છેલ્લાં કેટલાંક મહિનાઓથી વૈશ્વિક સ્તરે હીરા બજારમાં સુસ્ત વાતાવરણ છે. યુરોપ, અમેરિકાના બજારમાં પોલિશ્ડ ડાયમંડની માંગ ઘટી જવાના પગલે ભારતીય હીરા ઉદ્યોગકારો સ્ટોકના ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેથી કારખાનેદારોએ રફની ખરીદી પણ ધીમી કરી દીધી છે, જેના પગલે રફ ડાયમંડનું માર્કેટ સ્લો થઈ જતા ડાયમંડ માઈનીંગ કંપની ડિ બઅર્સે રફ ડાયમંડની હરાજીને મુલ્તવી રાખવાનો નિર્ણય લીધો છે.
ડિ બિઅર્સ કંપનીએ આ વર્ષની 5 અને 6 નંબરની સાઈટને મુલત્વી રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારતીય ઉત્પાદકો તરફથી માંગ ઓછી રહેતાં ડિ બિઅર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકા અને ચીનમાં ઘરાકી ઘટી છે. તેના પરિણામ સ્વરૂપે એન્ટવર્પ અને દુબઈના ઓક્શન હાઉસ દ્વારા રફ ડાયમંડના વેચાણ-હરાજીને રદ કરવામાં આવી તેની અસર પણ ડિ બિઅર્સ પર પડી છે.
ડિ બિઅર્સે એક નિવેદનમાં કહ્યું કે, હાલમાં બજારની સ્થિતિ સારી નથી, તેથી સાવધાનીપૂર્વક વિચારીને દરેક કાર્ય કરવું હિતાવહ છે. વિશ્વલેષણ કર્યા બાદ કંપનીએ 6મી અને 6થી સાઈટની હરાજીને મુલત્વી રાખવાનો નિર્ણય લીધો છે. આ કંપની માટે મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ તે લીધા વિના છૂટકો નહોતો. ડિ બિઅર્સે અત્યાર સુધી આગામી હરાજીની કોઈ તારીખ જાહેર કરી નથી.
નોંધનીય છે કે ડિ બિઅર્સ માઈનર્સના રફ વેચાણના આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે. તેના લગભગ 1000 રજિસ્ટર્ડ સાઈટ હોલ્ડર્સ છે. કંપની તેના કુલ રફ વેચાણનો 90 ટકા હિસ્સો સાઈટ્સના માધ્યમથી વેચે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM