ડી બિયર્સે વર્ષની અંતિમ બે સાઈટ સ્થગિત કરી

ડી બિયર્સ સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરવાના હેતુથી સાઈટધારકોના સમર્થન કરવાનું ચાલુ રાખશે.

De Beers suspended the last two sights of the year
સૌજન્ય : ડી બીયર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બજારને સ્થિર કરવાના પ્રયાસમાં ડી બિયર્સે વર્ષના અંત સુધીની તમામ ઓનલાઈન રફ હરાજીને સ્થગિત કરી દીધી છે. ખાણ કંપનીની આઠમી સાઈટના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. જે આ વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચી ગઈ છે.

કંપનીએ 5 ઓક્ટોબરના રોજ જાહેર કર્યું કે સપ્ટેમ્બરમાં કંપનીનું કુલ વેચાણ 200 મિલયન ડોલર હતું જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 61 ટકા ઓછું છે. આ અગાઉ ઓગસ્ટ 2023માં વેચાણમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટમાં 370 મિલિયન ડોલર વેચાણ થયું હતું.

ડી બિયર્સ કંપનીના સીઓએ અલ કૂકે કહ્યું કે, ડી બિયર્સ કંપનીએ પોતાની રફ હીરાનો સ્ટોક ઘટાડી દીધો છે. કેમ કે ઉદ્યોગ મિડસ્ટ્રીમ સ્ટોકના ભરાવાથી બચી સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ડી બિયર્સ સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરવાના હેતુથી સાઈટધારકોના સમર્થન કરવાનું ચાલુ રાખશે. કંપની વર્ષની છેલ્લી બે સાઈટ પર સાઈટધારકોના હિતમાં વલણ નરમ રાખવા માંગે છે તેથી જ કંપનીએ 2023ની છેલ્લી બે ઓનલાઈન હરાજીને સ્થગિત કરી દીધી છે.

કૂકે વધુમાં જણાવ્યું હતું કે, માઈનીંગ કપની તહેવારોની સિઝન દરમિયાન ગ્રાહકોની માંગ વધારવા મદદરૂપ થશે. નેચરલ ડાયમંડના માર્કેટિંગ માટે કંપનીએ 20 મિલિયન ડોલર ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લી સાઈટ જે 18 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી ચાલી હતી તેમાં એંગ્લો અમેરિકન પેટા કંપનીની 2023ની આઠમી સાઈટ હતી, જેમાં ગ્લોબલ સાઈટધારકોના વેચાણ અને હરાજી બંનેનો સમાવેશ થાય છે.

ઓગસ્ટમાં કંપનીએ ગ્રાહકોને જણાવ્યું હતં કે, વર્ષની બાકી રહેલી સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચેની ત્રણ સાઈટ સ્થગિત કરી દેવાશે. ગ્રાહકોની નબળી માંગને કારણે 2024ની શરૂઆત સુધી તેમની એક કેરેટમાંથી અડધી અને મોટી ખરીદીને સ્થગિત કરી દેવાશે.

દરમિયાન રશિયન માઈનીંગ કંપની અલરોસાએ તેના સપ્ટેમ્બર અને ઓક્ટોબરના વેચાણને મધ્ય પ્રવાહ પરના કેટલાંક વધારાના સપ્લાયના દબાણથી મુકત કરવા ડિમાન્ડ અને સપ્લાયને પુનઃસંતુલિત કરવાના હેતુથી રદ કરી હતી. ડી બિયર્સ બોત્સવાનાના ગેબોરોનમાં દર વર્ષે 10 રફ હીરા સાઈટ ધરાવે છે, તેના આગામી વિઝ્યુલાઈઝેશન 23થી 27 ઓક્ટોબરના રોજ થવાના છે.

નોંધનીય છે કે રફ સેલિંગ-માઈનીંગ કંપનીઓ બજારની પરિસ્થિતિ અને ભારતીય હીરા ઉત્પાદકોના મિજાજને પારખીને વલણ બદલ્યું છે. તાજેતરમાં મુંબઈમાં હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારોએ ભેગા મળી 100 ડાયમંડ કંપનીઓની સંમતિથી રફ ડાયમંડની ખરીદી પર બે મહિના માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ પ્રતિબંધ 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર 2023 દરમિયાન ચાલુ રહેશે.

ભારતીય હીરા ઉદ્યોગકારોના આ નિર્ણયના લીધે માઈનીંગ કંપનીઓએ વલણ નરમ કરવાની ફરજ પડી છે, તેથી જ કંપનીઓએ ચાલુ વર્ષની છેલ્લી સાઈટો સ્થગિત કરી છે. ડિસેમ્બર સુધી હવે રફનું વેચાણ શક્ય નહીં હોવાથી ભારતીય હીરા ઉત્પાદકોને સહકાર આપવાના હેતુથી સાઈટ રદ કરાઈ છે. ચોક્કસપણે ડી બિયર્સ કંપનીના આ સહકારભર્યા નિર્ણયના લીધે ભારતીય હીરા ઉત્પાદકો રાહત અનુભવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS