DIAMOND CITY NEWS, SURAT
અમેરિકા અને જી-7 દેશો તરફથી રશિયા-યુક્રેન યુદ્ધને પગલે રશિયન રફ હીરા પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ એન્ટવર્પ ખાતે રફ હીરાના જે પાર્સલોનું ક્લિયરન્સ ગણતરીના કલાકોમાં મળી જતું હતું તે પાર્સલોનું ક્લિયર ક્લિયરન્સ હવે મિક્સ રફ ઓરિજિન લખાણને કારણે 20 દિવસ સુધી પણ મળી શકતું ન હતું, જેના લીધે મિલિયન ડોલરના પાર્સલો એન્ટવર્પના કસ્ટમ વિભાગ ખાતે અટવાયા હતા. જોકે, એન્ટવર્પ સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ કસ્ટમમાં સ્ટાફ વધારતા હવે ડાયમંડ ક્લિયરન્સની પ્રક્રિયા ઝડપી બની છે.
તા. 1 માર્ચ 2024થી અમેરિકા અને જી-7 દેશો દ્વારા રશિયન ૨ફ હીરા પર પ્રતિબંધ મુકાયો છે. જેને કારણે એન્ટવર્પમાં રશિયન રફ હીરાના વેપાર માટે ચોક્કસ સિસ્ટમનો અમલીકરણ લાવવામાં આવ્યું છે.
પ્રતિબંધને કારણે એન્ટવર્પ ખાતે રફ હીરાના વેપાર લાવવામાં મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે અગાઉ વિવિધ દેશોમાંથી આવતા રફ હીરાના પાર્સલોનું ક્લિયરન્સ ગણતરીના કલાકોમાં મળી જતું હતું પરંતુ હવે છેલ્લા 20 દિવસથી આ રફ હીરાના પાર્સલોનું ક્લિયરન્સ સમયસર મળી નહીં શકતા એન્ટવર્પ ખાતે વેપારીઓને રફ હીરાનો વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભારતના હીરા ઉદ્યોગના સંગઠનોની રજૂઆતો પછી બેલ્જિયમના ઍન્ટવર્પમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા વધારાના સ્ટાફની ફાળવણી કરવામાં આવતા રફ ડાયમંડના પાર્સલ હવે એક જ દિવસમાં ક્લિઅર થઇ રહ્યાં છે.
અગાઉ રફ ડાયમંડનાં પાર્સલ કલિયરન્સ માટે 15 થી 20 દિવસનો સમય લાગતો હતો. જેને લઈને સમયસર ઓર્ડર પૂરા કરવા અને પેમેન્ટની સમસ્યા નડી રહી હતી પરંતુ હવે કસ્ટમનો સ્ટાફ વધતા ઍન્ટવર્પમાં ભારતીય હીરા ઉદ્યોગપતિઓને રાહત મળી છે.
યુરોપિયન યુનિયન તથા જી-7 દેશો દ્વારા રશિયન રફ હીરા પર પ્રતિબંધ મૂકાયા બાદ ઍન્ટવર્પમાં રફ હીરાનો વેપાર મંદ ધીમો પડી ગયો હતો. જુદા જુદા દેશોમાંથી આવતા રફ હીરાના પાર્સલોના ક્લિયરન્સમાં 15 -20 દિવસનો સમય નીકળી જતો હતો.
જે અંગેની રજૂઆતો પછી બેલ્જિયમ સરકાર દ્વારા રફ હીરાના પાર્સલોનું તાત્કાલિક ક્લિયરન્સ કરવા માટે 30 કસ્ટમ ઓફિસરનો વધારાનો સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા, જાપાન, યુકે, ફ્રાન્સ,જર્મની, ઇટાલી જેવા દેશોએ રશિયન રફની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ હીરા કોઇપણ ચેનલ મારફતે પોલિશ્ડ થઇને વિવિધ દેશોમાં ન પહોંચે તે માટે ખાસ પ્રકારની ટ્રેકિંગ સીસ્ટમ બેલ્જિયમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. છતાં હજી પણ રશિયન રફ હીરા દાણચોરી થકી જુદા જુદા દેશોમાં પહોંચી રહ્યાં હોવાનું કહેવાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp