બ્રિટન અને અમેરિકામાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે!

લેબગ્રોન ડાયમંડે જ્વેલરી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે. વર્ષ 2020માં લેબગ્રોન હીરાનો હિસ્સો માત્ર 13.7% હતો જે વર્ષ 2022માં વધીને 33.8% થયો.

Demand for lab grown diamond jewellery is increasing in Britain and America-1
વનપોલ / SWNS
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બ્રિટન અને અમેરિકાના લોકો કેવા પ્રકારની લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરીની પસંદ કરે છે તે અંગે તાજેતરમાં ડાયમંડ રિટેલર ક્વીન્સમિથ નામની કંપની દ્વારા એક સરવે કરાવવામાં આવ્યો હતો, જેના પરિણામોએ ભારતીય લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોની ખુશીમાં વધારો કર્યો છે: આ કંપનીના સરવે અનુસાર વીતેલા પાંચ વર્ષમાં બ્રિટન અને અમેરિકામાં લેબગ્રોન ડાયમંડના વેચાણમાં 2,860%નો વધારો થયો છે.

જ્યારથી કૃત્રિમ હીરાની શોધ થઈ છે અને તે હીરાએ બજારમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે ત્યારથી એ ચર્ચા ચાલી રહી છે કે શું લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડનું સ્થાન લઈ લેશે? શું નેચરલ ડાયમંડનો ક્રેઝ ઘટી જશે? તાજેતરમાં સુરતના મહેમાન બનેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ આ બાબતે પોતાની ટિપ્પણી આપતા કહ્યું હતું કે, નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું અલગ બજાર છે. બંને વચ્ચે સ્પર્ધા નથી. બંનેનો અલગ ગ્રાહક વર્ગ છે. તેથી તેને સ્પર્ધા તરીકે ન જોવું જોઈએ. જે ગ્રાહકને નેચરલ ડાયમંડ જોઈએ તેને નેચરલ આપો અને જેને કૃત્રિમ જોઈએ તેને કૃત્રિમ આપો.

એક રીતે પીયૂષ ગોયલનો કહેવાનો અર્થ એ હતો કે બજારની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરો. ધંધાદારીઓએ ખરેખર એવું જ કરવું જોઈએ. પરંતુ ગ્રાહકોને કયા પ્રકારના ડાયમંડ પસંદ છે તે જાણ્યા વિના ઉત્પાદન ન કરી દેવાય. એટલે જ તાજેતરમાં એક સંસ્થાએ બ્રિટન અને અમેરિકાના લોકોને કેવા પ્રકારના ડાયમંડ, કેવા પ્રકારના લેબગ્રોન ડાયમંડ પસંદ છે તે અંગેનો એક સરવે કર્યો હતો. જેનું તારણ એવું બહાર આવ્યું છે કે અમેરિકા અને બ્રિટનની ગોરી પ્રજાને લેબગ્રોન ડાયમંડ પસંદ પડી રહ્યાં છે. પાછલા પાંચ વર્ષમાં ગોરી પ્રજાનો કૃત્રિમ હીરા ખરીદવામાં રસ વધ્યો છે. જેના પરિણામે પાછલા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના સેલ્સમાં 2860 ટકાનો જોરદારો ઉછાળો નોંધાયો છે.

યુકે.ના ડાયમંડ રિટેલર ક્વીનસ્મિથે કરાવેલા સર્વે અનુસાર બ્રિટન, અમેરિકા અને યુરોપિયન દેશોમાં લેબોરેટરીમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડ લોકોની પહેલી પસંદ બની રહ્યાં છે. તેમના દાવા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના વેચાણમાં 2,860% નો વધારો નોંધાયો છે. લેબગ્રોન ડાયમંડનું વેચાણ વધવા પાછળનું મહત્વનું કારણ એ છે કે, લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડની સરખામણીએ કિંમતમાં સસ્તાં છે. તેમજ તે પર્યાવરણ પર માઠી ઓછી અસર કરતા નથી.

લેબગ્રોન ડાયમંડની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે, બ્રિટન અને અમેરિકામાં કપલ્સ માઈનીંગ કરેલા ડાયમંડ કરતા વધુ ટકાઉ વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. યુકે.નાં કેટલાક જ્વેલર્સ કહે છે કે, પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના સેલ્સમાં 2,000% થી વધુનો વધારો થયો છે.  કારણ કે લોકો સસ્તાં વિકલ્પ શોધી રહ્યાં છે. વળી, લેબગ્રોન ડાયમંડ રાસાયણિક રીતે કુદરતી હીરા જેવા જ છે પરંતુ તેની કિંમત 85% જેટલી ઓછી છે. લેબોરેટરીમાં ઉત્પાદિત ડાયમંડને વધુ ને વધુ સારા મૂલ્યના વિકલ્પ તરીકે અમેરિકા અને બ્રિટનની પ્રજા જોઈ રહી છે.

આ સરવે હેઠળ યુકેમાં 1,500 પતિ-પત્નીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 70% લોકો લેબગ્રોન પસંદ કરવા તૈયાર છે. જ્યારે 55 % લોકોએ લેબગ્રોનની સસ્તી કિંમત અને 43% લોકોએ સિન્થેટીક ડાયમંડની સસ્ટેનિબિલીટીના લીધે તેની ખરીદીમાં રસ દાખવ્યો છે. જ્યારે 69% લોકોએ સ્વીકાર્યું કે તેઓ નેચરલ અને લેબગ્રોન ડાયમંડનો બે વચ્ચેનો તફાવત જાણી શકતા નથી. ડાયમંડ રિટેલર ક્વીનસ્મિથે જણાવ્યું છે કે, લેબગ્રોન ડાયમંડનું માર્કેટ પાંચ વર્ષમાં 2,860% વધ્યું છે. 2019માં તેનું લેબ-ગ્રોન વેચાણ એકંદર વેચાણના 1% હતું પરંતુ આ વર્ષે તેઓ એકંદર વેચાણમાં 81% હિસ્સો ધરાવે છે. આ સરેવમાં 70% લોકોએ એવું કહ્યું કે, તેઓ લેબગ્રોન હીરાને ખરીદવા તૈયાર છે. અમારું સંશોધન દર્શાવે છે કે 46% લોકો જાણતા ન હતા કે લેબમાં પણ હીરા અસ્તિત્વમાં આવી શકે છે.

આ સરવે અનુસાર લોકો સસ્તી વીંટી ખરીદવાનું પસંદ કરે છે. જેથી તેઓ પોતાના લગ્ન પાછળ વધુ ખર્ચ કરી શકે. કપલ્સ મેરેજ વેન્યૂ પાછળ 53% અને વેડિંગ આઉટફિટ માટે 34% રકમ ખર્ચવા માંગે છે. તેઓ માટે એંગેજમેન્ટની રીંગ ત્રીજા સ્થાને છે. લગ્નની વીંટી માટે બ્રિટન અને અમેરિકાની પ્રજા 31% રકમ ખર્ચવા માંગે છે. તેથી તેઓ હવે નેચરલના બદલે લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી રીંગ ખરીદવાનું પસંદ કરતા થયા છે. આ ઉપરાંત 27% પાસે પહેલેથી જ લેબગ્રોન હીરાની જ્વેલરી ધરાવે છે.  જ્યારે 32% અન્ય લોકોને જાણતા હતા કે, તેમણે લેબ ડાયમંડ જ્વેલરી ખરીદી હતી. લગ્ન સિવાય પણ અમેરિકા અને બ્રિટનમાં 52 ટકા શોખીનો નેકલેસ, 50 ટકા એરિંગ્સ અને 44 ટકા બ્રેસલેટ ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.

આ ક્ષેત્રના જાણકાર એડાહન ગોલાનનું કહેવું છે કે, લેબગ્રોન ડાયમંડે જ્વેલરી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે. વર્ષ 2020 માં લેબગ્રોન હીરાનો હિસ્સો માત્ર 13.7% હતો. જે વર્ષ 2022માં વધીને 33.8% થયો છે. યુક્રેન-રશિયા યુદ્ધને લીધે 2023માં લેબગ્રોનનાં વેપારને અસર થઈ છે. કારણકે યુકે,અમેરિકા અને યુરોપના દેશોની પ્રાથમિકતા બદલાઈ છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS