DIAMOND CITY NEWS, SURAT
સુરતના ડાયમંડ એસોસિએશને કેન્દ્ર સરકાર સમક્ષ બેલ્જિયમ, ઇઝરાયેલથી ઇમ્પોર્ટ થતાં સોલિટેર ડાયમંડના ટુકડા પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા માંગ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે, મોટા હીરાની રફમાંથી તૂટીને અલગ પડતાં ટુકડાઓને પાછલાં બજેટમાં પોલિશ્ડ ડાયમન્ડની વ્યાખ્યામાં રાખી 5 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવી રહી છે, જેના લીધે આ ડાયમંડનો વેપાર ઠપ થઈ ગયો છે. ત્યારે ડાયમંડ એસો.એ બ્રોકન ડાયમન્ડને પોલિશ્ડને બદલે રફની કેટેગરીમાં રાખી 5 ટકાનો બદલે 0.25 ટકા ડ્યુટી વસૂલવા રજૂઆત કરી છે.
જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ દ્વારા બજેટ પૂર્વે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને 10 મુદ્દાની ભલામણો મોકલવામાં આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીએ સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ)માં ટેક્સ ફ્રી હીરા વેચાણની છૂટ આપવા માંગ કરવામાં આવી છે.
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં ઇમ્પ્રેસ્ટ લાઇસન્સને ફરીથી કાર્યરત કરવામાં આવે કે જેથી એક્સ્પોર્ટેર્સ કટ & પોલિશ્ડ ડાયમંડનો અમુક સ્ટોક, ઇમ્પોર્ટ ડ્યૂટી ભરવા વગર, પાછો ઇમ્પોર્ટ કરી શકે.
એ ઉપરાંત મૂવર્સ સ્કીમને ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે, જેથી એક્સ્પોર્ટેર્સ CPD ને ભારતમાં ઇમ્પોર્ટ કરી એનું ફિનિશિંગ કર્યા પછી ફરીથી એક્સપોર્ટ કરી શકે.
એની સાથે CPD ની ઇમ્પોર્ટ ડ્યૂટી 5% થી ઘટાડી 2.5% કરવા પણ માંગ કરવામાં આવી હતી. મુવર (MOOWR) સ્કીમને ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પણ લાગુ કરવામાં આવે, જેથી એક્સ્પોર્ટેર્સ CPD ને ભારતમાં ઇમ્પોર્ટ કરી એનું ફિનિશિંગનું કામ કર્યા પછી ફરીથી એક્સપોર્ટ કરી શકે.
02.02.2022 પહેલા ઇમ્પોર્ટ કરવામાં આવેલા સોન (Sawn) ડાયમંડ ઉપર પણ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીં લાગે તે ચોખવટ કરવામાં આવે, સ્ટોન કટ અને પોલિશ્ડની જેમ સ્ટોનની ઇમ્પોર્ટ ડ્યૂટી 5% થી ઘટાડી 2.5% કરવામાં આવે.અને રફ જેમ સ્ટોનની ઇમ્પોર્ટ ડ્યૂટી 0.5% થી ઘટાડીને 0% કરવા મુદ્દે બજેટ પછી ફરી જુદા જુદા સંગઠનો રજૂઆત કરી રહ્યાં છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM