દિવાળી પહેલાં ડિ બિયર્સ અને ODC એ રફ ડાયમંડની હરાજી રદ કરી

ડી બિયર્સ હજુ પણ ધીમા પડી રહેલા બજારને સ્થિર કરવાના પ્રયાસમાં વર્ષના અંત સુધીમાં તમામ ઓનલાઈન રફ હરાજીઓને સ્થગિત કરી દીધી

De Beers and ODC cancelled auction of rough diamonds ahead of Diwali
ફોટો : કેલગરી, કેનેડામાં ડી બીયર્સની ઓફિસમાં રફ હીરા પ્રદર્શનમાં. (બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં એક વર્ષથી મંદીનો સામનો કરી રહેલાં સુરત અને મુંબઈના હીરાવાળાઓએ બે મહિના માટે રફ ડાયમંડ નહીં ખરીદવાનો નિર્ણય લઈ રફ ડાયમંડ વેચતી માઈનીંગ કંપનીઓને સહકાર આપવા વિનંતી પત્ર લખ્યો હતો, જેની અસર દેખાવા લાગી છે. સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીઓ 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર એમ બે મહિના રફ ખરીદવાની નથી, ત્યારે માઈનીંગ કંપનીઓએ દિવાળી પહેલાથી જ રફની હરાજી રદ કરી દઈ પરિસ્થિતિને માન આપ્યું છે.

હીરા ઉદ્યોગની 5 મોટી સંસ્થાઓના આગેવાનોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડી સપ્ટેમ્બર મહિનામાં જાહેર કર્યું હતું કે, 100થી વધુ ડાયમંડ કટિંગ-પોલીશીંગ કંપનીઓના માલિકો, વેપારીઓ, આયાતકારો અને નિકાસકારો અને મુંબઈ અને સુરતના વેપારી સંગઠનોના પદાધિકારીઓએ બજારની વર્તમાન સ્થિતિ મુજબ રફની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ જૂથનો સર્વસંમતિથી અભિપ્રાય હતો કે ઉદ્યોગના હિતની સુરક્ષા માટે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોના હિત માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સભ્યોને 15મી ઑક્ટોબર થી 15મી ડિસેમ્બર 2023 સુધી રફ હીરાની આયાત અટકાવવાની સલાહ આપવામાં આવી હતી.

એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે રફ હીરાની આયાત અટકાવવાથી ઉદ્યોગને માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ મળશે, જેનાથી અસ્કયામતોના મૂલ્યનું રક્ષણ થશે અને ગ્રાહક વિશ્વાસ વધારો.

રફની આયાત બંધ કરવાના નિર્ણયની સમીક્ષા માટે ડિસેમ્બર, 2023ના પહેલા અઠવાડિયામાં પરિસ્થિતિની ફરી સમીક્ષા કરવાનો અને પછી ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અપીલનો હેતુ માત્ર રફ હીરાની આયાતને સ્વૈચ્છિક રીતે રોકવાનો છે, જ્યારે હીરાના ઉત્પાદન કરતી ફેક્ટરીઓને કોઈપણ વિક્ષેપ વિના તેમની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

નોંધનીય છે કે GJEPCના ડેટા અનુસાર ભારતની રફ-હીરાની આયાત વાર્ષિક ધોરણે 3% ઘટીને ઓગસ્ટમાં $1.32 બિલિયન થઈ છે, જ્યારે વોલ્યુમ 14% ઘટીને 12 મિલિયન કેરેટ થઈ ગયું છે.

સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીઓએ રફની ખરીદી નહીં કરવાના નિર્ણયની અસર માઇનિંગ કંપનીઓ પર પડી છે. સુરતનાં હીરા ઉદ્યોગની મંદીને લીધે વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર કંપની ડિ બિયર્સ અને ODC એ રફ ડાયમંડની હરાજી રદ કરી છે.

વર્તમાન હીરા બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા સાઈટ હોલ્ડરો સાથે ચર્ચા કરી બંને કંપનીઓએ આ નિર્ણય લીધો છે. ODC એ નવેમ્બર 2023ની સ્પૉટ હરાજી રદ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. કંપની 22મી ઑક્ટોબર થી 3જી નવેમ્બર અને ત્યાર પછીની સ્પૉટ હરાજી 6ઠ્ઠી નવેમ્બર 2023ના રોજ કરવાની હતી. ડી બિયર્સ હજુ પણ ધીમા પડી રહેલા બજારને સ્થિર કરવાના પ્રયાસમાં વર્ષના અંત સુધીમાં તમામ ઓનલાઈન રફ હરાજીઓને સ્થગિત કરી દીધી છે.

આ વર્ષે રફનું વેચાણ સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં માત્ર 200 મિલિયનની સાઇટ હતી પણ ખરીદદાર મળ્યા ન હતા. કંપનીએ ગુરુવારે અહેવાલ આપ્યો આપ્યો હતો કે 2022નાં સમયગાળાની તુલનામાં 61% રફનું વેચાણ ઘટ્યું છે. ઓગસ્ટમાં 46% વેચાણ ઘટ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રફ હીરાના ભાવ 2022ની શરૂઆતથી ઘટવા માંડ્યા હતાં. તેમાં છેલ્લાં 18 મહિનાથી  સુધારાના કોઈ અણસાર નથી. સૌથી લાંબા સમય સુધી નીચે તરફ જઈ રહ્યાં છે. રફ ડાયમંડની કિંમત લગભગ 30 ટકા ઘટી છે, જે દર અઠવાડિયે સરેરાશ 1.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2022ની શરૂઆતમાં એક રફ હીરો જે 2,500 ડોલર પ્રતિ કેરેટના ભાવે વેચાતો હતો તે હવે લગભગ 1750 ડોલર પ્રતિ કેરેટના ભાવ વેચાય છે. પાછલા દોઢ વર્ષમાં રફના ભાવમાં 30 ટકા સુધી કરેક્શન આવ્યું છે. કારણ કે રફનો પુરવઠો માંગ કરતા વધુ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS