Decline in sales as US markets experience slowdown
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ફેબ્રુઆરી મહિનામાં યુએસમાં રિટેલ વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. મંદીના લીધે આ પરિસ્થિતિ ઉદ્દભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુએસ સેન્સસ બ્યુરોએ જાહેર કરેલા ડેટા અનુસાર જાન્યુઆરી મહિનામાં 3.2 ટકાના વધારાની સરખામણીએ આવક અગાઉના મહિનાની સરખામણીએ 0.4 ટકા ઘટીને $ 697.9 બિલિયન મિલિયન થઈ હતી.  આ ઘટાડો નાણાકીય બજારોમાં ઊભા થયેલા પડકારોના લીધે જોવા મળ્યો છે. આર્થિક અનિશ્ચિતતાની ગંભીર અસર યુએસના રિટેલ માર્કેટ પર પડી છે.

ફેબ્રુઆરી મહિનામાં રિટેલ વેચાણ વર્ષના અન્ય મહિનાઓની સરખામણીએ સામાન્ય રીતે ધીમું રહેતું હોય છે. તેથી માસિક વધઘટની સંભાવના રહેતી હોય છે તેમ નેશનલ રિટેલ ફેડરેશનના ચીફ ઈકોનોમિસ્ટ જેક ક્લીનહેન્ઝે જણાવ્યું હતું. આ અગાઉ ગયા વર્ષે આ સમયગાળામાં વેચાણમાં 5.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ જાન્યુઆરીના વાર્ષિક ધોરણે 7.7 ટકાના વધારાથી હજુ પણ વૃદ્ધિ નીચી રહી હતી તેમ એનઆરએફ દ્વારા નોંધવામાં આવ્યું હતું.

એનઆરએફના પ્રમુખ મેથ્યુ શે એ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીની રિટેલ વેચાણ વૃદ્ધિ ગ્રાહકોની ઘરેલું ચીજ વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા આપવાના અને સમજી વિચારીને ખર્ચ કરવાના વલણને પ્રતિબિંબિત કરે છે. તે ઉપરાંત બેન્કિંગ અને નામાંકીય બજારોમાં તાજેતરમાં ઉભી થયેલી અસ્થિરતાના લીધે આર્થિક અનિશ્ચિતતાઓ વધી છે, જેના લીધે ગ્રાહકોએ પ્રાથમિક જરૂરિયાતોની ખરીદી પર ભાર મુક્યો છે. કારણ કે મોટા પ્રમાણમાં નોકરીઓ અને વેતનો વધતાં હોવાના લીધે ફુગાવો નીચે જઈ રહ્યો છે.

યુએસ સેન્સસ બ્યુરો ફેબ્રુઆરી મહિનામાં મોનીટરીંગ કર્યું છે કે, પાછલા વર્ષોની સરખામણીમાં કપડા, એસેસસરીઝ સહિતની 9 કેટેગરીમાં વેચાણ વધ્યું છે, જેમાં દાગીનાનો પણ સમાવેશ થાયછે. અંદાજે તે 4.1 ટકા જેટલો વધ્યો છે, પરંતુ તે જાન્યુઆરીની સરખામણીએ 0.8 ટકા ઘટ્યો છે. તમામ ઉત્પાદનોમાં ઓનલાઈન વેચાણનું પ્રમાણ પાછલા એક વર્ષની સરખામણીએ 8.5 ટકા વધ્યું છે. પાછલા એક મહિનાની સરખામણીએ તે 1.6 ટકા વધ્યું હતું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant