DIAMOND CITY NEWS, SURAT
રિટેલ સ્ટોર્સમાં લેબગ્રોન ડાયમંડના સ્ક્રીનિંગ માટે નાના ડિવાઈસના ઉત્પાદન કરવા માટે ડિમાન્ડ થઈ રહી છે, એમ ડી બિયર્સના ઈનોવેશન યુનિટે જાહેર કર્યું છે.
જ્વેલર્સ તેમની પાછળની ઓફિસમાં અથવા તેમના સ્ટોરના ફ્લોર પર વધુ ને વધુ સ્ક્રીનિંગ સાધનો ઈચ્છે છે, જે તેમને અને તેમના ગ્રાહકોને લેવડદેવડ કરતી વખતે વધુ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.
ડી બિયર્સ ગ્રુપ ઈગ્નાઈટ ખાતે કોમર્શિયલ પ્રોડેક્ટસ અને સર્વિસ લીડ ડેની ક્રુગરે જણાવ્યું હતું કે, અમે ચોક્કસપણે ઉદ્યોગમાં જોયું છે કે સ્ક્રીનીંગ સાધનો કદમાં નાના થઈ રહ્યાં છે. રિટેલિંગના દ્રષ્ટિકોણથી તે ફક્ત સ્ટોરની ડિમાન્ડને લીધે પ્રશ્નો ઊભા થયા છે.
જ્વેલરીની આખીય ચેનલમાં આ ટ્રેન્ડ ઓછો દેખાય છે એમ જણાવતા ક્રુગરે કહ્યું કે, સેક્ટરે ફિનિશ્ડ જ્વેલરીની સ્ક્રીનિંગ તરફ પણ ફેરફાર કર્યો છે, જે ઈન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકો માટે નવી ગૂંચવણો ઊભી કરે છે.
દસ વર્ષ પહેલાં ઘણા સાધનો લેબ આધારિત અથવા ખૂબ મોટા જથ્થાબંધ વેપારીઓ માટે હતા એમ જણાવતા સિબલીએ કહ્યું કે તેથી તે રિટેલમાં ઓછા દેખાતા હતા, પરંતુ હવે રિટેલમાં આવા સાધનોની ડિમાન્ડ વધુ છે. તેથી એક જ સોલિટેર રિંગને માપવું એ ખૂબ જ જટિલ ડિઝાઈન કરતા સરળ છે, જેમાં ચારે બાજુ અને નીચે ડાયમંડ છે.
આ ઈવેન્ટ ડી બિયર્સ દ્વારા તેના એએમએસ માઈક્રો ડિવાઈસના વિલંબિત લોન્ચિંગ પહેલાં આવી હતી. જે 0.001 કેરેટ જેટલી નાના પીસ ચેક કરવા માટે રોબોટિક્સનો ઉપયોગ કરે છે. હાલની એમએસ2 ઓટોમેટેડ મેલી સ્ક્રિનિંગનો ભાગ માત્ર 0.0032 કેરેટ અને મોટા પત્થરો માટે જ કામ કરે છે.
ડી બિયર્સ એ આ વર્ષની શરૂઆતમાં એએમએસ માઈક્રો લૉન્ચ કરવાની યોજના બનાવી હતી. પરંતુ મુલતવી રાખ્યા પછી આગામી અંદર પ્રથમ સાધન બે મહિનામાં વિતરીત કરવાની અપેક્ષા રાખે છે એમ ક્રુગરે કહ્યું હતું.
ડી બિયર્સના દ્રષ્ટિકોણથી અને અમારા કોઈપણ સાધન સાથે જે મહત્ત્વનું છે તે અમે તેને લોન્ચ કરતા પહેલાં હેન્ડલિંગ માપનથી 100 ટકા ખુશ છે એમ સિબલીએ ઉમેર્યું હતું.
કંપની 2024માં ઓછામાં ઓછા 15 મશીન વેચવાની આશા રાખે છે એમ ક્રુગરે ઉમેર્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM