સંજયભાઇએ કહ્યું કે આને કારણે ફાયદો એ થયો કે મારી સાથે અનેક એવા લોકો પણ જોડાયા જેઓ પણ દીકરીની વર્ષગાંઠે મફત આપતા થયા.એક હોટલ એ રીતે જોડાઇ કે દીકરીની વર્ષગાંઠે માતા-પિતાને જમવાનું મફત.
આવા તો ઘણા લોકોનું એક ગ્રુપ બની ગયું છે. તેમણે કહ્યું કે બેકરીની સાથે ચણાં દાણાનો વ્યવસાય ચાલું રાખ્યો છે, કારણ કે તેને કારણે જ આજે હું ઉપર આવ્યો છુ.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક ભાઇ આજથી 10 વર્ષ પહેલાં દાણાંચણાંની એક નાનકડી દુકાન ચલાવતા હતા, પરંતુ આજે તેમની સુરત અને સૌરાષ્ટ્રમાં 11 બેકરીની દુકાનો ચાલે છે.
એમનું માનવું છે કે તેમણે શરૂ કરેલા પૂણ્યના કામને કારણે તેમનો ગ્રોથ થયો. એમની લાઇફ સ્ટોરી ખરેખર જાણવા જેવી છે. તેમનું પૂણ્યનું કાર્ય હજુ ચાલું જ છે અને તેમનું આખા ગુજરાતમાં દુકાનો ખોલવાનું સપનું છે.
10 વર્ષ પહેલાં તેમણે કોઇપણ દીકરીની બર્થ ડે હોય તેઓ 250 ગ્રામ કેક મફતમાં આપવાની શરૂઆત કરી હતી જે હજુ પણ ચાલુ જ છે.
એમનું નામ છે સંજયભાઇ ચોડવડીયા અને તેમની ઘનશ્યામ બેકરી નામથી દુકાનો ચાલે છે. સંજયભાઇ માત્ર 7 ચોપડી ભણ્યા છે અને 5 વર્ષ સુધીની દીકરીઓના જન્મ દિવસે મફતમાં કેક આપે છે.
સંજયભાઇ આજે 36 વર્ષના છે, તેમણે વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે સુરત આવ્યો ત્યારે શરૂઆતમાં ડાયમંડના ધંધામાં કામ શરૂ કર્યું હતું, લાંબુ જામ્યું નહી. એ પછી મામાની દાણા-ચણાની દુકાન હતી તેની પર કામ શરૂ કર્યું. સંજયભાઇએ કહ્યું કે જે થયું તે સારું થયું.
ડાયમંડ ઉદ્યોગમાં ન ફાવ્યું પણ દાણાચણાના ધંધામાં શરૂઆત ફળી. સંજયભાઇએ કહ્યું કે લગભગ 10 વર્ષ પહેલાં મારા ઘરે દીકરીનો જન્મ થયો હતો ત્યારે મારી ખુશીનો પાર રહ્યો ન હતો, કારણ કે મારા માટે તે લક્ષ્મીનો અવતાર હતો. એક વખત મોરારી બાપુની કથામાં બેટીના મહત્ત્વની વાત સાંભળી હતી.
દાણા-ચણા સાથે તે વખતે કેક વેચવાનું પણ હું કામ કરતો હતો અને અમે જોયું કે મોટાભાગે છોકરાઓની વર્ષ ગાંઠની ઉજવણી માટે જ લોકો કેક લઇ જતા હતા.
તે વખતે વિચાર આવ્યો કે જેમના ઘરે દીકરીઓ છે તે પણ વર્ષગાંઠ ઉજવી શકે તેના માટે આપણે કેક મફતમાં આપીશું. એ વાતને આજે લગભગ 10 વર્ષ થઇ ગયા, હજુ પણ દીકરીની વર્ષ ગાંઠ પર કેક ફ્રીમાં આપવાનું અભિયાન ચાલું જ છે.
તેમણે કહ્યું કે હું દીકરીઓને લક્ષ્મી માતાનો અવતાર સમજું છું અને આ પૂણ્ય કામને લીધે આજે સુરતમાં 10 બેકરીની દુકાન અને 1 અમરેલીમાં બેકરીની દુકાન છે. તમે કોઇપણ કામ નિઃસ્વાર્થથી અને દિલથી કરો તો તમને ચોકકસ તેનું ફળ મળે જ છે.
કોઇકની દીકરી હોય અને તેની બર્થ ડે પર કેક મેળવવી હોય તો સંજયભાઇની ઘનશ્યામ બેકરી પર જઇને માત્ર જન્મનું પ્રમાણપત્ર બતાવવાથી મળી જાય છે. દર વર્ષે લગભગ તેઓ 8,000 કિલોથી વધારે કેક મફતમાં આપે છે.
સંજયભાઇએ કહ્યું કે આને કારણે ફાયદો એ થયો કે મારી સાથે અનેક એવા લોકો પણ જોડાયા જેઓ પણ દીકરીની વર્ષગાંઠે મફત આપતા થયા. એક હોટલ એ રીતે જોડાઇ કે દીકરીની વર્ષગાંઠે માતા-પિતાને જમવાનું મફત.
આવા તો ઘણા લોકોનું એક ગ્રુપ બની ગયું છે. તેમણે કહ્યું કે બેકરીની સાથે ચણાં દાણાનો વ્યવસાય ચાલું રાખ્યો છે, કારણ કે તેને કારણે જ આજે હું ઉપર આવ્યો છુ.
સંજયભાઇએ કહ્યું કે અમારી વાત જાણીને ઘણા લોકો અમારી દુકાને ડોનેશન પણ આપવા આવે છે, પરંતુ અમે સ્વીકારતા નથી.
તેમની આ કામગીરીની વાત સાંભળીને લિમ્કા બુક્સ ઓફ રેકર્ડસે તેમની પાસેથી તાજેતરમાં માહિતીઓ મેળવી છે અને ટુંક સમયમાં તેમનું નામ લિમ્કા બુક્સમાં નોંધાઇ શકે છે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat