મિડલ ઈસ્ટ રીઝનની સૌથી મોટી બ્રાન્ડ દમાસ જ્વેલરીના ચૅરમૅન અને સીઇઓ શ્રી લ્યુક પેરામોન્ડે 14 એપ્રિલના રોજ ભારતની પ્રથમ મુલાકાત વખતે ભારત ડાયમંડ બુર્સ ખાતે જીજેઇપીસી હેડ ઓફિસની મુલાકાત લીધી હતી.
હૂંફાળા આતિથ્ય-સત્કાર બદલ કાઉન્સિલનો આભાર માનતા શ્રી લ્યુક પેરામોન્ડે ટિપ્પણી કરી હતી કે, “ભારતમાં કેટલાક ઉત્પાદકો સાથે અમારા લાંબાગાળાના સંબંધો છે અને આ વ્યાવસાયિક સંબંધો ભારત અને યુએઈ વચ્ચે થયેલા CEPA કરારથી જ વધુ મજબૂત બનશે. દામાસે ભારતીય બજારમાં પ્રવેશ કરવો જોઈએ કે કેમ તે શોધવા માટે અમે અહીં આવ્યા છીએ. થોડા સમય પહેલાં ભારતમાં અમારી હાજરી હતી અને બ્રાન્ડ રિકોલ મજબૂત છે અને અમારો ક્લાયન્ટ બેઝ ખૂબ સારો છે. અમે કેએસએ, કુવૈત, કતાર અને ઓમાન જેવા દેશો સહિત જીસીસીમાં સૌથી મોટા જ્વેલર્સ છીએ.”
શ્રી પેરામોન્ડ લેગસી બ્રાન્ડના વડા છે જે બજારોમાં વિસ્તરણની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લૉન્ચ કરનારી તે મિડલ ઈસ્ટની પહેલી બ્રાન્ડ પણ છે અને આ સેગમેન્ટમાં આગેવાની કરી રહી છે.
જીજેઇપીસીના ચૅરમૅન શ્રી વિપુલ શાહ, જીજેઇપીસીના વાઇસ ચૅરમૅન શ્રી કિરીટ ભણસાલી અને જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે સાથેની બેઠકમાં ઇન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ (IJPM), ઇન્ડિયા જ્વેલરી એક્ઝિબિશન (IJEX) અને IGJS દુબઇ શો જેવો સંભવિત સહયોગ, ભાગીદારી અને બિઝનેસની તકો ચકાસવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM