ડી બિયર્સે ઓગસ્ટ મહિનાની રફ ડાયમંડ વેચાણની સાઈટ રદ કરી

મેન્યુફેક્ચરર્સે ઉત્પાદન લગભગ 40% થી 50% સુધી ઘટાડ્યું છે. કિરણ જેમ્સે આ સમાન સમયગાળા માટે ઉત્પાદનમાં 50% ઘટાડો કર્યો છે.

De Beers cancels August rough diamond sale sight
ફોટો : ડી બીયર્સ સાઈટ બોક્સમાં રફ-હીરાના પાર્સલ (સૌજન્ય : ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા ઉદ્યોગ વર્ષ 2008ની મંદી તરફ ધકેલાઈ રહ્યું છે. ભારતીય હીરા ઉત્પાદકોએ શ્રાવણ મહિનામાં વૅકેશન જાહેર કર્યું છે અને હવે ખાણ કંપની ડી બિયર્સે ઓગસ્ટ મહિનાની સાઈટ અચાનક રદ કરી છે. જોકે, સાઈટ રદ થઈ તે સુરતના હીરાવાળા માટે ખૂબ મોટી રાહતરૂપ સમાચાર છે.

50,000 કર્મચારીનું નેટવર્ક ધરાવનાર કિરણ જેમ્સ દ્વારા શ્રાવણ માસમાં તૈયાર હીરાનું ઉત્પાદન બંધ રાખવાની જાહેરાતને વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર કંપની ડી બીયર્સ દ્વારા પરોક્ષ રીતે સમર્થન આપવામાં આવ્યું છે. ડી બિયર્સે ઓગસ્ટ મહિનાની રફ ડાયમંડ વેચાણની સાઇટ અચાનક રદ કરવાની જાહેરાત કરી છે. ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનાની સાઈટની રફ એકસાથે વેચાશે. હીરા ઉદ્યોગની વર્ષ-2008ની મંદી તરફ જઈ રહી હોવાથી રફ સપ્લાયરે આ નિર્ણય લીધો છે.

ડી બિયર્સે તેની ઓગસ્ટની સાઈટને રદ કરવાની જાહેરાત અંગે માહિતી આપી હતી કે, હીરા ઉદ્યોગ વધુ પડતાં પુરવઠા સામે લડતો હોવાથી વેચાણની તારીખો વર્ષના અંતમાં ફરીથી નિર્ધારિત કરવામાં આવશે. ડી બીયર્સના ઇતિહાસમાં 2008 પછી કોવિડ-19 કાળમાં વર્ષ-2020માં સાઈટ રદ કરવામાં આવી હતી. એ પછી ઓગસ્ટ-2024માં ત્રીજીવાર સાઈટ રદ કરવામાં આવી છે. કંપની ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનાની સાઈટની રફ સપ્ટેમ્બર મહિનામાં એકસાથે વેચશે એવો અહેવાલ રેપાપોર્ટે જાહેર કર્યો છે.

રેપાપોર્ટે માહિતી આપી છે કે, આ પગલું ભારતમાં તીવ્ર ઉત્પાદન કાપને પ્રતિબિંબિત કરે છે. જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક ધોરણે લગભગ 50% ઘટાડો થવાનો અંદાજ મૂક્યો છે. આ નિર્ણય પાછળ કિરણ જેમ્સ દ્વારા લેવામાં આવેલાં પગલાંનો મહત્ત્વનો રોલ છે. જે ડી બીયર્સના સૌથી મોટા સાઈટ હોલ્ડર પૈકીના એક છે. મર્જ કરેલી સાઈટ હવે 7 અને 8 સપ્ટેમ્બર અને 23 થી 27 સુધી ચાલશે. 9મી સાઈટ નવેમ્બર 4 થી 8 દરમિયાન થશે. જે અગાઉ 11 થી 15 નવેમ્બર માટે નક્કી કરવામાં આવી હતી. સાઈટ 10 યોજના મુજબ 9 થી 13 ડિસેમ્બરને બદલે 2 થી 6 ડિસેમ્બર દરમિયાન થશે.

ડી બિયર્સે સાઈટધારકો જોગ ચિઠ્ઠી લખી

ડી બીયર્સ કંપનીએ સાઈટહોલ્ડર્સને એક જાહેર ચિઠ્ઠી લખી છે, જેમાં કંપનીએ લખ્યું છે કે વ્યાપક ચર્ચા અને સાઈટ હોલ્ડર્સ તરફથી મળેલા ફીડબેકને પગલે કંપનીએ સાઈટ હોલ્ડર્સને ઉદ્યોગની સાંપ્રત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સહાયરૂપ બનવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ડિસેમ્બરના મધ્યમાં બોત્સવાનામાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર સંમેલન સાથે સમય સંબંધિત સમસ્યાઓથી બચવાનો પણ નિર્ણય લેવાયો છે.

સાઈટ હોલ્ડર્સને મોકલવામાં આવેલી ચિઠ્ઠી અનુસાર સાઈટ 7મી અને 8મીને મર્જ કરીને 23 થી 27 સેપ્ટેમ્બર સુધીની રહેશે. પહેલા સાઈટ-7મી 26 થી 30 ઓગસ્ટ નક્કી કરાઈ હતી અને સાઈટ-8મી 7 થી 11 ઓક્ટોબર સુધી આયોજિત કરાઈ હતી. સાઈટ-9મી 4 થી 8 નવેમ્બર દરમિયાન થશે. જે પહેલાં 11 થી 15 નવેમ્બર વચ્ચે થનાર હતી. સાઈટ-10મી 2 થી 6 ડિસેમ્બર થશે. જ્યારે પહેલા 9 થી 13 ડિસેમ્બર નક્કી કરાઈ છે.

ડી બીયર્સના પ્રવક્તાએ કહ્યું કે, અમારું માનવું છે કે આ નવું શેડ્યુલ સાઈટ હોલ્ડરની વ્યવસાયિક આવશ્યકતાઓ વધુ સારી રીતે પુરા કરશે. કેમ કે અમે વર્ષના અંતમાં સિઝન તરફ આગળ વધી રહ્યાં છે.

ભારતીય હીરા ઉત્પાદકોએ ઉત્પાદનમાં 50% ઘટાડો કર્યો

પોલિશ્ડ ડાયમંડનો ભરાવો ઓછો કરવા ઉત્પાદનમાં 50% ઘટાડો કર્યો છે. ઇન્વેન્ટરી ઊંચી અને કિંમતો નબળી હોવાને કારણે ઉદ્યોગ ડાઉન ટાઇમનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યો છે. કિરણ જેમ્સ, જે વિશ્વની સૌથી મોટી કુદરતી-હીરા ઉત્પાદક હોવાનો દાવો કરે છે, એ કંપનીની જેમ બીજી કંપનીઓએ જુલાઈ અને ચાલુ ઓગસ્ટ માસમાં ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે.

મુંબઈના ભારત ડાયમંડ બોર્સ (BDB)ના પ્રમુખ અનુપ મહેતાએ જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરર્સે ઉત્પાદન લગભગ 40% થી 50% સુધી ઘટાડ્યું છે. કિરણ જેમ્સે આ સમાન સમયગાળા માટે ઉત્પાદનમાં 50% ઘટાડો કર્યો છે, એમ તેના વૈશ્વિક ડિરેક્ટર દિનેશ લાખાણીએ જણાવ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS