ડી બીયર્સે રશિયન હીરા પર પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપોને નકારી કાઢ્યા – બોત્સ્વાના હીરાની પ્રતિષ્ઠા અંગેની ચિંતાઓને વ્યક્ત કરી

યુદ્ધની શરૂઆત પછી ડી બીયર્સે રશિયાને તેની થર્ડ પાર્ટી સોર્સિંગ સૂચિમાંથી દૂર કરી દીધું અને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ રશિયા પાસેથી હીરા નથી લેતા

De Beers Refutes Allegations of Violating Sanctions on Russian Diamonds
બોત્સ્વાનાના ગેબોરોનમાં ડી બીયર્સ ફોરએવરમાર્ક સ્ટોરમાં હીરાની સગાઈની વીંટી. (બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પ્રખ્યાત હીરા કંપની ડી બીયર્સે મીડિયામાં ફરતા આરોપોને નિશ્ચિતપણે નકારી કાઢ્યા છે કે તેણે રશિયન હીરાનું વેચાણ કરીને યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે. આ દાવાઓ ત્યારે સામે આવ્યા જ્યારે લક્ઝરી પબ્લિકેશન Glitz.Paris એ અહેવાલ આપ્યો કે ડી બીઅર્સે યુ.એસ.માં રશિયન મૂળના સ્ટોન્સ વેચ્યા હતા અને 2022માં રશિયન ફર્મ અલરોસા પાસેથી ઇઝરાયેલી કંપની દ્વારા હીરા મેળવ્યા હતા. બોત્સ્વાનાના અખબાર સન્ડે સ્ટાન્ડર્ડ દ્વારા આ આરોપોને ફ્રન્ટ પેજ વાર્તા તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

જો કે, ડી બીયર્સે આ આરોપોનો ઝડપથી જવાબ આપ્યો, અને સ્પષ્ટપણે જણાવ્યું કે આરોપો ખોટા હતા. રવિવારે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં, કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તે બૉત્સ્વાના, કેનેડા, નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાં માઇન કરેલા અથવા તો તેમની કડક અને થર્ડ પાર્ટી ઓડિટેડ સોર્સિંગ નીતિનું પાલન કરતી પસંદગીની કંપનીઓમાંથી વિશિષ્ટ રીતે સોર્સ કરેલા હીરાઓ જ વેચે છે. નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું હતું કે યુદ્ધની શરૂઆત પછી ડી બીયર્સે રશિયાને તેની થર્ડ પાર્ટી સોર્સિંગ સૂચિમાંથી દૂર કરી દીધું હતું અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ રશિયા પાસેથી હીરા નથી લેતા.

સન્ડે સ્ટાન્ડર્ડ દ્વારા  પ્રકાશિત સમાચારમાં “શેડી ડિલિંગ્સ – સંદિગ્ધ સોદાઓ”ના આક્ષેપોએ બોત્સ્વાના હીરાની પ્રતિષ્ઠાને સંભવિત નુકસાન અને ડી બીયર્સ અને બોત્સ્વાના સરકાર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે ચિંતાઓ ઊભી કરી હતી, અખબારે અહેવાલ આપ્યો હતો કે ડી બીયર્સની ગ્રાહક બ્રાન્ડ, ફોરએવરમાર્કે યુએસ માર્કેટ માટે બનાવાયેલ રશિયન હીરા સાથે સંકળાયેલા અસંખ્ય વ્યવહારો કર્યા હતા. આ હીરા 0.19 થી 0.27 કેરેટ સુધીના હતા, તેમાં VS1 સ્પષ્ટતા હતી અને $227,000 થી $366,000 સુધીના મૂલ્યો માટે વીમો લેવામાં આવ્યો હતો.

આ જ અહેવાલ મુજબ, ડી બીયર્સે તાજેતરના વર્ષોમાં આંશિક રીતે સરકારી માલિકીની રશિયન હીરાનું માઇનિંગ કરતી અલરોસા સાથે ઘણા કરાર કર્યા હતા. જો કે, તે અસ્પષ્ટ છે કે શું આ કથિત સોદા 24 ફેબ્રુઆરી, 2022 પછી થયા હતા, જ્યારે યુક્રેન પરના આક્રમણને કારણે રશિયા સામે યુએસ પ્રતિબંધો અમલમાં આવ્યા હતા. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કેટલીક ખરીદી ઇઝરાયલ સ્થિત હીરા ઉત્પાદક અને ડી બીયર્સ સાઇટ હોલ્ડર ડાલુમી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. જો કે, દાલુમીએ આ દાવાઓને સખત રીતે નકારી કાઢ્યા હતા, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓએ 22 ફેબ્રુઆરી, 2022ના રોજ અલરોસા પાસેથી રશિયન હીરા ખરીદવાનું બંધ કરી દીધું હતું. વધુમાં, દાલુમીએ જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય ડી બીયર્સ ગ્રુપને રશિયન પોલિશ્ડ હીરા વેચ્યા નથી.

સન્ડે સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, આ આરોપો ડી બીયર્સ અને બોત્સ્વાના સરકાર વચ્ચેની વાટાઘાટો પર વધારાનું દબાણ લાવે છે. સરકારે માંગ કરી છે કે દેશના હીરાને ડી બીયર્સના એકત્ર માલનો ભાગ બનવાને બદલે “બોત્સ્વાના હીરા” તરીકે અલગથી માર્કેટિંગ કરવામાં આવે. હાલમાં, આફ્રિકા અને કેનેડામાં ડી બીયર્સની ખાણોમાંથી મોટાભાગના રફ હીરા પહેલા એક જગ્યા એ એકત્રિત થાય છે અને પછી ત્યાંથી બજાર સુધી પહોંચે છે.

ડી બીયર્સે આ આરોપોની અસર અંગે ચિંતા વ્યક્ત કરી, ભારપૂર્વક જણાવ્યું કે તેઓ છેલ્લા મહિનાઓમાં બોત્સ્વાનામાં સમાચારપત્રોમાં છપાયેલ વિવિધ હેડલાઇન્સને  ભ્રામક, ગેર માર્ગે  અને ઉદ્યોગને નુકસાન પહોંચાડનારી છે. કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે અગાઉની વાર્તાઓ ભ્રામક તો હતી જ, પરંતુ આ ચોક્કસ લેખ ખતરનાક હતો કારણ કે તેણે ખોટી રીતે સૂચવ્યું હતું કે જે કુદરતી હીરા ગ્રાહકો ખરીદે છે અને  જેમાંથી ઘણા બોત્સ્વાનાથી આવે છે, તે દૂષિત છે. ડી બીઅર્સે ચેતવણી આપી હતી કે કંપનીને બદનામ કરવાના લેખના પ્રયાસથી તેમની પ્રતિષ્ઠાની સાથે નોંધપાત્ર નુકસાન થવાનું જોખમ છે.

11 માર્ચ, 2022 ના રોજ, રશિયન હીરાની આયાત પરના યુએસ પ્રતિબંધના જવાબમાં, ડી બીયર્સે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ જે પણ હીરા વેચે છે તે બોત્સ્વાના, કેનેડા, નામિબિયા અથવા દક્ષિણ આફ્રિકામાં તેમની ખાણોમાંથી મળી આવે છે. બાદમાં ચોકસાઈ માટે 23 માર્ચ, 2022ના રોજ નિવેદનમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ડી બીયર્સની વેબસાઇટ પરનું વર્તમાન સંસ્કરણ આ સુધારાને ઉપલબ્ધ છે.

જોકે ડી બીયર્સ તેની પોતાની ખાણોમાંથી રફ હીરાનું વેચાણ કરે છે, તે ફોરએવરમાર્ક અને ડી બીયર્સ જ્વેલર્સ સહિત તેની કન્ઝ્યુમર બ્રાન્ડ્સ માટે થર્ડ પાર્ટી પાસેથી હીરાની ખરીદી કરે છે. આ પ્રથમ વખત નથી કે ડી બીઅર્સ બોત્સ્વાનામાં તેની પ્રવૃત્તિઓ વિશેના અહેવાલોને રદિયો આપે છે. નવેમ્બર 2022 માં, કંપનીએ સન્ડે સ્ટાન્ડર્ડ લેખને નકારી કાઢ્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે બોત્સ્વાના સરકાર ખાણકામ કંપની સાથેની તેની ભાગીદારી સમાપ્ત કરવાનું વિચારી શકે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS