DIAMOND CITY NEWS, SURAT
ડી બીયર્સ ગ્રુપ ઇગ્નાઇટે તેનું નવું આધુનિક ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ AMS માઇક્રો તાજેતરમાં લૉન્ચ કર્યું છે. આ માઈક્રો ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી નાના મેલે હીરાના ઉચ્ચ વૉલ્યુમની ઝડપી, ઓટોમેટિક અને ઈન્ડીપેન્ડેન્ટ સ્ક્રીનીંગ ઓફર કરનાર પ્રથમ ઉપકરણોમાંનું એક છે. AMS માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ ફેબ્રુઆરીના અંતમાં અગ્રણી હીરા ઉત્પાદક અને ડી બીયર્સ સાઇટ હોલ્ડર KGKની સ્વિસ ઓફિસમાં પહોંચાડવામાં આવશે.
આ માઈક્રો ઇન્સ્ટ્રુમેન્ટ બે વર્ષના રિસર્ચ બાદ ડેવલપ કરાયું છે. તે માઇક્રો 0.6mm થી 0.9mm કદની રેન્જમાં પ્રતિ કલાક 2,500 હીરાનું સ્ક્રીનિંગ કરી શકે છે. જે લેબગ્રોન કે અન્ય સામગ્રીઓથી કુદરતી હીરાને ઝીરો ટકા ખોટા પોઝિટિવ રેટ અને ઓછા રેફરલ રેટ સાથે આપમેળે અલગ કરી શકે છે. કુદરતી હીરાને અલગ તારવવાની ક્ષમતા 3% કરતાંથી વધુ ઊંચી છે. આ ઉચ્ચ સચોટતા દરો સ્ક્રિનિંગ વોલ્યુમના આધારે લેબોરેટરીના ખર્ચ પર 50% સુધીની બચત કરવાની ક્ષમતા ધરાવે છે.
AMS માઈક્રો દ્વારા હાંસલ કરવામાં આવેલી ઝડપ અને સચોટતા તેના પ્રકારની પ્રથમ ‘રોબોટિક આર્મ’ ઓટોમેટેડ ફીડ અને ડિસ્પેન્સ ફંક્શન દ્વારા શક્ય બને છે, જેને ચલાવવા માટે કોઈ વિશેષજ્ઞતા કે બહારની દેખરેખની જરૂર નથી અને તે યુઝર્સને દરેક 100 કેરેટ ડાયમંડના સ્ક્રીનિંગ પર સરેરાશ પાંચ દિવસની બચત કરાવી શકે છે.
ડી બીયર્સ ગ્રુપ ઇગ્નાઇટના પ્રેસિડેન્ટ સારાન્ડોસ ગોવેલિસે કહ્યું કે, AMS માઇક્રો ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સફળતા રજૂ કરે છે. કારણ કે તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ઝડપ, ચોકસાઈ અને વિશ્વસનીયતા સાથે આ પ્રક્રિયાને સ્વચાલિત કરીને સૌથી નાના કદના હીરાની સ્ક્રીનીંગમાં ઘણો સુધારો કરે છે. વર્તમાન મેન્યુઅલ પ્રક્રિયાઓની તુલનામાં વપરાશકર્તાઓ નોંધપાત્ર સમય અને નાણાંની બચત કરે છે. તે અમારા અગ્રણી વૈજ્ઞાનિકો દ્વારા વર્ષોના સમર્પિત સંશોધન અને વિકાસ પછી બજારમાં આવે છે, જે ઉદ્યોગના સહભાગીઓ સાથે સહયોગમાં કામ કરે છે અને હીરાના વ્યવસાયો માટે તે એક ગેમ-ચેન્જર બની રહેશે કે જેઓ મોટી સંખ્યામાં હીરાનો વેપાર કરે છે.
કેજીકે ની સ્વિસ ઓફિસના સીઈઓ પેટ્રિક શેફરે જણાવ્યું હતું કે, AMS માઇક્રો અમારા ગ્રાહકોને અમારા વૉલ્યુમ અને ડિલિવરી ટર્નઅરાઉન્ડ ટાઈમ વધારવામાં મદદ કરશે, જે હાલમાં અમારા માટે મુખ્ય સમસ્યા છે. કેજીકે ગ્રૂપ AMS માઇક્રો દ્વારા ઓફર કરવામાં આવેલી નવીનતા અને ક્ષમતાઓથી પ્રભાવિત થયું છે, જે આ કદની શ્રેણીમાં હીરાની સ્ક્રીનિંગ માટેના અભિગમમાં ક્રાંતિ લાવે છે અને અમે અમારા ગ્રાહકોને ઉન્નત ખાતરી આપીને અમારા વ્યવસાયને જે લાંબા ગાળાના લાભો પહોંચાડશે તેનાથી અમે ઉત્સાહિત છીએ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM