DGFT stayed circular till July 31 and ordered submission of calculation of gold wastage GJEPC
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા ગઈ તા. 28 મેના રોજ એક નોટીફિકેશન પ્રસિદ્ધ કરી ગોલ્ડ જ્વેલરીમાં ગોલ્ડ વેસ્ટેજની માત્રા ઘટાડવામાં આવતા એક્સપોર્ટ માટે મોકલવામાં આવતા ડાયમંડ – ગોલ્ડ જ્વેલરીનાં પાર્સલ અટકી પડ્યા હતા.

GJEPC ગુજરાતના રિજનલ ચૅરમૅન વિજય માંગુકિયા અને દિલ્હી યુનિટનાં અન્ય અગ્રણીઓની રજૂઆત પછી DGFT એ ગોલ્ડ વેસ્ટેજ અંગેનો પોતાનો પરિપત્ર 31 જુલાઈ સુધી સ્થગિત રાખ્યો હોવાની નોંધ રજૂ કરી હતી.

સેઝમાંથી કે ઓપન માર્કેટમાં કોઈપણ ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થાય ત્યારે ગોલ્ડ વેસ્ટેજની માત્રા 2.5% સહજ થતી હોય છે. પણ DGFT એ આ પ્રમાણ માત્ર 0.5% કરી દેતાં ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી મૂંઝવણમાં મુકાઈ હતી.

GJEPC દ્વારા સ્ટેપ બાય સ્ટેપ વેસ્ટેજનું કેલ્ક્યુલેશન અધિકારીઓને સમજાવવા માટે કાઉન્સિલ દ્વારા 30 થી 45 દિવસના સમયની માંગ કરવામાં આવી હતી. એને પગલે 0.5% વેસ્ટેજ રાખવાનો પરિપત્ર 31 જુલાઈ 2024 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય DGFT એ લીધો હતો.

દિલ્હીમાં સવારે અને બપોરે બે વાર DGFTનાં અધિકારીઓને કાઉન્સિલનાં અગ્રણીઓએ દિલ્હીમાં રજૂઆત કરી હતી. ગોલ્ડ વેસ્ટેજનું પ્રમાણ ઘટી જતાં વિદેશ જતાં પાર્સલ અટકી ગયા હતા. પણ હવે DGFT એ મુદત આપતા ફરી પાર્સલ વિદેશ મોકલવાનું શરૂ થયું છે.

 GJEPCનાં પ્રયાસોને પગલે 24 કલાકમાં પરિપત્ર 31 જુલાઈ સુધી સ્થગિત થયો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC