ડી બિયર્સ કેલગરી યુનિવર્સિટીમાં ચાર યુવતીઓને સ્ટેમ સ્કોલરશિપ આપશે

વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે સાયન્સમાં બે મહિલાઓ અને એન્જિનિયરિંગમાં બે મહિલાઓને 5,000 ડોલરની સ્કૉલરશિપ આપશે

De Beers to award STEM scholarships to four young women at the University of Calgary
સૌજન્ય : DeBeersGroup.com
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની અગ્રણી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સે યુનિવર્સિટી ઓફ કેલગરી ખાતે સાયન્સ, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ (સ્ટેમ) સેક્ટરમાં મહિલાઓ માટે ચાર નવી સ્કોલરશીપની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે સાયન્સમાં બે મહિલાઓ અને એન્જિનિયરિંગમાં બે મહિલાઓને 5,000 ડોલરની સ્કૉલરશિપ કંપની તરફથી આપવામાં આવશે.

ડી બિયર્સે તાજેતરમાં ચાર સ્કોલર્સ ટેગન પોટવિન, ડિએન સાવર્ડ, જાસ્મીન મેકડમોર્ટ અને સોર્નાલી બનિકને મીટ એન્ડ ગ્રીટ લંચ માટે હોસ્ટ કર્યા હતા.

જીઓલોજી સ્ટુડન્ટ ટેગન મહત્ત્વાકાંક્ષી જ્વાળામુખી શાસ્ત્રી અને સિસ્મોલોજીસ્ટ છે. કેમિકલ એન્જિયરિંગ મેજર અને બાયોમેડિકલ એન્જિયનરિંગના માઈનરો ડીએનએ જણાવ્યું હતું  કે, ડી બિયર્સની સ્કોલરશીપથી તેઓને આર્થિક રાહત મળી છે. જાસ્મીન મિકેનિકલ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છે, જે 2023માં તેની ડિગ્રી પૂરી કરશે. આ પુરસ્કારને તેણીએ સખત મહેનત અને નાણાકીય સહાયની માન્યતા તરીકે જોઈ રહી છે. સોર્નાલી બનિક ન્યુરોસાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સમાં ડબલ ઓનરની ડિગ્રીઓ મેળવનાર મહત્ત્વાકાંક્ષી વિદ્વાન છે.

ડી બિયર્સ કેનેડા માટે ટેક્નિકલ સર્વિસીસ અને મિનરલ રિસોર્સ મેનેજમેન્ટના મેનેજર પામેલા એલેમર્સે જણાવ્યું હતું કે 2018 સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ અમારો હેતુ મહિલાઓને સ્ટેમ સેક્ટરમાં પ્રવેશવા માટે પ્રેરણા આપવાનો છે. આ સેક્ટરમાં મહિલાઓનું હાલ પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ખાસ કરીને કેનેડાની માઈનીંગ ઇન્ડસ્ટ્રીમાં નહિવત છે. અમારા વિદ્વાનોની શૈક્ષણિકય યાત્રાનો ભાગ બનવાની અને તેમના માર્ગ પર અમારા સમર્થનની સકારાત્મક અસરો જોવું લાભદાયી બની રહશે.

આ સ્કૉલરશિપ કેલગરી યુનિવર્સિટીમાં સાયન્સ અને એન્જિનિયરિંગમાં મહિલાઓને સપોર્ટ આપવા માટે ચાર વર્ષના 80,000 ડોલર પ્રોગ્રામનો એક ભાગ છે. 2018થી ડી બિયર્સ ગ્રુપે સ્ટેમ ક્ષેત્રોમાં કેનેડિયન મહિલાઓને 103 સ્કૉલરશિપ આપી છે, જેમાં યુનિવર્સિટી ઓફ કેલેગરીની 19 મહિલાઓનો સમાવેશ થાય છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS