ડી બીયર્સે Richard Lawsonને ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર તરીકે પ્રમોટ કર્યા

Lawsonએ 2017માં ડી બીયર્સ ખાતે ગ્રુપ ફાઈનાન્શીયલ કંટ્રોલર તરીકે શરૂઆત કરી હતી અને કંપનીની ફાઇનાન્સ લીડરશીપ ટીમના સભ્ય તરીકે સેવા આપી હતી.

De Beers promoted Richard Lawson to Chief Financial Officer
રિચાર્ડ લોસન. (ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડી બીયર્સે Sarah Kuijlaars, ના રાજીનામા બાદ આયોજન અને વ્યવસાય વિકાસના વડા Richard Lawson ને ચીફ ફાઈનાન્શીયલ ઓફિસર (CFO)  એટલે કે મુખ્ય નાણાકીય અધિકારી તરીકે બઢતી આપી છે, એમ  ગ્રુપે તાજેતરમાં જણાવ્યું છે.

Richard Lawson, જે ડી બીયર્સ બોર્ડ અને એક્ઝિક્યુટિવ કમિટીમાં પણ જોડાશે, તેમણે તેમની જવાબદારી સંભાળી લીધી છે. Lawsonએ 2017 માં ડી બીયર્સ ખાતે ગ્રુપ ફાઈનાન્શીયલ કંટ્રોલર તરીકે શરૂઆત કરી હતી અને કંપનીની ફાઇનાન્સ લીડરશીપ ટીમના સભ્ય તરીકે સેવા આપી હતી. ડી બીયર્સ સાથે જોડાતા પહેલાં Lawson, પેરન્ટ કંપની એંગ્લો અમેરિકનમાં ફાઈનાન્શીલ અને બિઝનેસ પોઝિશન સંભાળતા હતા.

Sarah Kuijlaars 2020થી ડી બીયર્સના મહિલા CFO હતા. આ પહેલા, તેઓ આર્કાડિસ, રોલ્સ-રોય્સ અને શેલ સહિતની ઘણી કંપનીઓમાં હાઈ રેન્કિંગ ફાઇનાન્સ હોદ્દા પર હતા. તેઓ કેટલાક નોન પ્રોફિટ બોર્ડમાં નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પણ છે. Sarah Kuijlaars એ ડી બીયર્સમાંથી રાજીનામું કેમ આપ્યું કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

ડી બીયર્સના CEO Al Cook એ કહ્યું કે, Sarah Kuijlaars અને Richard Lawson બંનેએ કંપનીમાં 3 વર્ષ સાથે કામ કર્યું છે. જેથી એક સુચારુ પરિવર્તન થવું જોઈતું હતું.

ડી બીયર્સના CEO Al Cook એ આગળ કહ્યું કે Sarah Kuijlaars,એ અમારી ફાઇનાન્સ સંસ્થાને મજબૂત બનાવી, અમારા બિઝનેસને મજબૂત બનાવ્યો અને અમારી બૅલેન્સ શીટને મજબૂત બનાવી, જે કંપનીની લાંબાગાળાની સફળતાને આધાર આપે છે, તેમણે કહ્યું. રિચાર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં સારાહ સાથે નજીકથી કામ કર્યું છે અને ડી બીયર્સ અને તેના બિઝનેસ વિશે ઉત્તમ સમજ ધરાવે છે. નિરંતરતા, જ્ઞાન અને નેતૃત્વ તે ભૂમિકામાં લાવે છે તે અત્યંત મૂલ્યવાન હશે કારણ કે અમે વિકાસ માટે ડી બીયર્સને સ્થાન આપીએ છીએ.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS