વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાય કરતી માઈનીંગ કંપની ડી બિયર્સના રફના વેચાણમાં રેકોર્ડ ઘટાડો નોંધોયો છે. ગઈ તા. 30 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી વર્ષની 7મી સાઇટ દરમિયાન કંપનીએ માત્ર 370 મિલિયન ડોલરના રફનું વેચાણ કર્યું છે.
આ અંગેનો રિપોર્ટ કંપનીએ જાહેર કરતાં હીરા ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. ડી બિયર્સ કંપનીના રફ હીરાના વેચાણમાં ઘટાડો મંદી તરફ અંગુલી નિર્દેશ કરે છે.
કંપનીનો અહેવાલ દર્શાવે છે કે હીરા ઉદ્યોગની સ્થિતિ કોવિડ-19નાં રોગચાળા કરતા વધુ ખરાબ છે. ડી બિયર્સ દ્વારા રફના વેચાણના જે આંકડા જાહેર કરાયા છે તે કોરોના મહામારી પછી આ સૌથી ઓછો આંકડો છે. માર્ચ 2020માં વેચાણ ઘટીને 355 મિલિયન ડોલર રહ્યું હતું. લોકડાઉન પહેલાંના છેલ્લી સાઈટમાં ડિ બીયર્સે ગેબરોને સાઇટને સ્થગિત કરી હતી.
સપ્ટેમ્બરમાં ફરી શરૂ થઇ ત્યારે વેચાણ 334 મિલિયન ડોલર હતું. જુલાઇની ક્રમાંક 6 નંબરની સાઈટમાં 411 મિલિયન ડોલરના રફનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષની સાઇટ 7 કરતાં 42 ટકા વેચાણ ઓછું છે, ગયા વર્ષે સાઇટ 6માં 638 મિલિયન ડોલરની રફનું વેચાણ થયું હતું.
કંપનીએ હીરા ઉદ્યોગની મંદીની પરિસ્થિતિને પારખી તેની સાઈટ હોલ્ડર્સ કંપનીઓ માટે રાહત જાહેર કરી છે. કંપનીએ સાઈટ હોલ્ડર્સ કંપનીઓને આગામી કેટલીક સાઈટમાં રફ હીરાનો કેટલોક જથ્થો પરત કરવાની છૂટ આપી કંપનીના સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માઇનિંગ કંપની ડી બિયર્સએ તેની સાઈટ હોલ્ડર્સ કંપનીઓને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ 2023 બાકી સાઈટમાં 1 કેરેટ અને તેનાથી વધુ વજનના રફ હીરાની ખરીદી કરવાનું ટાળી શકે છે. જો કે આ સ્કીમ બોત્સ્વાનામાં પૂર્ણ થયેલી ઓગસ્ટની સાઇટ પર લાગુ પડી ન હતી.
અગાઉ કોરોના કાળમાં ડી બિયર્સ એ દ્વારા સાઇટ હોલ્ડર્સ કંપનીઓને સાઈટમાં રફ ખરીદી મોકૂફ રાખવાની પણ છુટ આપી હતી કંપનીએ તેની સાઈટ હોલડર્સ કંપનીઓને જણાવ્યું છે કે તેઓએ સાઈટમા 65 ટકા નોન-ડિફર્ડ રફ હીરાનો જથ્થો ખરીદવો પડશે.
કંપનીએ બાયબેક નીતિ યથાવત જાળવી રાખી સાઈટ હોલડર્સ કંપનીઓ 10 ટકા થી 30 ટકા સુધી રફ હીરાનો જથ્થો ડી બિયર્સને પરત કરવાની છૂટ આપી હતી. અમેરિકા,યુરોપિયન દેશો અને ચીનમાં સતત નબળી ડિમાન્ડને લીધે કંપનીએ આ નિર્ણય લીધો છે.
ડી બીયર્સ ગ્રુપના CEO અલ કૂકે જણાવ્યું હતું કે, હાલના આર્થિક વાતાવરણને કારણે મુખ્ય ગ્રાહક બજારોમાં હીરાના આભૂષણો માટેની ગ્રાહકની માંગમાં નરમાઈ અને ઉનાળાના સમયગાળા દરમિયાન મધ્યપ્રવાહના વેપારનું સ્તર પરંપરાગત રીતે નીચું હોવાથી, વર્ષના સાતમા વેચાણ ચક્ર દરમિયાન સાઇટધારકોએ તેમની ખરીદી માટે સમજદાર અભિગમ અપનાવવાનું ચાલુ રાખ્યું છે
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM