Every successful Man There Is Always Behind Woman, પણ મારા કેસમાં ઉંધુ છે. In My Success There Is A Man Is My Husband. આ શબ્દો છે સુરતમાં સમાજસેવા સાથે સંકળાયેલા અને ખાસ કરીને મહિલાઓને શિક્ષિત કરવાના ભગીરથ કામ સાથે જોડાયેલા વિભા કાતરિયાના. વિભા એક શિક્ષિત મહિલા છે અને તેમની સ્ટોરી અનેક…
મહિલાઓના જીવનને સંવારી શકે છે.
ભલે કહેવાય કે શક્તિ છે તું ઘરની
જરૂર છે તને એક સારા અવસરની.
જીતી લે આખી દુનિયા જો ચાહે તું,
કે જગાડી દે તું ઈચ્છાઓ ભીતરની.
નથી મળ્યો કે ન મળશે કદીય તને,
વાટ ન જોઈશ દુનિયાના ઉત્તરની.
હાર ન માનજે કદી ઠોકરોને કારણે,
શોધી લે જાતે મંજિલ તારી સફરની.
તક ન મળે તોય તારા હૈયે છે હામ,
જોઈતી તક જાતે જ ઉભી કરવાની,
કરી લે આ જ પળે તને જે પણ ગમતું
રાહ ન જોઇશ કદી તું આવતી કાલની.
‘ઝીલ’નો આત્મવિશ્વાસ જ એની હિંમત
જરૂર છે તો બસ એક ડગ માંડવાની
ઔસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સાહિત્યકાર વૈભવી જોશીએ લખેલી આ પંક્તિ આજે યાદ કરવી છે, કારણ કે આજે જે મહિલાની તમારી સાથે વાત કરવી છે તેમણે પણ પોતાની જિંદગીમાં આત્મવિશ્વાસ પૂર્વક ડગલાં માંડયા છે અને રસ્તામાં આવેલા પડકારોનો સામનો કરીને આગળ વધ્યા છે. આ એક એવી મહિલાની વાત છે જે પોતે એજ્યૂકેટેડ છે, સુખી સંપન્ન પરિવારમાં પરણેલા છે, છતાં સમાજ સુધારણા માટેની તેમની વિચારધારા સરાહનીય છે. બાળકોના પોષણ, અભ્યાસ અને મહિલાઓને સુશિક્ષિત કરવાની ભાવનાથી કામ કરતી આ સન્નારીનું નામ છે વિભા વિવેક કાતરિયા.
યત્ર નાર્યસ્તુ પૂજ્યનતે, રમન્તે તત્ર દેવતા આ પંક્તિઓ આપણે સૌ પ્રાચીન સમયથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. પ્રાચીન કાળમાં અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી જેવા વિદુષીઓનું વર્ચસ્વ હતું.
મહિલાઓનો ડંકો આજે કયાં ક્ષેત્રમાં નથી? ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઇટેક શસ્ત્રો પકડીને દેશની સુરક્ષા કરી રહી છે, અંતરિક્ષમાં ઓજસ પાથરતી કલ્પના ચાવલા, રેસલિંગ ચેમ્પિયન રાણી ગીતા ફોગાટ, મહિલા પોલીસ માટે પ્રેરણારૂપ IPS કિરણ બેદી, ઇંગ્લિશ ખાડી તરતી આરતી સાહા, આવી તો કઇ કેટલીય માનુનીઓ છે જેમણે અથાગ મહેનત અને પડકારોને ધ્વસ્ત કરીને પોતાની કેડી કંડારી છે. આ તો થઇ દેશની જાણીતી મહિલાઓની વાત, પરંતુ સમાજમાં એવી અનેક મહિલાઓ છે જે પોતાના નાના નાના કામોથી સમાજના બદલાવમાં, સમાજને તંદુરસ્ત બનાવવામાં અને સમાજ મજબુત બનાવવા માટે પોતાની સેવાની ધૂણી ધખાવી રહી છે.
Little girls with dreams Become women with vision. તો હવે વાત કરીએ સુરતના વિભા કાતરીયાની. વિભા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા ધારીના રહેવાસી છે અને લગ્ન પછી 15 વર્ષ પહેલાં સુરત આવીને વસ્યા છે. વિભા, ભણવામાં પહેલેથી જ હોશિયાર હતા અને તેમણે B. Ed. સાયકોલોજીના વિષય સાથે ફર્સ્ટ કલાસમાં પાસ કર્યું છે અને તે વખતે તેમનો યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક હતો. વિભાએ કહ્યું, હું નસીબદાર છું, કારણકે જયારે નાની હતી ત્યારે પિતા ડોકટર હતા અને માતા ગૃહિણી પણ તેમના સંસ્કારો અને સેવા ભાવનાએ મારામાં સિંચન કર્યું અને નાનપણથી જ એવા સપના જોતી હતી કે મારું પોતાનું NGO શરૂ કરીને લોકોને મદદરૂપ થઇ શકુ. પરણીને સુરત આવી તો સાસરિયું પણ એવી મળ્યું કે મારો સેવાનો રસ્તો સરળ બન્યો.
વિભાએ કહ્યું કે, મારા સસરા સૂર્યકાંત કાતરિયાનું અમારા સમાજમાં આગવું નામ હતુ અને તેઓ હમેંશા દરેક લોકોને મદદ માટે તત્પર રહેતા. મેં અનેક વાર જોયું છે કે તેમની પાસે મદદ માંગવા આવનાર ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી.મારા સાસુ પણ એક વહુને બદલે દીકરી સમજીને રાખે છે. આ વાત એટલા માટે કહી રહી છું કે આ બધા વ્યક્તિઓને કારણે મારા સપના વિઝનમાં ફેરવાયા.
તેમણે વાત આગળ વધારતા કહ્યું કે મેં જયારે લગ્ન કર્યા ત્યારે અમારો સંયુક્ત પરિવાર હતો અને કુંટુબમાં 25 સભ્યો હતા. એટલે તે વખતે પરિવાર પ્રાથમિકતા હતી. પરંતુ સમય સંજોગો પ્રમાણે પરિવાર જુદા થયા અને મારા પતિએ કહ્યું કે હવે તારી પાસે સમય છે, તો તને ગમતું કામ કર, અમારી પ્રિ-પ્રાયમરી સ્કુલ ચાલે છે ત્યાં મેં જવાનું શરૂ કર્યું. પહેલાં દિવસે તો બાળકોના કિલકિલાટ અને શોરબકોરને કારણે મને મજા ન આવી, પરંતુ ધીમે ધીમે બાળકોની સાથે કામ કરવાની એવી મજા પડવા માંડી કે હવે શાળાએ આવું તો ઘરે જવાનું ન ગમે.
આમ તો અમારી સેવાકીય પ્રવૃતિઓ ચાલું જ રહેતી હતી, પરંતુ કોરોના મહામારીના સમયગાળામાં વધારે લોકો સુધી પહોંચવાનો તેમને મદદરૂપ થવાનો મોકો મળ્યો. વિભાએ કહ્યું કે, અમારી એક સંસ્થા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કેરીયર ફાઉન્ડેશન,જેના પ્રમુખ છે નિલેશભાઇ બોડકી અને ચેરમેન છે કપિલ દીઓરા. આ સંસ્થાની હું સભ્ય છુ. કોરોના મહામારીમાં જયારે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના મોત થયા ત્યારે ઘણા એવા હતા, જેમના પરિવારનું છત છીનવાયું હતું, બાળકોની શાળાની ફી ભરી શકવાની કે જીવન નિર્વાહ કરી શકવાની પણ તેમની ક્ષમતા નહોતી. આવા પરિવારોને સંસ્થાના માધ્યમથી અમે શક્ય તેટલી મદદ કરી. આ સમયગાળામાં અમે જોયું કે મહિલાઓનું સ્ટ્રોંગ રૂપ ખિલ્યું હતું, આ મહિલાઓ કોરોના મહામારીમાં થોડી વિહવળ જરૂર થઇ હતી, પરંતુ ડગી નહોતી, હારી નહોતી, મજબુતીથી ઉભી રહી હતી અને તેમના પરિવારના પડખે ઉભી રહીને હસતાં ચહેરે મદદ કરતી હતી. આ સમયમાં અમે એ પણ જોયું કે અનેક મહિલાઓ એટલી કમાણી કરી શકતી હતી, જેનાથી પરિવારનું ગુજરાન થઇ શકે અને પુરુષોની હાલત એવી થઇ હતી કે તેમના ઘરની મહિલા પાસે પૈસા માંગવા પડતા હતા. તાજેતરમાં આ સંસ્થાના નેજા હેઠળ ધમાચકડી ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેનો આશય એવો હતો કે જે બહેનોએ આત્મનિર્ભર બનીને નાસ્તા વેચવાનું, એમ્બ્રોઇડરી વર્ક કરવાનું કે કોઇપણ અન્ય નાનું મોટું કામ શરૂ કર્યું છે તેમને પ્રોત્સાહન મળી રહે તેના માટે તેમને મફતમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.
થોડા મહિલા પહેલા સુરતમાં ગ્રીષ્મા મર્ડરની ઘટના બની તે પછી યુવતી, મહિલાઓને સ્વરક્ષાની તાલિમ મફતમાં આપવામાં આવી અને લગભગ 5,000 જેટલી મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મેળવી.
સમાજમાં જ્યારે પણ કોઇ એવી મોટી ઘટના બને ત્યારે ઘણા બધા લોકો હોબાળો કરતા હોય છે, એ પછી પાછું જેમનું તેમ થઇ જતું હોય છે. વિભાએ કહ્યું કે, અમારો પ્રયાસ એવો હતો કે સમસ્યાને જડમાંથી પકડીને તેનો ઉકેલ લાવીએ. દરેક દીકરીઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવે તો, એટલીસ્ટ, અણીના સમયે પોતાનો બચાવ તો કરી શકે. બધી ઘટનાઓ અટકાવવી એ કોઇકના બસની વાત હોતી નથી, પરંતુ થોડી તાલીમ હોય તો ઘણાની જિંદગી બચાવી શકાય.
વિભાએ કહ્યું કે, હું પોતે પણ સપ્તાહમાં એક વખત ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોને દુધનું વિતરણ કરું છું તેની પાછળનો આશય એવો છે કે બાળકને પોષણ મળે અને તે તંદુરસ્ત બને. બાળકો સમાજના ભવિષ્યની નીવ છે અને બાળકો તંદુરસ્ત હશે તો સમાજ તંદુરસ્ત બનશે.
આગળ વાત કરી તેમ, જયારે તમે કોઇ કામની શરૂઆત કરો તો તમારા જીવનમાં પડકારો પણ આવશે જ, વિભાના જીવનમાં પણ આવું બન્યું. પોતાની સગી મોટી બહેનનો દીકરો, જેને વિભા પોતે પુત્ર જ માનતી હતી, તેણે,બે મહિના પહેલાં જ અનંતની વાટ પકડી લીધી હતી. હજુ તો ડિસેમ્બરમાં વિભાના જુવાન જોધ ભાણેજ નિર્મળના લગ્ન થયા હતા. 25 વર્ષની યુવાન વયે નિર્મળનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. વિભા અને તેના મોટા બહેન એક જ પરિવારમાં પરણેલા છે એટલે મોટી બહેન આમ સંબંધમાં જેઠાણી પણ થાય. વિભાએ કહ્યું કે,નિર્મળ અને મારું બોન્ડીંગ મા- દીકરા જેવું હતું, એ ટેકનોલોજીના ઉપયોગમાં મને મદદ કરતો અને હું તેના બીજા કામમાં મદદ કરતી.
પુત્ર સમાન ભાણેજના અકાળે અવસાનથી વિભા પડી ભાંગ્યા હતા અને હજુ પણ એ વસમો ઘા તેમના દિલમાંથી નિકળ્યો નથી. અમે જયારે વિભા સાથે તેમના ભાણેજના અવસાનની વાત કરી તો, તેમની આંખમાંથી દડદડ આંસૂ વહી ગયા હતા. થોડી ક્ષણો માટે તેઓ બોલી શક્યા પણ નહોતા, પરંતુ પછી હિંમત કરીને તેમણે વાત આગળ વધારી. તેમણે કહ્યું કે, મારા ભાણેજના નિધન પછી મેં બધું છોડી દીધું હતુ અને માત્ર ઘરે જ બેસી રહેતી હતી, પરંતુ પરિવારના લોકો અને મિત્રોએ મને આગળ વધવા સમજાવી, તો હવે હિંમત કરીને બહાર નિકળી શકું છું અને તમારી સાથે વાત કરી શકું છું.
આમ તો અમારી સેવાકીય પ્રવૃતિઓ ચાલું જ રહેતી હતી, પરંતુ કોરોના મહામારીના સમયગાળામાં વધારે લોકો સુધી પહોંચવાનો તેમને મદદરૂપ થવાનો મોકો મળ્યો. વિભાએ કહ્યું કે, અમારી એક સંસ્થા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કેરીયર ફાઉન્ડેશન, જેના પ્રમુખ છે નિલેશભાઇ બોડકી અને ચેરમેન છે કપિલ દીઓરા. આ સંસ્થાની હું સભ્ય છુ. કોરોના મહામારીમાં જયારે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના મોત થયા ત્યારે ઘણા એવા હતા, જેમના પરિવારનું છત છીનવાયું હતું, બાળકોની શાળાની ફી ભરી શકવાની કે જીવન નિર્વાહ કરી શકવાની પણ તેમની ક્ષમતા નહોતી. આવા પરિવારોને સંસ્થાના માધ્યમથી અમે શક્ય તેટલી મદદ કરી. આ સમયગાળામાં અમે જોયું કે મહિલાઓનું સ્ટ્રોંગ રૂપ ખિલ્યું હતું, આ મહિલાઓ કોરોના મહામારીમાં થોડી વિહવળ જરૂર થઇ હતી, પરંતુ ડગી નહોતી, હારી નહોતી, મજબુતીથી ઉભી રહી હતી અને તેમના પરિવારના પડખે ઉભી રહીને હસતાં ચહેરે મદદ કરતી હતી.
સ્વજનના સદમામાંથી માંડ બહાર આવેલા વિભાએ કહ્યું કે, મારું પહેલેથી સપનું છે કે મારું પોતાનું NGO હોય અને તેના માધ્યમથી હું બાળકોના પોષણ અને મહિલાઓને શિક્ષિત કરવાનું કામ કરી શકુ, મને ખુશી એ વાતની છે કે મારા સપનાનો રસ્તો તૈયાર થઇ ગયો છે અને મને વિશ્વાસ છે કે હું મારી પોતાની સંસ્થા શરૂ કરી શકીશ. વિભાએ કહ્યું કે, મારી શાળામાં ફ્રી સમયે અમે એવી મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું છે, જેમની પાસે ટેલેન્ટ છે, પણ શિક્ષણના અભાવે પાછળ પડી ગયા છે. મને એ વાતની ખુશી થશે કે એવી શિક્ષિત મહિલાઓ પોતાની જિંદગીને બદલી શકે તો એ મારા માટે સૌથી મોટો એવોર્ડ હશે.
અમે વિભાને પુછ્યું કે,તમારી જિંદગીમાં તમારા માતા-પિતા અને સાસુ-સસરા તમારા પ્રેરણા રહ્યા, પણ એ સિવાય કોઇ છે જેમણે તમારી જિંદગી પર પ્રભાવ પાડ્યો હોય? તો વિભાએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ પણ મારી પ્રેરણા સ્ત્રોત છે. તેમના પ્રવચનોએ મારી જિંદગી પર ખાસ્સો પ્રભાવ પાથર્યો છે. એ સિવાય સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાનું એક કથન પણ મને પ્રભાવિત કરી ગયું હતું. અમે જયારે મેયર હેમાલીબેન બોઘાવાળાને મળ્યા હતા, ત્યારે તેમણે એક વાત કહી હતી કે ભલે મને અંગ્રેજી નહોતુ આવડતુ, પણ એ વાત મારી જિંદગીમાં કયારેય બાધા બની નહોતી. હેમાલીબેને કહ્યું હતું કે, કોઇ પણ વાતમાં કયારેય અટકી જવાનું નહી, આગળ વધતા જ રહેવાનું રસ્તા આપોઆપ મળતા જશે.મારી જિંદગીમાં જેમને હું ગુરુ માનુ છું એવા શહેરના સોશિયલિસ્ટ, એજ્યૂકેશનિસ્ટ અનેWICCIના વાઇસ પ્રેસિડન્ટ સુનિતા જૂનેજા નંદવાનીનો પણ મોટો પ્રભાવ છે. તેમના સાનિધ્યમાં મને સેવા કરવાની અને કામ કરવાની પ્રેરણા મળતી રહે છે.
વિભાએ યુવતીઓ અને મહિલાઓને સંદેશ આપતા કહ્યું કે, મારી જિંદગીના અનુભવ પરથી એટલું કહી શકું કે પહેલાં તો કોઇ પણ કામની શરૂઆતના પગલાં પાડો, શરૂઆત કરવી જરૂરી છે અને સાથે એ વાત પણ સમજી લે જો કે રસ્તામાં અનેક અડચણો પણ આવવાની જ છે. પરંતુ ડગ્યા વગર હિંમતથી આગળ વધજો. વિભાએ ભગવદ્ ગીતાનો જાણીતો શ્ર્લોક ટાંકીને કહ્યું કે, કર્મણ્યેવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન.
આપણું કામ કર્મ કરવાનું છે, ફળની આશા રાખ્યા વગર.
વિભા કાતરીયા અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કેરિયર ફાઉન્ડેશનના સભ્ય છે, ઉપરાંત પિંક પ્રિન્યોર એન્ટરપ્રિન્યોર, લેડીઝ વિંગના સેક્રેટરી છે, WICCIના મેમ્બર છે અને અર્ચના કીડઝ પ્રિ-પ્રાયમરી સ્કુલના માલિક છે.