Despite slowdown in diamond market import of rough will not be banned this time
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ભારતનું  ડાયમંડ સેક્ટર વર્તમાન બજારની મંદી હોવા છતાં રફની આયાતને પ્રતિબંધિત કરશે નહીં પરંતુ માંગને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ દેશના મુખ્ય ટ્રેડ ઓર્ગેનાઇઝેશના વડાએ તાજેતરમાં જણાવ્યું હતું.

નબળાં રિટેલ સેલ્સ અને વધતી જતી ઇન્વેન્ટરીએ ભારતીય પોલિશ ઉત્પાદકો પર દબાણ વધાર્યું છે, જેમના ઉત્પાદનમાં ઘટાડો ઓર્ડરમાં ઘટાડા સાથે ગતિ જાળવી શક્યો નથી.

ગયા વર્ષની મંદી દરમિયાન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને અન્ય ચાર ભારતીય ઉદ્યોગ સંસ્થાઓએ 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર 2023 સુધી રફ ડાયમંડની આયાત પર બે મહિના માટે સ્વૈચ્છિક મોરેટોરિયમની ભલામણ કરી હતી. આનાથી માંગ-પુરવઠાના અસંતુલનને હળવું કરવામાં આવ્યું હતું.

GJEPCના ચૅરમૅન વિપુલ શાહે રેપાપોર્ટ ન્યૂઝને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2024ની શરૂઆતમાં મિડસ્ટ્રીમ ટ્રેડિંગમાં સુધારો થયો હતો કારણ કે ડીલરોને સપ્લાય ગેપ ભરવા માટે માલની જરૂર હતી. જો કે, તે સકારાત્મક અસર પછીના મહિનાઓમાં ઘટી ગઈ કારણ કે ઉત્પાદકો ભારે ખરીદી પર પાછા ફર્યા અને ગ્રાહકની માંગ સ્થિર થઈ ગઈ.

વિપુલ શાહ જેઓ મુંબઈમાં આવેલી એશિયન સ્ટારના CEO પણ છે તેમણે કહ્યું કે, રફની આયાત પર પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી. અમારે લાંબા ગાળાની યોજના બનાવવી પડશે. તેમણે આગળ કહ્યું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ ખર્ચ અને પ્રમોશન તરફ કામ કરશે. આમાં નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) અને ભારત સરકાર સાથે સહયોગનો સમાવેશ થશે.

શાહે કહ્યું કે, વધુમાં, ઉત્પાદકોએ પહેલેથી જ તેમની રફની ખરીદી ઘટાડી દીધી છે, જેથી ઉદ્યોગ જૂથોએ આમ કરવા માટે ભલામણો જારી કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે.

સિન્થેટીક્સની સ્પર્ધા અને હીરા માટે ચીનની ડીમાન્ડમાં સતત ઘટાડો મંદી તરફ દોરી ગયો. જો કે, મોટાભાગના ભારતીય ઉત્પાદકો રત્નકલાકારોને ગુમાવવાનું ટાળવા અને ચુસ્ત સપ્લાય અને ક્રેડિટ લાઇનની ઍક્સેસ જાળવી રાખવા માટે  ઉત્પાદન જાળવી રાખ્યું છે.

GJEPC ચેરમેને કહ્યું કે, તેમ છતાં, મૂળ કારણ માંગ છે. JCK લાસ વેગાસના સકારાત્મક પ્રદર્શનથી તાજેતરમાં યુએસ માર્કેટ સંતોષકારક રહ્યું છે. ઇન્ડિયન ડોમેસ્ટીક સેલ્સ એક બ્રાઇટ સ્પૉટ રહ્યું છે. જોકે, મેઇનલેન્ડ ચીનમાં માંગને પુનર્જીવિત કરવી જરૂરી છે. જ્યાં સુધી ચાઇનીઝ બજારનો સંબંધ છે ત્યાં સુધી કંઈક કરવું પડશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS