DIAMOND CITY NEWS, SURAT
જાણીતી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સે દક્ષિણ આફ્રિકાના અંગોલામાં પોતાનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ અંગોલામાંથી અગાઉ શોધાયેલી ડાયમંડ ડિપોઝીટમાંથી હીરાના ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી દક્ષિણ આફ્રિકા દેશ સાથે એમઓયુ કર્યો છે.
તાજેતરમાં માઈનીંગ ઈન્દાબા કોન્ફરન્સમાં હસ્તાક્ષર કરાયેલા સમજુતીપત્ર પર સરકારી હીરા કંપની એન્ડિયામા, સ્ટેટ ડાયમંડ ટ્રેડિંગ સોડિયમ અને અંગોલાની રાષ્ટ્રીય ખનિજ સંસાધન એજન્સીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ કરાર હેઠળ આગામી 35 વર્ષ માટે અહીં હીરાની શોધખોળ કરવામાં આવશે. ખનિજ રોકાણ 2022માં અંગોલા સાથે એમઓયુ કરાયા હતા, જે 20 વર્ષની ગેરહાજરી પછી ડી બિયર્સ માટે અંગોલામાં પરત ફરવાનું માધ્યમ બન્યું હતું. ડી બિયર્સે કહ્યું કે, મેમોરેન્ડમનો હેતુ કાંપવાળી હીરાની ખાણકામ તેમજ દેશમાં સોશિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઉત્તેજન આપવાનો હતો.
ડી બિયર્સના સીઈઓ અલ કૂકે કહ્યું કે, અંગોલા એ કેવી રીતે આર્થિક સુધારા રોકાણ તરફ દોરી જવાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. 2022માં અંગોલામાં પરત ફરવું ડી બિયર્સ માટે એક મહત્ત્વનું પગલું રહ્યું છે. અમે અંગોલામાં ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યાં છે.
2017માં ભૂતપૂર્વ પ્રમુખ જોસ એડુઆડ્રો ડોસ સાન્તોસનું સ્થાન લેનાર રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કોની સરકાર દ્વારા કરાયેલા નિયમનકારી અને નીતિગત ફેરફારોને પગલે ડી બિયર્સનું અંગોલામાં પરત ફરવું શક્ય બન્યું હતું. ડી બિયર્સ અને અન્ય હીરા શોધકર્તાઓ 2000ના દાયકામાં અંગોલા છોડી દીધો હતો. હવે ડી બિયર્સ પરત ફર્યું છે, ત્યારે આ સમયગાળામાં અંગોલામાં શોધાયેલી નવી ડિપોઝીટ પર કામ કરશે.
રિયો ટિન્ટોએ જાહેરાત કરી હતી કે, તે 2019માં અંગોલા પરત ફરી છે. તે સ્પષ્ટ કરે છે કે તે એન્ડિયામાં 25 ટકા હોલ્ડિંગ સાથે વિકસિત કોઈપણ ખાણના પ્રથમ તબક્કામાં 75 ટકા હિસ્સો ધરાવશે પરંતુ કરારના લીધે એન્ડિયામા તેની હોલ્ડિંગ વધારીને 49 ટકા થવાની સંભાવનાને ખુલ્લી છોડી હતી.
મેમોરેન્ડમના સંદર્ભમાં ડી બિયર્સ અને અંગોલા ડી બિયર્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમની આર્થિક સ્થિતિનું પુન:મૂલ્યાંકન કરવા માટે સંખ્યાબંધ કિમ્બરલાઈટ ડિપોઝીટની સમીક્ષા કરવાનો ઈરાદો ધરાવે છે. આ ગ્રુપે ડિપોઝીટ ક્યાં આવેલી છે તેની વધારાની વિગતો આપી ન હતી, પરંતુ તેના ખનિજ રોકાણ કરાર દેશના નોર્થ ઈસ્ટમાં સંભાવનાઓ ચકાસવા માટે કરાયા હતા.
એન્ડિયામાના સીઈઓ ગંગા જુનિયરે કહ્યું કે, આપણા દેશના સોશિયલ ઈકોનોમિકલ ડેવલપમેન્ટમાં યોગદાન આપવા અંગોલામાં હીરાનું ઉત્પાદન વધારવાના ઉદ્દેશ સાથે આ વ્યૂવહાત્મક ભાગીદારી કરાઈ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM