નબળી ડિમાન્ડ અને ઊંચા મિડસ્ટ્રીમ સ્ટોકપાઈલ્સની વચ્ચે ડી બિયર્સે સાઈટ હોલ્ડર્સ માટે નિયમો હળવા કર્યા છે. આગલા વર્ષની શરૂઆતમાં ડી બિયર્સ સાઈટ હોલ્ડર્સને રફ હીરાની ખરીદી અડધી કરવાની મંજૂરી આપી શકે છે એવું જાણવા મળ્યું છે.
રેપાપોર્ટના અહેવાલ અનુસાર, માઈનીંગ કંપનીએ ગ્રાહકોને પત્ર લખીને સૂચના આપી છે કે સાઈટ હોલ્ડર્સ વર્ષ 2023ના બાકીના મહિનાઓની સાઈટમાં 1 કેરેટ સુધીના રફની ખરીદવાનું ટાળી શકે છે. અમુક બોક્સ પર 25 ટકા અને અન્ય પર 50 ટકા એલાઉન્સ 8 થી 10 સાઈટ પર લાગુ પડશે. જે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં યોજાશે. આ નિયમ ઓગસ્ટની સાઈટ પર લાગુ પડી નહીં. જે બોત્સવાનામાં યોજાઈ હતી.
ડી બિયર્સ સામાન્યપણે સાઈટહોલ્ડરોને દર અડધા વર્ષે રફ હીરાની કેટેગરીમાં એકથી વધુ બોક્સને સ્થગિત કરવાની મંજૂરી આપે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં ખરીદી કરવામાં નિષ્ફળતા ભવિષ્યના ITOમાં માલની હેરફેરને અસર કરી શકે છે. વર્ષભરમાં ફાળવણીનું આયોજન કરવામાં આવ્યું તે ને અસર પહોંચાડી શકે છે. તેથી ડી બિયર્સ આવા નિર્ણય લેતુ હોય છે.
હાલમાં ડી બિયર્સ દ્વારા અપાયેલી છૂટ ખરીદદાર સાઈટ હોલ્ડર્સ માટે નવી છે. નવા આઈટીઓ પર ખરીદીને આગળ ધપાવવાની આ મંજૂરી આપે છે. ડી બિયર્સે સ્પષ્ટ કર્યું નથી કે અંતિમ સમય મર્યાદા 2024ની શરૂઆત ક્યારે થશે.
જોકે કંપનીએ સાઈટ હોલ્ડર્સને કહ્યું છે કે તેઓએ ઓછામાં ઓછા 65 ટકા નોન ડિફર્ડ રફ માલ ખરીદવો જોઈએ અથવા ડિફર્ડ સ્ટોન્સ રદ કરાયેલા ગણવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM