ચાઇના વિશ્વમાં સોનાના અગ્રણી ઉત્પાદકો અને ગ્રાહકોમાંનું એક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં લાદવામાં આવેલા કોરોનાના નિયંત્રણોને કારણે ત્યાંના ધંધામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. હવે, મેઇનલેન્ડ ચાઇના આખરે તેના લાંબા લોકડાઉનને હટાવે છે. ત્યારે હવે ત્યાં શું પરિસ્થિતિ થાય છે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.
ચાઇના ગોલ્ડ એસોસિએશનના તાજેતરના આંકડા અનુસાર, 2022માં ચીનનું સ્થાનિક સોનાનું (કાચું) ઉત્પાદન 372.048 મિલિયન ટન હતું, જેમાં 2021ની સરખામણીમાં 43.065 મિલિયન ટનનો વધારો થયો છે, જેના પરિણામે વાર્ષિક ધોરણે 13.09 ટકાનો વધારો થયો છે.
જ્યારે ઉત્પાદનમાં વધારો થયો હોય ત્યારે વિશ્વના સૌથી મોટા સોનાના ગ્રાહક બજારની માંગ 2022માં 10.63 ટકા ઘટીને 1,001.74 ટન થઈ હતી. ઘટાડો અને છૂટાછવાયા રોગચાળાના લોકડાઉન છતાં, 2022માં સોનાના દાગીનાની કુલ વૈશ્વિક માંગમાં ચીનનો હિસ્સો 27 ટકા હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો જાન્યુઆરી 2023નો તાજેતરનો અહેવાલ 2022માં જ્વેલરીની માંગમાં વધુ સુધારો થવાની અપેક્ષા રાખે છે. જોકે ચેતવણી પણ આપે છે કે “જો વૈશ્વિક મંદી વધીને માંગને બીજી જગ્યાએ ખેંચે તો ચીનની માંગના મજબૂત પાયાને નબળી પાડી શકે છે. ચીનમાં લોકડાઉન ઉઠવાને કારણે ફરી શરૂ થવાથી જ્વેલરીની માંગમાં વૃદ્ધિને વેગ આપશે, જો કે વારંવાર થતા કોવિડ સ્પાઇક્સ સંભવિત ખતરો છે.
ચાઇનીઝ ન્યૂ યર (CNY) એ વર્ષના પ્રથમ તહેવારોમાંનો એક છે. જે મેઇનલેન્ડ ચીનમાં સોના અને દાગીનાના વેચાણમાં વધારો કરે છે. સારા નસીબ માટે સોનું ખરીદવાની પરંપરા, ચીનમાં વર્ષના અંતના બોનસ સાથે, CNYમાં સોનાના વેચાણ માટે તેજીનો સમયગાળો આવે છે. ગયા વર્ષે, એકલા શાંઘાઈમાં CNY દરમિયાન સોનાના આભૂષણોના વેચાણમાં વાર્ષિક ધોરણે 12 ટકા વધારો જોવા મળ્યો હતો. ચાઇનીઝ ન્યૂ યરને ચીનમાં વસંત તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, 2021ના Q4માં CNYનો તહેવાર એ પ્રદેશમાં વૃદ્ધિનું મુખ્ય કારણ હતો. તેમાં સોનાના દાગીનામાં લગભગ 24 ટકા યર બાય યર બેસિસ પર વૃદ્ધિ જોવા મળી હતી. સોનાની લગડીઓ અને સિક્કાના બજારોમાં માંગ 2004માં 12 ટનથી વધીને 2022માં 218 ટન થઈ ગઈ હતી.
CNY સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર વર્ષના પ્રથમ બે મહિનામાં આવે છે. જ્વેલર્સ તહેવારોમાં ભીડની અપેક્ષાએ અગાઉથી જ સ્ટોક કરે છે. આ તહેવાર દરમિયાન સૌથી સામાન્ય ખરીદીના ઝવેરાતોમાં એક ‘ગોલ્ડ બીન્સ’ અથવા ‘રાશિચક્ર’ છે.
ગોલ્ડ બીન્સનું વજન આશરે એક ગ્રામ છે. તેની કિંમત 400 અને 600 RMB (62.85 ડોલર અને 94.28 ડોલર) પ્રતિ યુનિટની વચ્ચે હોઈ શકે છે. સોનામાં રોકાણ કરવાની આ પરંપરાગત પદ્ધતિ યુવા ચાઇનીઝને આકર્ષતી રહે છે. તે એક ટ્રેન્ડ છે જે ચીનના સોશિયલ મીડિયામાં પણ દેખાય છે. સોશિયલ મીડિયા પર યુવાનો તેમની માસિક ગોલ્ડ બીન્સ કલેક્શન ડાયરી શેર કરે છે. રાશિચક્રના દાગીના પણ અપલોડ કરે છે. વર્ષ 2023માં ચીનમાં રેબિટ એટલે કે સસલાનું વર્ષ છે. પ્રદેશના અગ્રણી જ્વેલર્સમાંના એક ચાઉ સાંગ સાંગે યુવાન ગ્રાહકોને આકર્ષવા માટે રેબિટ રાશિ-ચિહ્ન સોનાના આભૂષણો અને કલાકૃતિઓ પર 40 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.
CNY સોનાની ખરીદીના વલણો વિશે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે કે, “ફેશનેબલ ડિઝાઇન્સ, હળવા વજન અને વધુ પોસાય તેવા ભાવોને કારણે યુવા ગ્રાહકોમાં 24-કેરેટની સોનાની જ્વેલરી ખૂબ ડિમાન્ડમાં રહે છે.” ચાઇના ગોલ્ડ એસોસિએશન અનુસાર, દેશમાં સોનાના દાગીનાનું બજાર 2020 થી 2021 સુધીમાં 45 ટકા વધ્યું છે. આ વધારા પાછળ 25-35 વર્ષની વયના 75 ટકા ગ્રાહકો છે હાલમાં, Gen Y અને Gen Z એ મેઇનલેન્ડ ચાઇનામાં જ્વેલરી ઉદ્યોગના વેચાણમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. તેમ છતાં, મિલિયોનર્સની વધતી જતી ખર્ચ શક્તિ ઉદ્યોગના વિકાસને વેગ આપશે.
કોરોના મહામારી દરમિયાન પણ, તે ચીનની યુવા વસ્તી હતી જેણે દેશના લોકપ્રિય શોપિંગ ફેસ્ટિવલમાં સિંગલ્સ ડે અથવા ડબલ ઇલેવન ફેસ્ટિવલ તરીકે ઈ-કોમર્સ સોનાના વેચાણમાં વધારો કર્યો હતો. ચાઇનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, 2021માં ચાઇનાના જાણીતા લાઇવસ્ટ્રીમર્સ લી જિયાકી અને વિયા દ્વારા આયોજિત શોમાં સોનાની લગડીઓ ઝડપથી વેચાઇ હતી. JD.com પર, સોનાના દાગીનાના વેચાણમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 150 ટકાથી વધુ વધારો થયો હતો.
લગ્નો 2023માં જ્વેલરીના વેચાણમાં ઉછાળો લાવશે.જેમ જેમ ચીનમાં કોવિડની અસર થતી જાય છે, તેમ તેમ લગ્નો નવા ઉત્સાહ સાથે ફરી શરૂ થવાની સંભાવના છે. ચીનમાં સોના અને ઝવેરાતના વેચાણમાં મહામારી પહેલા લગ્નોનું પ્રભુત્વ હતું.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM