એન્ગેજમેન્ટ રિંગ સેક્ટરમાં નેચરલ ડાયમંડને પ્રમોટ કરવા ડી બિયર્સ એ ડાયમંડ ઈઝ ફોર એવર કેમ્પેઈન ફરી શરૂ કરશે

ગ્રાહકોની માંગ વધારવા અને હીરાના સપનાને સાકાર કરવાનું કેમ્પેઈન અમારા ભવિષ્યના પ્લાનિંગ સાકાર બનાવે છે : અલ કૂક

De Beers to relaunch A Diamond is Forever campaign to promote natural diamonds in engagement ring sector-1
વધારાના $20 મિલિયનના રોકાણમાં 2023ની રજાઓની મોસમ માટે પુનઃકલ્પના કરાયેલ 'સીઝ ધ ડે' જાહેરાતના વળતરનો સમાવેશ થાય છે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લેબગ્રોન ડાયમંડ સેક્ટર તરફથી વધતી સ્પર્ધા વચ્ચે નેચરલ ડાયમંડ જ્વેલરીના માર્કેટને પ્રોત્સાહન આપવાના હેતુથી ડી બિયર્સ કંપનીએ કમર કસી છે. કંપનીએ પોતાની જૂની એ ડાયમંડ ઈઝ ફોરએવર ટેગલાઈન સાથે માર્કેટમાં કુદરતી હીરાની જ્વેલરીનું માર્કેટિંગ વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. બજારમાં કુદરતી હીરાની માંગને ગ્રાહકો તરફથી સપોર્ટ મળે તે માટે ડી બિયર્સ દ્વારા 20 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. રજાઓની સિઝનમાં યુએસ અને ચીનમાં ડી બિયર્સ કુદરતી હીરાના પ્રમોશન માટે ભરપૂર પ્રયાસ કરશે.

આ રોકાણનો હેતુ બજારમાં કુદરતી હીરાના ઝવેરાતની માંગ વધારવાનો છે. ડી બિયર્સ 20 મિલિયન ડોલરનું રોકાણ કરી તેની વર્તમાન જ્વેલરી બ્રાન્ડની એક્ટિવિટી વધારશે. કંપનીના સૌથી સફળ સિઝ ધ ડે કેમ્પેઈનને ફરી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. નવી પેઢીના ગ્રાહકોને કુદરતી હીરાના ઝવેરાતના મૂલ્ય અંગે સમજાવવામાં આવશે. 20 મિલિયન ડોલરના રોકાણનો ઉપયોગ યુએસ અને ચીનમાં વ્યાપક મીડિયા પ્રમોશન માટે વાપરવામાં આવશે. રજાઓમાં ગિફ્ટ સેગમેન્ટ માટે જસ્ટ ઈન ટાઈમ મેસેજ સાથે છેવટના ગ્રાહકને ટાર્ગેટ કરાશે. આ કેમ્પેઈનમાં પરંપરાગત મીડિયાનો સમાવેશ કરાશે, જેમાં પ્રિન્ટ મીડિયા મુખ્ય રહેશે. આ ઉપરાંત ડિજીટલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરાશે, જે સુનિશ્ચિત કરશે કે કુદરતી હીરાના મુખ્ય લક્ષણો આકર્ષક અને સુસંગત રીતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે.

ઝૂંબેશ ચલાવવા ઉપરાંત ડી બિયર્સ વેપારને તેના ઉપયોગ માટે મુફ્તમાં સાધનો ઉપલબ્ધ કરાવશે. ડી બિયર્સ અગ્રણી ઉદ્યોગ સંગઠનો સાથે મળીને રિટેલર્સ સુધી આ કેમ્પેઈનની માહિતી પહોંચાડશે.

દરમિયાન ડી બિયર્સે એ વાતને સમર્થન આપ્યું કે તાજેતરમાં લાઈટબોક્સ લેબગ્રોન ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગ ટેસ્ટ પૂરો થયો છે. કંપનીએ ટેસ્ટિંગ દ્વારા લેબગ્રોન વિશેની તેની સમજણને વધુ ઊંડી બનાવી છે. બદલતાં સમયમાં તેમની સાથે સંકળાયેલા ગ્રાહકોની ધારણાઓનું કંપનીએ મૂલ્યાંકન કર્યું છે. લાઈટબોક્સ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. જ્યાં તે સેક્ટરમાં સૌથી વધુ આશાસ્પદ ભાવિ તકો જુએ છે. આ સાથે કંપની ખાતરી આપે છે કે ફેશન જ્વેલરીમાં લુઝ સ્ટોન અને એલજીડીમાં એન્ગેજમેન્ટ રિંગ્સનું વેચાણ કરશે નહીં.

એન્ગેજમેન્ટ રિંગનું ટેસ્ટીંગ હાલના સમયમાં આ સેક્ટરને વધુ આંતરદ્રષ્ટિ પુરી પાડે છે, તેને વધુ મજબૂત બનાવે છે, જે દર્શાવે છે કે ઘણી એલજીડી રિંગ ઓફર્સ માટે વેપારી દરખાસ્ત સંભવત લાંબા ગાળા માટે ટકાઉ નથી. રિટેલર્સે પહેલેથી જ ફ્લેટ સંપૂર્ણ જાળવવા માટે દર બે વર્ષે વેચાતા એલજીડી કેરેટની સંખ્યા બમણી કરવાની જરૂર છે, જેથી નફો વધી શકે.

યુએસ અને ચીનમાં કરાયેલા એક સર્વેના રિપોર્ટ અનુસાર મહિલાઓ દ્વારા ખરીદાતી લક્ઝરી ચીજવસ્તુઓમાં સૌથી ટોચનું સ્થાન કુદરતી હીરાને આપવામાં આવ્યું છે. યુએસમાં પાંચમાથી ચાર મહિલાઓ કુદરતી હીરાને પસંદ કરે છે. લગ્ન જેવા મહત્ત્વના પ્રસંગ માટે મહિલાઓ કુદરતી હીરાની એન્ગેજમેન્ટ રીંગ પસંદ કરે છે. આ પ્રસંગના મહત્ત્વને જાણતી મહિલાઓ કુદરતી હીરાને તેને માટે અનુકૂળ સમયે છે. એલજીડી ખરીદનારાઓની સરખામણીમાં ચાર ગણા વધુ લક્ઝરી દાગીના ગ્રાહકોનું કહેવું છે કે વિશેષ પ્રસંગો માટે કુદરતી હીરા જ પસંદ કરશે, જ્યારે સાડા ત્રણ ગણાથી વધુ લોકો કહે છે કે એલજીડીના સ્થાને કુદરતી હીરાના ઝવેરાત પહેરવામાં તેઓ વધુ ગૌરવની લાગણી અનુભવે છે.

ડી બિયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે કહ્યું કે, કુદરતી હીરા સદીઓથી પ્રેમનું પ્રતીક છે. ડી બિયર્સનું કેમ્પેઈન દાયકાઓથી પ્રતિષ્ઠા ધરાવે છે. અમે અમારા સૌથી સફળ કેમ્પેઈનમાંથી એકને પુન:જીવીત કરી પરંપરાને આગળ વધારવાનો નિર્ણય લીધો છે, તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. રજાઓની સિઝનમાં ઉદ્યોગનું સમર્થન કરવા, ગ્રાહકોની માંગ વધારવા અને હીરાના સપનાને સાકાર કરવાનું કેમ્પેઈન અમારા ભવિષ્યના પ્લાનિંગ સાકાર બનાવે છે.

ડી બિયર્સ ગ્રુપના મુખ્ય બ્રાન્ડ ઓફિસર ડેવિડ પ્રેગરે કહ્યું કે, 75થી વધુ વર્ષોથી એ ડાયમંડ ઈઝ ફોરએવરની ટેગલાઈને કુદરતી હીરાના પ્રતિકાત્મક વચનને પેઢીઓને પ્રેરણા આપી છે. પારંપરિક મીડિયા અને ઈન્ફ્લુએન્ઝર દ્વારા ડિજીટલ મીડિયામાં કેમ્પેઈન દ્વારા અમે અમારા રોકાણના માધ્યમથી નવી પેઢી માટે આધુનિક પદ્ધતિથી સીઝ ધ ડે અભિયાન ફરી શરૂ કરવા જઈ રહ્યાં છે. ડી બિયર્સ આ રજાની સિઝનમાં કુદરતી હીરા ખરીદવા માંગતા ગ્રાહકોની સપનાને સાકાર કરવા ડી બિયર્સ રિટેલર્સને ટેકો પુરો પાડશે, જેથી તેઓ ગ્રાહકોની ડિમાન્ડ પુરી કરી શકે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS