણ ગણો છો? શા માટે?
  31. તમે માનસિક ઈચ્છાઓને કેટલું વજન આપો છો? શા માટે?
  32. શરીર પ્રત્યે તમારું વલણ કેવું છે? શા માટે?
  33. તમે પોતાની શારીરિક બાબતોની તુલના અન્યો સાથે કરો છો?
  34. લખતી-બોલતી-વાંચતી વખતે તમે ભાષાશુદ્ધિનો કેટલો આગ્રહ રાખો છો?
  35. તમે મહિનામાં કેટલા દિવસ મૌન પાળો છો?
  36. તમે માનો છો કે તલવારના ઘા રુઝાય, જીભના નહીં?
  37. તમે મધુર વાણી બોલવામાં માનો છો કે રફાફ કે અન્ય?
  38. તમે કોના અવાજથી પ્રભાવિત છો? શા માટે?
  39. તમને કોઈ આર.જે ગમે છે, તેનું કારણ શું?
  40. તમને સૌથી વધુ ક્યો ગાયક/ગાયીકા ગમે? શા માટે?
  41. તમે બાથરૂમ સિંગર છો કે મહેફિલમાં ગાઈ લો, તેટલી અવાજ મધુરતા ધરાવો છો?
  42. તમારો અવાજ તમારા ક્યા પૂર્વજને મળતો આવે છે?
  43. તમે સામાન્ય જીવનમાં કોના-કોના જેવા અવાજો સાંભળવા પસંદ કરો છો?
  44. કોઈએ ફોનમાં તમને ગીતો સંભળાવ્યા છે?
  45. તમે કોઈને ફોન કરીને ગીતો સંભળાવો છો?
  46. વિડીયો કોલમાં તમે મોટાભાગે તમારો ચહેરો અને હાવભાવ જોયા કરો કે સામેવાળાના?
  47. તમે લોકોના પહેરવેશ અંગે કમેન્ટ કરો છો?
  48. તમારો પહેરવેશ એક જેવો જ રહે કે બદલ્યા કરો? શા માટે?
  49. તમે ક્યા રંગના કપડા પહેરવા પસંદ કરો છો?
  50. વધુ ગમતો રંગ શા માટે વધારે ગમે, કારણ છે કોઈ?

વિસામો

બીજું તો શું થઇ શકે ઓ દોસ્ત!
એકલો હું, ભરું સ્મરણની સભા.

શોભિત દેસાઈ

- Advertisement -Siddharth Hair Transplant