ડી બિયર્સ ફોરએવરમાર્કે તાજેતરમાં મધ્ય પ્રદેશમાં આવેલા ઈન્દોર સિટીમાં તેના બીજા Exclusive બુટિકનું અનાવરણ કર્યું હતું. ડિબિયર્સનું આ નવું બુટીક પોપ્યુલર ફોનિક્સ સિટાડેલ મોલ ખાતે શરૂ થયું છે. જ્વેલરી કલેક્શનની માગ પછી નવાબુટિકમાં બ્રાન્ડની કેટલીક પ્રતિષ્ઠિત વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે.
ડિસ્પ્લેમાં ક્લાસિક ફોરએવરમાર્ક અવંતી અને આઇકોન કલેક્શન તેમજ અદભુત સર્કલ ઓફ ટ્રસ્ટ ડાયમંડ બેન્ગલ્સ જોવા મળશે.
ડી બિયર્સ ફોરએવરમાર્કના વાઈસ પ્રેસિડેન્ટ અમિત પ્રતિહારીએ જણાવ્યું હતું કે, અમે ઇન્દોર શહેરમાં અમારા બીજા Exclusive બુટિકના ભવ્ય ઉદ્ઘાટનની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ અને ઇન્દોરમાં અમારા ગ્રાહકોના અત્યંત આભારી છીએ જેમણે તે શક્ય બનાવ્યું છે. આ નવો સ્ટોર સંપૂર્ણ રીતે Timeless Elegance અને મોર્ડન સોફેસ્ટિકેશનને મૂર્ત બનાવે છે જેના માટે ડી બિયર્સ ફોરએવરમાર્ક જાણીતું છે. Timeless Elegance મતલબ છે સમય પસાર થવાથી અથવા ફેશનમાં થતા ફેરફારોથી પ્રભાવિત થતું નથી.
નવા બુટીકમાં ડાયમંડ ડિસ્કવરી વોલ હશે, જે ગ્રાહકોને ડી બિયર્સ ફોરએવરમાર્કની સ્થાપનાથી માંડીને રક્ષણ, સંરક્ષણ અને નેચરલ વર્લ્ડના પુનઃસ્થાપન તરફ તેની સકારાત્મક અસર સુધીની સફર વિશે જાણકારી મેળવી શકશે.
ડી બિયર્સ ફોરએવર માર્ક ફ્રેન્ચાઇઝી પાર્ટનર વિકાસ કટારિયાએ જણાવ્યું હતું કે, અહીં ઇન્દોરમાં આ બીજા સ્ટોર સાથે ડી બીયર્સ ફોરએવરમાર્ક સાથેની અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો અમને ઘણો આનંદ થાય છે. અમે ઈન્દોરવાસીઓને ઉત્કૃષ્ટ હીરાના આભૂષણો પ્રદાન કરતા લાંબા અને ફળદાયી જોડાણની રાહ જોઈ રહ્યા છીએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM