DIAMOND CITY NEWS, SURAT
ડી બિયર્સ કંપનીએ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સભ્યોને કુદરતી હીરાના સમર્થન કરવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે ‘સીઝ ધ ડે’ કેમ્પેઈનની પ્રોપર્ટી સુધી મુફ્તમાં પહોંચવાની તક ઉપલબ્ધ કરાવી છે.
આ પ્રભાવશાળી કેટેગરીના માર્કેટિંગ કેમ્પેઈન માટે યુએસ અને ચીનમાં નોંધપાત્ર 20 મિલિયન ડોલરના રોકાણની ડી બિયર્સ કંપનીએ જાહેરાત કરી છે.
આ અભિયાન આઈકોનિક ઝુંબેશ ‘અ ડાયમડ ઈઝ ફોરએવર’ને પુનર્જીવિત કરે છે. તે આગામી તહેવારોની સિઝનમાં દરમિયાન બજારમાં ખુશીઓની લહેર લાવવા માટે તૈયાર છે.
ડી બિયર્સ આ કેમ્પેઈન દ્વારા વૈશ્વિક વેપાર સમુદાયને તેમની ઝૂંબેશની પહોંચ અને અસરને મહત્તમ બનાવવાની પહેલના ભાગરૂપે ઉપલબ્ધ કરાવી રહી છે. ગ્રાહકોમાં કુદરતી હીરાના આકર્ષણ અને મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો આ અભિયાનનો હેતુ છે.
હીરાના ખાણકામ ક્ષેત્રની અગ્રણી કંપની ડી બિયર્સે આશા વ્યક્ત કરી હતી કે જીજેઈપીસીના સભ્યો આ તકને સ્વીકારશે અને આ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરશે.
જીજેઈપીસી સભ્યોની સુવિધા માટે કસ્ટમાઈઝ્ડ ઝુંબેશ સામગ્રીનો સીમલેસ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. તેઓ ડિટેઈલમાં સૂચનાઓ આપશે અને સિસ્ટમ પ્રોવાઈડ કરશે. જીજેઈપીસી સભ્યોને આપેલી લિંક પરથી સીધા જ સૂચનાઓ અને પ્રક્રિયા અંગેની વિગતો ડાઉનલોડ કરી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM