ડી બીયર્સે એક મહત્વપૂર્ણ જાહેરાતમાં ટ્રેસીબિલિટી પ્લેટફોર્મ Tracr (ટ્રેકર) હીરા ઉદ્યોગના સહકરવામાં ભાગીઓ માટે ખુલ્લું મૂક્યું છે. ઉદ્યોગની એક અગ્રણી કંપની બ્રિલિયન્ટ અર્થ પ્લેટફોર્મમાં ડી બીયર્સ સાથે જોડાઈ છે. Tracrનું પ્રાથમિક ધ્યેય હીરાનું ઓરિજીન અને ટ્રેસેબિલિટી શોધી શકાય તે માટે સુરક્ષિત અને સમાવિષ્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. આ સમાચાર ડી બીયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ્સ તરફથી ઓરિજિન સ્યુટના સર્વિસીઝ સાથે લોન્ચ કરવામાં આવી છે, જે એન્હેન્સડ ટ્રેસેબિલિટી ફીચર્સ અને સ્ટોરીટેલિંગની ક્ષમતાઓ આપે છે.
બ્રિલિયન્ટ અર્થ, જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) અને જેમોલોજીકલ સાયન્સ ઇન્ટરનેશનલ (GSI) સાથે જોડાવાથી Tracr પ્લેટફોર્મએ મોમેન્ટમ (વેગ) પકડ્યો છે કારણ કે ઇન્ડસ્ટ્રી લીડર્સ વ્યાપક અને માપી શકાય તેવા ટ્રેસેબિલિટી સોલ્યુશનની જરૂરિયાતને સમજે છે. ટ્રૅકરે શરૂઆતમાં ડી બિયર્સના પ્રોડક્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી વ્યાપકરીતે હીરા ઉદ્યોગને આવરી લેવા માટે તેની પહોંચને સતત વિસ્તાર અપાઈ રહ્યો છે. રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) માં સભ્યપદ સહિતના લઘુત્તમ માપદંડોને પૂર્ણ કરતી સમગ્ર ડાયમંડ વેલ્યુ ચેઇનમાં કંપનીઓને સહભાગિતા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એકવાર મંજૂર થઈ ગયા પછી, આ બિઝનેસીઝને તેમના હીરાના ઓરિજીન અને ટ્રેસેબિલિટી વિશે માહિતી અપલોડ કરવાની અને ઍક્સેસ કરવાની ક્ષમતા મળી જશે .
2022 માં હાથ ધરવામાં આવેલ કોડ ઓફ ઓરિજિન પાઇલટ પ્રોજેક્ટની સફળતાના આધારે, ડી બીયર્સે ‘ડી બીયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ્સ’ તરફથી સર્વિસીઝના ઓરિજિન સ્યુટને પ્રેઝન્ટ કરીને તેના ટ્રેસેબિલિટી પ્રોગ્રામને વિસ્તૃત કર્યો છે. આ સ્યુટમાં નવા ઓરિજિન અને ગ્રેડિંગ રિપોર્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ડિજિટલ લુકઅપ સુવિધા છે જે ગ્રાહકોને તેમના હીરાના ઓરિજીન અને ઈમ્પૅક્ટ સાથે જોડે છે. ડી બીયર્સે ઓરિજિન સ્ટોરીના ડેવેલપમેન્ટની એક ઝલક પણ દેખાડી હતી, આ એક ડિજિટલ અનુભવ છે જે રિટેલર્સ માટે ઇમર્સિવ સ્ટોરીટેલિંગની સર્વિસ આપશે અને ટ્રાન્ઝેક્શનને યાદગાર અને પર્સનલાઇઝ્ડ એક્સપેરિયેન્સમાં રૂપાંતરિત કરશે. સમગ્ર ઓરિજીન સ્યુટ સર્વિસીઝ Tracr દ્વારા સંચાલિત કરવામાં આવશે.
ડી બીયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે વર્ષોના રોકાણ અને ડિજિટલ ઈનોવેશન પછી હીરા ઉદ્યોગ માટે Tracr ની એપ્લિકેશન લોન્ચ કરવામાં ગર્વ વ્યક્ત કર્યો હતો. Tracr પ્લેટફોર્મ પર પહેલાથી જ ડી બીયર્સના અડધાથી વધુ મૂલ્યનું પ્રોડક્શન રજીસ્ટર્ડ થઇ ગયું છે. Tracrએ મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સને વિશ્વાસ સાથે વેપાર કરવા અને ગ્રાહકોને ગૌરવપૂર્ણ પરચેઝ કરવા સક્ષમ બનાવવાની સિસ્ટમ આપી દીધી છે.
કૂકે વધુમાં જણાવ્યું હતું કે Tracr એ ડી બીયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડની સર્વિસીઝના નવા ઓરિજિન સ્યુટ માટે પાયા તરીકે પણ કામ કરશે. આ સ્યુટનો હેતુ દરેક હીરાની ઓરિજિન સ્ટોરીને જીવંત કરવાનો છે, ડાયમંડ જ્વેલરી પહેરનાર વ્યક્તિ માટે તે હીરાની વિશિષ્ટતા, પ્રીસિયસનેસ અને વ્યક્તિગત મહત્વને પ્રદર્શિત કરે છે. આમ કરવાથી, તે નેચરલ ડાયમંડ પાછળની નોંધપાત્ર સ્ટોરીઝ સાથે વધુ લોકોને જોડશે.
Tracr એ વિશ્વનું પ્રથમ ફુલ્લી ડિસ્ટ્રિબ્યુટેડ ડાયમંડ બ્લોકચેન પ્લેટફોર્મ છે, જે સ્ત્રોત પર અને મોટા પાયે કાર્યરત છે. પ્લેટફોર્મે સ્ત્રોત એટલે કે માઇનિંગ લેવલ પર 10 લાખથી વધુ રફ હીરા અને મેન્યુફેક્ચરિંગ લેવલ પર 110,000 હીરાનું રેજીસ્ટ્રેશન કર્યું છે. તેની સફળતાને ફોર્બ્સની બ્લોકચેન 50ની ટોચની બ્લોકચેન ઇનોવેશનની યાદીમાં ત્રણ વખત સમાવેશ કરીને સન્માનિત કરવામાં આવ્યું છે, જે ઉદ્યોગમાં પાયોનિયરિંગ ફોર્સ તરીકે તેનું સ્થાન મજબૂત બનાવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM