ભારતના પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે જુલાઈ મહિનામાં 39 ટકાના ઘટાડો નોંધાયો છે. નિકાસ 1.17 બિલિયન ડોલર નોંધાઈ છે. જુલાઈ મહિનામાં વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ નબળું રહ્યું છે.
જીજેઈપીસી દ્વારા જાહેર કરાયેલા આંકડા નબળી નિકાસ દર્શાવે છે. અહેવાલ અનુસાર જુનની સરખામણીએ જુલાઈ મહિનો નબળો રહ્યો છે.
રફ ઇમ્પોર્ટ 44 ટકા ઘટીને 1.1 બિલિયન ડોલર થઈ છે. જે ઉત્પાદન પ્રક્રિયા નબળી પડી હોવાનું દર્શાવે છે. આ તરફ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ પણ 28 ટકા ઘટીને 105.5 મિલિયન થઈ છે.
સ્ત્રોતો : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, રેપાપોર્ટ આર્કાઇવ્સ
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM