DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ માઈનિંગ કંપની ડી બિયર્સે બફેલ્સ મરીન માઈનિંગ રાઈટ (BMMR) અને તેની સાથે સંકળાયેલી મિલકતોનું ક્લેઈનઝી હોલ્ડિંગ્સને વેચાણ કર્યું છે. મેલ્કી માઈનિંગ અને હોલગાઉન ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સની ભાગીદારી હેઠળનું કન્સોર્ટિયમ હતું જે હવે વેંચી દેવાયું છે. આ વેચાણ 7 ઓગસ્ટથી અમલી બન્યું છે.
BMMR ઉત્તરી કેપમાં નમાક્વાલેન્ડ માઈન્સમાં ડી બિયર્સની છેલ્લી ખાણ હતી. ડી બિયર્સે 2010 માં BMMR ખાતે કામગીરી બંધ કરી ત્યારથી તેના પુનઃસ્થાપન પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહી હતી, જ્યારે ખાણકામના અધિકાર માટે જવાબદાર ઓપરેટરની શોધ કરી રહી હતી. વેચાણ પ્રક્રિયા દ્વારા ક્લેઇન્ઝીએ ખાણના સંચાલન અને વધુ વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ખાણકામનો અનુભવ અને જરૂરી સંસાધનો દર્શાવ્યા હતા, જેના પગલે ક્લેઈન્ઝીને તેનું વેચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ડી બિયર્સ ક્લેઈન્ઝી હોલ્ડિંગ્સને બીએમએમઆર સોંપી ખુશ છે કારણ કે તેઓ માઇનિંગ કામગીરી ફરી શરૂ કરી શકશે. જેથી આર્થિક પ્રવૃત્તિ અને રોજગાર માટે અહીં નવી તકો ઉભી થશે. ડી બિયર્સ મેનેજ્ડ ઓપરેશન્સ એમડી મોસેસ મેડોન્ડોએ 5 સપ્ટેમ્બરની અખબારી યાદીમાં આ બાબતની જાહેરાત કરી હતી.
ક્લેઇન્ઝીના ચેરપર્સન થિરુ ગોવેન્દરે જણાવ્યું હતું કે વેચાણ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયું હતું. અમારા કન્સોર્ટિયમની અંદર અમારી પાસે બીએમએમઆરને ફરીથી શરૂ કરવા અને તેને સફળતાપૂર્વક ચલાવવા માટે સક્ષમતા, કુશળતા અને અનુભવ છે. 2010માં કામગીરી બંધ થઈ ત્યારથી પુનઃસ્થાપન પ્રવૃત્તિઓ હાથ ધરતી ખાણના સંચાલનમાં અમારી સામે આવતા પડકારો વિશે અમે સભાન છીએ. ખાણ ટૂંક સમયમાં ફરી કાર્યરત કરવા અમે ઉત્સુક છીએ. ક્લીનઝી ટૂંક સમયમાં આસપાસના વિસ્તારોના લોકો માટે રોજગાર લાવી તેઓના આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે.
ઑગસ્ટ મહિના દરમિયાન ડી બિયર્સે બીએમએમઆરના સીમલેસ અને જવાબદાર હેન્ડઓવરની ખાતરી કરવા માટે ક્લેઈન્ઝી સાથે કામ કર્યું હતું. ડી બિયર્સે નોર્થ કેપ પ્રાંતમાં સંશોધન પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન પર કેન્દ્રિત સામાજિક-આર્થિક વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા પ્રદેશમાં રોકાણ કરવાનું ચાલુ રાખવાનો હેતુ ધરાવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM