De Beers fifth sight rough sales just US dollar 315 million following slump in natural diamond trade
ફોટો સૌજન્ય : ડી બિયર્સ
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હોંગકોંગ જ્વેલરી ફેરને નબળો પ્રતિસાદ મળતાં એની અસર ડી બિયર્સના રફ ડાયમંડના વેચાણ પર પડી છે. ડી બિયર્સ રફ ડાયમંડની પાંચમી સાઈટની હરાજીમાં 31%નો ઘટાડો નોંધાયો છે. નેચરલ ડાયમંડના વેપારમાં મંદીને પગલે ડી બિયર્સની પાંચમી સાઇટમાં માત્ર 315 મિલિયન યુએસ ડોલરનું રફ વેચાણ થયું છે.

હોંગકોંગમાં દર વર્ષની માફક આ વર્ષે ૫ણ 20 થી 23 જૂન, 2024થી જ્વેલરી ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મંદીને લીધે વિદેશી બાયર્સો જૂજ પ્રમાણમાં જોવા મળ્યા હતા. કુદરતી હીરાની જ્વેલરી સામે સીવીડીની જ્વેલરી મુકાઈ હોવાથી કુદરતી હીરા તથા જ્વેલરીની માંગમાં ભારે ફટકો પડ્યો છે. સોના તથા ચાંદીના ભાવો આસમાને હોવાને કારણે પણ ફેરમાં વેપાર નબળો રહ્યો હતો.

ડી બિયર્સ ગ્રુપના સીઇઓ અલ કૂકે જણાવ્યું હતું કે, ઉત્તરીય ઉનાળો સામાન્ય રીતે જૂન મહિનામાં રફ હીરાના વેચાણ માટે શાંત સમયગાળો હોય છે. લાસ વેગાસમાં તાજેતરના વાર્ષિક JCK જ્વેલરી શોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં કુદરતી હીરામાં છૂટક વિક્રેતાઓની રુચિમાં પુનરુત્થાનની પુષ્ટિ કરી હતી. પરંતુ ચીનમાં ચાલી રહેલા આર્થિક વિકાસના પડકારોનો અર્થ એ છે કે અમે માંગમાં લાંબા સમય સુધી U-આકારની પુનઃપ્રાપ્તિની અપેક્ષા રાખીએ છીએ.

FOX NEWS ચેનલના રિપોર્ટ મુજબ 2022-23ની તુલનાએ 2024માં નેચરલ એટલે કે, કુદરતી હીરાનો ભાવ 6 ટકા જ તૂટ્યો છે. પણ નેચરલ ડાયમંડની કિંમતો સામે લેબગ્રોન ડાયમંડની કિંમતો 85 % ઓછી થઈ ગઈ છે. ચેનલે કહ્યું હતું કે, જેમને ડાયમંડ જ્વેલરી પહેરવાનો શોખ હોય તેઓ અત્યારે નેચરલ ડાયમંડ સામે 85 ટકા સુધી ઓછા થઈ ગયેલા અફોર્ડેબલ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ખરીદી પોતાનો શોખ અને સપનું પૂર્ણ કરી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS