તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, દમાસ જ્વેલરીના ચેરમેન અને સીઇઓ, લ્યુક પી. પેરામોન્ડે ભારતમાં તેની રિટેલ પ્રેઝેન્સને વિસ્તારવા અને ભારત-યુએઇ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ટ્રેડ એગ્રીમેન્ટથી ઉદ્ભવતી તકો અંગે દમાસની યોજનાઓ પર તેમના વિચારો રજુ કર્યા હતા. અહીં ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો નીચે મુજબ છે:
વેપારની તકોનું વિસ્તરણ :
પેરામોન્ડે ભારત સાથે દમાસના વેપાર, ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં ઈન્ડો-યુએઈ CEPA વેપાર કરારની સકારાત્મક અસરને વ્યક્ત કરી હતી. ઈમ્પોર્ટેડ ભારતીય જ્વેલરી પરના ટેરિફને નાબૂદ કરવાથી ભારતીય સપ્લાયર્સ અને મેન્યુફેક્ચરર્સ સાથે જોડાણ વધારવાની નોંધપાત્ર તકો છે.
ભારતમાં રિટેલ હાજરી પુનઃસ્થાપિત કરવી :
પેરામોન્ડની મુંબઈમાં GJEPC ઑફિસની તાજેતરની મુલાકાત દરમિયાન, તેણે ભારતમાં છૂટક રિટેલ પ્રેઝેન્સ પુનઃસ્થાપિત કરવાનો દમાસનો ઈરાદો જાહેર કર્યો. હજુ આ વિચાર શરૂઆતના તબક્કામાં છે, દમાસ દ્વારા આ તકને જમીન પર લાવવા માટે વિવિધ હિતધારકો સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.
ભારતની વૃદ્ધિની સંભાવના :
પેરામોન્ડે ભારતને દમાસના વ્યાપાર વિસ્તરણ માટે એક જબરદસ્ત તક તરીકે સ્વીકાર્યું. ભારત વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા જ્વેલરી માર્કેટ તરીકે નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાઓ આપે છે. દમાસે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ક્ષેત્રમાં પહેલેથી જ મજબૂત હાજરી સ્થાપિત કરી છે અને તેના કલેક્શન્સ, સ્ટોર એક્સપેરિએન્સ અને કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ દ્વારા ભારતીય સમુદાય સાથે સફળતાપૂર્વક તાલમેલ સાધ્યો છે.
સ્ટ્રેટેજીક ટાઈમિંગ (યોગ્ય સમય) :
ભારતીય બજારની બઝારમાં ફરીથી એન્ટ્રી કરવા માટે રસ્તાઓ ખોજવાનો દમાસનો નિર્ણય બ્રાન્ડના તાજેતરના બ્રાંડ ટ્રાન્સફોર્મેશન પ્રયાસો સાથે સુસંગત છે. 2020 માં પેરામોન્ડના આગમન પછી GCC માં વ્યાપક પરિવર્તન કર્યા પછી, દમાસ હવે ભારતીય જ્વેલરી માર્કેટમાં સાહસ કરવા માટે તૈયાર લાગે છે, જેણે 2022 માં 35% નો નોંધપાત્ર વિકાસ અનુભવ્યો હતો.
ભારતીય બજારને લક્ષ્ય બનાવવું :
દમાસ વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી પાડીને પોતાને એક્સેસિબલ લક્ઝરી સેગમેન્ટમાં પોઝિશન કરે છે. ભારતમાં, દમાસ સ્થાનિક પસંદગીઓને અનુકૂલન કરતી વખતે સમાન સ્થિતિ જાળવી રાખવા માંગે છે. સ્ટોર્સની ચોક્કસ સંખ્યા અને રિટેલ ફૂટપ્રિન્ટ હજુ પણ વિચારણા હેઠળ છે કારણ કે દમાસ તેની એક્સપેંશન સ્ટ્રેટેજીસને સમયની સાથે સુધારી રહે છે.
વેપાર સંબંધોનું ભવિષ્ય :
પેરામોન્ડે ભારત અને UAE વચ્ચે જેમ્સ અને જ્વેલરીના વેપાર સંબંધોના ભાવિ વિશે આશાવાદ વ્યક્ત કર્યો. તેઓ માને છે કે બંને દેશો વચ્ચેના વર્તમાન વેપાર સંબંધો મજબૂત છે અને વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે, ખાસ કરીને ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં, જે વેપાર સંબંધોને મજબૂત બનાવશે.
ગ્લોબલ એક્સપેંશન પ્લાન :
દમાસનું ધ્યેય સાઉદી અરેબિયામાં તેની હાજરીને વિસ્તૃત કરવાનો છે, રિયાધ પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં મજબૂતી સાથે લીડરશીપ પોઝિશન મેળવવાનું છે. ઇજિપ્તમાં પણ એક્સપેંશન કરવાનો પ્લાનિંગ છે, જ્યાં દમાસ તેની નવી ઓળખ, કલેક્શન્સ, ડિઝાઇન અને સ્ટોર કોન્સેપ્ટ્સ સાથે બ્રાન્ડને ફરીથી લોંચ કરવાની યોજના ધરાવે છે. દમાસ તેના ઓનલાઈન બિઝનેસમાં પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, ઈ-કોમર્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ રહી છે અને GCCમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવા માટે યોગ્ય પાર્ટનર શોઘી રહ્યું છે.
કન્ઝ્યુમર ટ્રેન્ડ્ઝ :
પેરામોન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કન્ઝ્યુમર ટ્રેન્ડ્ઝના મહત્વ પર ભાર મૂકે છે, ક્વોલિટી, ક્રાફ્ટમેનશિપ, એક્સલુઝીવ ડિઝાઇન, સ્ટોરીટેલિંગ અને અસાધારણ ક્લાયન્ટ અનુભવો પ્રદાન કરતી મજબૂત, અધિકૃત બ્રાન્ડ્સની માંગને દર્શાવે છે. દમાસે બ્રાન્ડ ઇક્વિટી અને ડિઝાઈરેબિલીટીને પ્રાધાન્ય આપ્યું છે, જે દર મહિને નોંધપાત્ર સંખ્યામાં નવા ગ્રાહકોને આકર્ષે છે. ગ્રાહકો સામાજિક જવાબદારીનું પણ મૂલ્ય પણ સમજે છે, દમાસએ “ભારતમાં પાણી પહેલ,” અને દુબઈમાં અલ જલીલા સંસ્થા સાથે ભાગીદારી અને ગાઈયા નામના સસ્ટેઈનેબલ લેબ-ગ્રોન ડાયમંડ કલેક્શનની શરૂઆતની સાથે દમાસે આ દિશામાં નક્કર પગલાં લીધાં છે,
વિકસિત મિડલ-ઇસ્ટ બજાર :
મિડલ-ઇસ્ટના ગ્રાહકો ખાતરી અને સ્ટેટસ સિમ્બોલ આપતા હોય તેવા અર્થપૂર્ણ પ્રોડક્ટ્સનો શોધે છે. બ્રાન્ડની ડિઝાઈરેબિલીટીની મજબૂતાઈ તેની પ્રાઝિંગ પાવર સાથે સીધો સંબંધ ધરાવે છે. ખાસ કરીને મિલેનિયલ્સ (1980 ના દાયકાની શરૂઆતમાં અને 1990 ના દાયકાના અંતની વચ્ચે જન્મેલા લોકો; જનરેશન વાયના મેમ્બર) એવી બ્રાન્ડ્સ શોધે છે જે તેમની વેલ્યુ અને માઈન્ડસેટ સાથે અનુરૂપ હોય અને જેમાં સેન્સ ઓફ પરપઝ અને સોશિયલ કનેક્ટની ભાવના હોય. દામાસ ઇન-હાઉસ ડિઝાઇન્સ, સ્ટોરીટેલિંગ અને સફળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રયાસો દ્વારા આ ટ્રેન્ડ્ઝને સંબોધિત કરે છે.
વિસ્તરણની તકો :
દમાસ મિડલ-ઇસ્ટના બજારમાં અને તેનાથી આગળ વિસ્તરણની નોંધપાત્ર સંભાવના જુએ છે. તેઓ તેમની બ્રાન્ડને મજબૂત બનાવતી વખતે અને ગ્રાહકોની વિકસતી માંગને પહોંચી વળવા સાથે વૃદ્ધિની તકો મેળવવા માટે સારી સ્થિતિમાં છે.
સીઈઓ લુક પી. પેરામોન્ડની આગેવાની હેઠળની દમાસ જ્વેલરી, ઈન્ડો-યુએઈ CEPA વેપાર કરાર અને દેશના સમૃદ્ધ જ્વેલરી બજારને કારણે ભારતમાં સક્રિયપણે વિસ્તરી રહી છે. ભારતીય સપ્લાયર્સ સાથેના હાલના સંબંધોનો લાભ ઉઠાવતા, દમાસનો હેતુ ટેરિફ નાબૂદીથી લાભ મેળવવા અને તેમની હાજરીને મજબૂત કરવાનો છે. મજબૂત GCC ફાઉન્ડેશન અને એક્સેસિબલ લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, દામાસ ભારતીય ગ્રાહકોને પૂરી કરવા માટે સારી સ્થિતિમાં છે. તેમની વૈશ્વિક વિસ્તરણ યોજનાઓ, સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કન્ઝ્યુમર ટ્રેન્ડ્ઝ માટે અનુકૂલનક્ષમતા મિડલ-ઇસ્ટ અને તેનાથી આગળના વિકાસ માટે તેમનું સમર્પણ દર્શાવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM