ડી બિયર્સ કંપનીએ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની કિંમતો અંગે કરેલો પ્રયોગ નિષ્ફળ રહ્યો

લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી એન્ગેજમેન્ટ રિંગ્સની નાની શ્રેણીની શરૂઆત ખાણ કંપનીએ લાઈટબોક્સ હેઠળ જૂન મહિનામાં શરૂ કરી હતી.

De Beers Company's experiment on lab grown diamond jewellery prices failed
લાઇટબોક્સ લેબગ્રોન હીરાના દાગીના. (ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લેબગ્રોન ડાયમંડની કિંમતોના મામલે અનેક પ્રયોગો કર્યા બાદ ડી બિયર્સે લાઈટબોક્સ હેઠળની લેબગ્રોન જ્વેલરીની કિંમતો એકસમાન જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ખાણ કંપની તેની નિયમિત સિન્થેટીક ડાયમંડમાંથી ઉત્પાદિત જ્વેલરી માટે પ્રતિ કેરેટ 800 ડોલર વત્તા સેટિંગની કિંમત વસૂલે છે અને તેના લક્ઝરી કલેક્શન માટે કેરેટ દીઠ 1,500 ડોલર વત્તા સેટિંગની કિંમત ચાર્જ કરે છે. લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી એન્ગેજમેન્ટ રિંગ્સની નાની શ્રેણીની શરૂઆત ખાણ કંપનીએ લાઈટબોક્સ હેઠળ જૂન મહિનામાં શરૂ કરી હતી. શરૂઆતમાં કંપનીએ જ્વેલરી ઓફર કરતી વખતે તેની કિંમતોમાં ફેરફાર કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ ગ્રાહકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળતા કંપનીએ સપ્ટેમ્બરમાં એકસરખો ભાવ જાળવી રાખવાનું નક્કી કર્યું છે.

કંપનીના એક્ઝિક્યુટિવ ડેવિડ પ્રેગરે રેપાપોર્ટને જણાવ્યું હતું કે, અમારા માટે તે સ્પષ્ટ હતું કે પ્રયોગ દરમિયાન 3000 ડોલર સુધી કિંમત લઈ જવી. પરંતુ એન્ગેજમેન્ટ રિંગ્સની કેટેગરીમાં ઊંચી કિંમતો ગ્રાહકોને આકર્ષી શકી નહીં. બીજી તરફ ઓછી કિંમતમાં નફો કમાવવો મુશ્કેલ બન્યો અને તે આગામી દિવસોમાં વધુ મુશ્કેલ બની શકે છે. ડેવિડ પ્રાગર ડી બિયર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ બ્રાન્ડ ઓફિસર પણ છે. પ્રાગરે વધુમાં કહ્યં કે, અમે સ્પષ્ટપણે જોયું કે ગ્રાહકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો નથી. તેઓને ફિક્સ્ડ કિંમતો વધુ પસંદ કરી. તેઓ માટે તે સમજવું વધુ સરળ રહ્યું. તેથી અમારા માટે લિનીયર પ્રાઈસિંગ બ્રાન્ડ માટે કોર બનાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવો સરળ બન્યો.

પ્રાગરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પ્રયોગના તબક્કા પછી બ્રાઈડલ કેટેગરીમાં આગળ વધવાની ડી બિયર્સની કોઈ યોજના નથી. તેમણે એ વિચારને ફગાવી દીધો કે 2018માં લાઈટબોક્સના લોન્ચથી લેબગ્રોન ક્ષેત્રને માન્યતા મળી હતી.

પ્રાગરે કહ્યું, આ ચર્ચાઓ મેં સાંભળી છે કે ડી બિયર્સનો લેબગ્રોન કેટેગરીમાં પ્રવેશ આ ક્ષેત્રને કાયદેસર બનાવે છે. હું તે વાતનો સંપૂર્ણ અસ્વીકાર કરું છું. કેટલાંક લોકો લેબગ્રોન વેંચી રહ્યાં છે અને કેટલાંક લોકો લેબગ્રોન ખરીદી રહ્યાં છે. અમે એન્ગેજમેન્ટ રિંગમાં એક્સપરિમેન્ટ કરવા માંગતા હતા અને તે કર્યું. અમારા આ ક્ષેત્રમાં પ્રવેશથી ગ્રાહકોના પ્રતિસાદ વિશે વિશ્લેષણ કરતા જે ડેટા સામે આવે છે તે જોતા એવું લાગે છે કે તે સસ્ટેનેબલ નથી. અમારા માટે તે નથી. અમારા માટે બીજી અનેક પદ્ધતિઓ છે, જે બ્રાન્ડને અને નેચરલ ડાયમંડ કેટેગરીને વધુ સમર્થન આપે છે.

પ્રાગરે વધુમાં કહ્યું કે, ડી બિયર્સ કંપની 20 મિલિયન ડોલરના રોકાણ સાથે નેચરલ ડાયમંડને વધુ પ્રોત્સાહિત કરી રહી છે. તે એક નવી ઝુંબેશ છે. જે યુએસમાં નવેમ્બરથી ક્રિસમસ સુધી અને ચીનમાં સિંગલ ડે અને ચાઈનીઝ ન્યુ ઈયર વચ્ચે ચાલશે. યુએસમાં 70 ટકાથી 30 ટકા પુરુષો થી સ્ત્રીઓ અને ચીનમાં 50-50 ટકાના દરે આ માર્કેટિંગ કેમ્પેઈન આગળ વધશે. પ્રાગરે અંતે કહ્યું, ડી બિયર્સ કંપની નેચરલ ડાયમંડનું માર્કેટિંગ કરવા કલ્ચરલ, ફેશન અને ઈન્ફ્લુએન્ઝરની મદદ લેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS