સફળતાનો કોઈ મંત્ર નથી, પરંતુ સફળ થયા બાદ આળસ પોષાય નહીં….

મોટીવેશનલ રીલ્સ જોયા કરવાથી કે સફળતા મળી જતી નથી. તેના માટે પરિશ્રમ કરવો પડે છે. પરંતુ મહેનત તો કડિયા અને મજૂર પણ કરે. તો શું માત્ર પરસેવો પાડવાથી જ પારસની જેમ ચમકી ઉઠાય છે.

Diamond-City-News-Aaj-No-Awaj-378-Dr-Sharad-Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સમયનું ચક્ર ફરતું રહે છે. સમય કોઈના માટે રોકાતો નથી. હવે આવી મોટી મોટી વાતો કહેવાતી સુધરેલી પ્રજા કરતી રહેતી હોય છે.

આજકાલ તો વોટ્સએપ, ઈન્સ્ટા, યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં મોટીવેશનલ ક્વોટ્સ, સ્પીચ વાયરલ કરવાનો રીતસરનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે, જેને જુઓ તે મોટી મોટી હાંકતા રહેતા હોય છે, એક રીતે તે ખોટું પણ નથી. કારણ કે પોઝિટિવ વિચારો જ માણસને પોઝિટિવ જીવન જીવવા પ્રેરતા હોય છે. કહેવાય છે ને કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બસ એવું જ કંઈક.

જેવું વિચારીએ તેવું કરીએ અને જેવું કરીએ તેવું પામીએ. પરંતુ રાત દિવસ ધનવાન થવાના સપના જોવા માત્રથી કુબેરજી અને લક્ષ્મી માતાની કૃપા વરસતી નથી. મોટીવેશનલ રીલ્સ જોયા કરવાથી કે સફળતા મળી જતી નથી. તેના માટે પરિશ્રમ કરવો પડે છે. પરંતુ મહેનત તો કડિયા અને મજૂર પણ કરે.

તો શું માત્ર પરસેવો પાડવાથી જ પારસની જેમ ચમકી ઉઠાય છે. ભાઈ એવું કશું નથી. મને એક દિવસ એક અધિકારીએ કહ્યું હતું કે, સફળતાનો કોઈ મંત્ર નથી. બોલવાના પણ ફાંફા હોય તેવા લોકો કરોડોમાં આળોટતા જોયા છે અને દરેક શબ્દ ચીપીને બોલનાર અને દરેક કાર્ય સમજી વિચારીને કરનારા જોડે જોડે ને તૂટે તેવી હાલતમાં જીવતા જોયા છે.

આ અધિકારી નસીબને ખૂબ મોટું પાસું માનતા હતા. તેઓ કહે, નસીબ રંકને પણ રાજા બનાવી દે છે.  તે અધિકારીની વાત સાથે પૂરેપૂરી રીતે સંમત નથી, પરંતુ સાવ અસંમત પણ નથી. જુઓને, આપણા હીરા ઉદ્યોગની જ વાત કરીએ તો મોટા મોટા હીરા ઉદ્યોગકારો સાવ ઓછું ભણેલા છે. હજુ પણ કેટલાંય ગામઠી ભાષામાં જ વાત કરતા હોય છે.

પરંતુ તેઓ સફળ છે. દેશ વિદેશમાં ઓફિસો ધરાવે છે. ફાંકડું અંગ્રેજી બોલનારા તેમની સામે અદબ વાળીને ઉભા હોય છે. એકાઉન્ટ્સ નહીં આવડે પરંતુ ગણતરીના પાક્કા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ભૂલ બતાવી દે તેવા પાક્કા ગણતરીબાજ.

સફળતાની વાતો બહુ કરી હવે થોડી હીરા ઉદ્યોગની વાત કરી લઈએ. આગળ કહ્યું તેમ સમય કોઈના માટે રોકાતો નથી. કોરોનાનો કપરો કાળ વીત્યા બાદ 3 વર્ષ પૂરા થઈ ગયા. 2020માં કોરોના આવ્યો હતો. 2021ના અંત સુધી તેની છાયા રહી. 2022 સુખમય પસાર થયું. ગુજરાતમાં ચૂંટણી પણ થઈ ગઈ અને નવી સરકારે ફરી રાજપાઠ સંભાળી લીધું.

ઘણી વખત મને વિચાર આવે કે સાવ ઓછું ભણેલા, ગામની ધૂળ અને ઢેંફામાં મોટા થયેલા કેવી રીતે આટલા મોટા ઉદ્યોગપતિ બની ગયા? આ લોકોમાં એવી તો શું ખાસ વાત હતી કે તેઓ આટલા સફળ થયા? ચોક્કસપણે ઘણા લોકોના મનમાં આ સવાલ થતો હશે. કોઈક વળી સફળ લોકોની ઈર્ષ્યા કરી આડું અવળું પણ બોલતા હોય છે.

પરંતુ એવી કોઈક વાત તો હશે જે આ લોકોને આટલા સફળ બનાવ્યા. વર્ષોથી આ ક્ષેત્રે કાર્યરત હોવાના લીધે સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ અને ઉદ્યોગકારોને નજીકથી જોવાનો મને અવસર અનેકોવાર મળ્યો છે. મને હીરા ઉદ્યોગના સફળ ઉદ્યોગકારોમાં એક ખાસ વાત દેખાઈ છે.

માનવસહજ સ્વભાવની સામાન્ય ખામીઓ આ લોકોમાં પણ છે, પરંતુ તે ખામીઓને તેઓએ સફળ થવા માટેનું શસ્ત્ર બનાવ્યું છે. જેમ કે કોઈ વધુ સફળ વ્યક્તિની ઈર્ષ્યા થવી સ્વાભાવિક છે, પરંતુ સુરતના હીરા ઉદ્યોગકારો ઈર્ષ્યા કરીને હાથ પર હાથ રાખી બેસી રહ્યાં નથી. કે પછી વધુ સફળ વ્યક્તિની લીટી નાની કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ તેઓએ પોતાની લીટી કેવી રીતે મોટી થાય તે માટે સખ્ત પરિશ્રમ કર્યો છે.

બુદ્ધિ, બળનો ઉપયોગ કર્યો છે. ઈર્ષ્યાને તમે પોઝિટીવલી ઉપયોગ કરો તો ચોક્કસ ફાયદો થાય છે. સફળ થવા માટે સ્પર્ધા જરૂરી છે. તમે કોઈકની સ્પર્ધામાં ઉતરો ત્યારે જ તમને તમારી આવડત, તમારી મર્યાદાનો ખ્યાલ આવે છે અને પછી તમે મર્યાદાઓના બાંધને તોડીને જ્યારે આગળ વધો ત્યાર બાદ સફળતા કદમ ચુમતી હોય છે.

વળી સફળ થયા બાદ જે વ્યક્તિ સતત કાર્યશીલ રહે. પૂરા ડેડીકેશન સાથે પોતાના કાર્યને વળગી રહે તે નિરંતર સફળ રહે છે.

સફળતાની વાતો બહુ કરી હવે થોડી હીરા ઉદ્યોગની વાત કરી લઈએ. આગળ કહ્યું તેમ સમય કોઈના માટે રોકાતો નથી. કોરોનાનો કપરો કાળ વીત્યા બાદ 3 વર્ષ પૂરા થઈ ગયા. 2020માં કોરોના આવ્યો હતો. 2021ના અંત સુધી તેની છાયા રહી.

2022 સુખમય પસાર થયું. ગુજરાતમાં ચૂંટણી પણ થઈ ગઈ અને નવી સરકારે ફરી રાજપાઠ સંભાળી લીધું. હવે આવશે નવું વર્ષ. અંગ્રેજી કેલેન્ડરનું પાનું બદલાશે અને વર્ષ 2023 શરૂ થશે. છેલ્લાં છ મહિનાથી દેશ-વિદેશમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે.

2023 માં મંદી આવશે. એવી વાતો થઈ રહી છે, પરંતુ હીરા ઉદ્યોગ માટે ચિંતા કરવા જેવું નથી. નિષ્ણાતો કહે છે કે હીરા ઉદ્યોગ કોરોના પહેલાં જેમ સારો વેપાર થતો હતો તેવી પરિસ્થિતિ પર પહોંચી જશે.

ભારત 24 બિલિયન યુએસ ડોલરના સીપીડીની નિકાસનો અંદાજ મુકાય છે. રફ હીરાની કિંમતો ઉંચી રહેશે. માંગ મધ્યમ રહેશે. વૈશ્વિક સ્થિતિઓ પ્રતિકૂળ રહેશે, તેમ છતાં હીરા ઉદ્યોગની ગાડી દોડતી રહેશે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS