એક એવા ડાયમંડ ઉદ્યોગપતિ જે દર વર્ષગાંઠે રક્તદાન કેમ્પ રાખે છે, અત્યાર સુધીમાં 12000 બોટલ રક્ત ભેગુ કર્યું

HVK ઇન્ટરનેશનલના સ્થાપક અને ચૅરમૅન નાગજીભાઇ સાકરીયાએ વર્ષ 2006થી નિયમ બનાવ્યો છે કે, વર્ષગાંઠના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવું.

Diamond industrialist who holds blood donation camps every year has collected 12000 bottles of blood-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં એક હીરાઉદ્યોગકાર રક્તદાન માટે જાણીતા છે. તેઓ તેમની દર વર્ષગાંઠના દિવસે, સુરત, અમદાવાદ,અમરેલી અને તેમના બોટાદ જિલ્લામાં આવેલા ગામ રામપરામાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને અત્યાર સુધીમાં 12,000 બોટલ રક્ત ભેગી કરીને તેમણે સેવાની સુવાસ ફેલાવી છે. આજના જમાનામાં જ્યારે બ્લડ બેંકોને વધારે ને વધારે લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે એવા સમયે તેમનું આ સેવાકાર્ય અનેક લોકો માટે અનુકરણીય છે.

Diamond industrialist who holds blood donation camps every year has collected 12000 bottles of blood-2

આ પ્રેરણાદાયી કામ કરનાર ડાયમંડ ઉદ્યોગપતિનું નામ છે, નાગજીભાઇ સાકરીયા. નાગજીભાઇ છેલ્લાં 36 વર્ષથી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમની કંપની HVK ઇન્ટરનેશનલ ડીટીસી સાઇટ હોલ્ડર કંપની છે અને દેશ વિદેશમાં ઓફિસ ધરાવે છે.

HVK ઇન્ટરનેશનલના સ્થાપક અને ચૅરમૅન નાગજીભાઇ સાકરીયાની 1 એપ્રિલે વર્ષગાંઠ આવે છે. તેમણે વર્ષ 2006થી નિયમ બનાવ્યો છે કે, વર્ષગાંઠના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવું. કોરાના મહામારીના સમયને બાદ કરતા દર વર્ષે તેમણે આ પરંપરા જાળવી રાખી છે. આ વખતે પણ લગભગ 2,000 રક્ત ભેગું થયું હતું.

Diamond industrialist who holds blood donation camps every year has collected 12000 bottles of blood-3

નાગજીભાઈ આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે સતત કાર્યરત રહેતા હોય છે. છેલ્લા ૧૬ વર્ષ થી અવિરત પણે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીને પોતાના જન્મદિવસે પોતાની ખુશીમાં અનેક લોકોની ખુશીને ધ્યાનમાં રાખીને પોતાના દરેક જન્મદિવસે તેમની કંપનીમાં આકસ્મિક અથવા તો કુદરતી મૃત્યુ પામેલ કારીગરના સ્નેહી સ્વજનોને આર્થિક સહાય પુરી પાડીને જીવદયા અને સાધર્મિક પ્રત્યેની પ્રેમ હૂંફનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

કતારગામ સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે 1લી એપ્રિલ 2024ના દિવસે સવારે ૭થી બપોરે ૨:૩૦ કલાક સુધી મેગા બ્લડ કેમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સુરત શહેરના મેયર, ડાયમંડ ક્ષેત્રેના અગ્રણી, સામાજિક કાર્યકરતા, સાકરીયા પરિવાર અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત HVK પરિવારના સ્ટાફ મેમ્બર વચ્ચે એક કોમન મેનની જેમ માનનીય નાગજીભાઈના જન્મદિવસને “માનવતાનો મહોત્સવ” તરીકે ઉજવવામાં આવ્યો હતો.

Diamond industrialist who holds blood donation camps every year has collected 12000 bottles of blood-4

તેમજ આવનારા દિવસોમાં HVK દ્વારા ૨.૫ કિલોમીટર, કર્મચારી સાયકલ યોજનાના નિર્માણ સાથે સુરત શહેરને પ્રદૂષણ મુક્ત, ક્લીન સીટી, સ્માર્ટ સીટી અને હેલ્ધી સીટી કરવાની પણ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. સુરત શહેર કે જ્યાં દાનવીર ભામાશાની કમી નથી ત્યારે સમાજમાં લોકોને રક્તદાનની પ્રેરણા મળે તે હેતુને પોતાના કેન્દ્ર સ્થાન રાખીને શહેર તેમજ રાજ્યના લોકો આવી જ રીતે વિવિધ સામાજિક કાર્યનું બીડું ઝડપે તો ચોક્કસથી નજીકના ભવિષ્યમાં ભારત દેશનો ડંકો વિશ્વ ફલક પર અજય થતો જોવા મળશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS