ડી બીઅર્સે આ અઠવાડિયે પોતાની સાઇટમાં પસંદગીના મોટા રફ હીરાના ભાવમાં તીવ્ર ઘટાડો કર્યો કારણ કે નબળાં બજારે રિકવરીના થોડા સંકેતો દર્શાવ્યા હતા.
હીરાઉદ્યોગના સૂત્રોએ કહ્યું હતું કે, 0.75 કેરેટ અને તેથી વધુના સ્ટોન માટે વિવિધ કેટેગરીમાં કિંમતમાં 5 ટકા થી 15 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં 2-કેરેટ અને તેનાથી મોટા હીરા પર ભાર મૂકવામાં આવ્યો છે. આમાંના કેટલાક ગૂડ્ઝમાં ગયા મહિને પહેલેથી જ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 15 ટકા કાપ મુઠ્ઠીભર સુસ્ત કેટેગરીમાં છે જે જૂનમાં અનટચ્ડ હતા.
ડી બીઅર્સે તેના એડજસ્ટમેન્ટને નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ પર કેન્દ્રિત કર્યું છે જેની માંગ ખાસ કરીને ધીમી રહી છે. એકંદર US રિટેલની નબળાઇ અને લેબગ્રોન ડાયમંડની ર્સ્પધાને કારણે SI થી I2 ક્લેરિટીમાં પોલિશ્ડ વેચાણ ઘટ્યું છે.
કંપનીએ અમુક નીચી કેટેગરીની વસ્તુ માટે 30 ટકા બાયબેકને મંજૂરી આપવાની તેની નીતિ પણ જાળવી રાખી હતી, બાયબૅક્સ, સાઇટધારકોને તેઓએ ખરીદેલ રફનો એક ભાગ ડી બીયર્સને વેચવા દે છે, જેનાથી તેઓ ઓછામાં ઓછો નફો કમાતા સ્ટોન ઉતારી શકે છે. મર્યાદા સામાન્ય રીતે 10 ટકા છે.
ડી બીઅર્સની વર્ષની છઠ્ઠી સાઇટ જે 10 જુલાઇ, સોમવારથી બોત્સ્વાનાના ગેબોરોનમાં શરૂ થઇ અને 14 જુલાઇ, શુક્રવાર સુધી ચાલુ રહી હતી. ડી બીઅર્સ અને બોત્સ્વાના સરકારે નવા 25-વર્ષના માઇનિંગ લાઈસન્સ અને 10-વર્ષના વેચાણ કરારની જાહેરાત કર્યા પછીના આ પહેલી સાઇટ છે, જે રાજ્યની માલિકીની ઓકાવાંગો ડાયમંડ કંપની (ODC)ને દેશના 50 ટકા રફ ડાયમંડનું એક્સેસ આપશે, જે 10 વર્ષ માટે હશે.
ડી બીઅર્સે 1 કેરેટથી ઉપરની કેટલીક શ્રેણીઓ માટે ભાવમાં ઘટાડો કર્યા પછી જૂન સત્રમાં વેચાણ વાર્ષિક ધોરણે 32 ટકા ઘટીને 450 મિલિયન ડોલર થયું હતું. તે વખતે નકારાત્મક વલણો જુલાઈ સુધી ચાલુ રહ્યા હતા, USની સિઝનલ સમર મંદી પરિસ્થિતિને જટિલ બનાવે છે. ભારતમાં ઘણા મેન્યુફેકચર્સે ઓછા વેચાણ અને ઓછા માર્જિનને કારણે પોલિશ ઉત્પાદન ક્ષમતાના 50 ટકા જેટલું ઘટાડી દીધું છે. તેઓ ફેક્ટરીઓ ચાલુ રાખવા માટે નાના, ઓછા મૂલ્યના રફ ડાયમંડ તરફ વળ્યા છે.
જોકે, રફ ડાયમંડની કિંમતમાં 15 ટકા ઘટાડો પણ સમસ્યાને ઉકેલવા માટે પૂરતો નથી, એક સાઇટહોલ્ડર કંપનીના એક્ઝિક્યુટિવે સોમવારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં પોલિશ ભાવમાં વધુ ઘટાડો થયો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે હજુ પણ વેચાણની અનુમાનિત શક્યતા નથી. અમે બધા હજુ પણ અમેરિકામાં સુધારાની રાહ જોઇ રહ્યા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM